August planet transit : વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહ સમય પર રાશિ પરિવર્તન કરે છે. જેનો પ્રભાવ માનવ જીવન અને પૃથ્વી પર પડે છે. સાથે જ આ રાશિ પરિવર્તન કોઈના માટે શુભ રહે છે તો કોઈના માટે અશુભ રહે છે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટમાં ચાર ગ્રહોની ચાલમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. જેનો પ્રભાવ દેશ – દુનિયા પર જોવા મળશે. સાથે જ દરેક રાશિઓ પર આનો પ્રભાવ પડશે.
આ ગ્રહોની ચાલ થશે ફેરફાર
વૈદિક પંચાગ અનુસાર 8 ઓગસ્ટે શુક્ર ગ્રહ વક્રી અવસ્થામાં કર્ક રાશિમાં પ્રવેશ કરશે. ત્યારે 17 ઓગસ્ટે સૂર્ય દેવ કર્ક રાશિથી નીકળીને પોતાની સ્વરાશિ સિંહમાં પ્રવેશ કરશે. ત્યારબાદ 18 ઓગસ્ટે મંગળ ગ્રહ કન્યા રાશિમાં ગોચર કરશે. સાથે જ બુધ પણ વક્રી અવસ્થામાં સંચરણ કરશે.
જાણો દેશ-દુનિયા પર શું પડશે પ્રભાવ
જ્યોતિષ અનુસાર શનિ-મંગળનો દ્રષ્ટી સંબંધના કારણે ક્યાંકના ક્યાંક પ્રાકૃતિક આપદાઓ પણ આવવાની આશંકા છે. મતલબ આકાશીય વીજળી પડવાથી, આંધી અને ભૂસ્ખલન જેવી ઘટનાઓ થઈ શકે છે. સાથે જ દેશમાં વિરોધ અને પ્રદર્શન થવાની સાથે જ વિવાદની પણ આશંકાઓ બની શકે છે. જ્યારે મોંઘવારી પર રોકથામ લગાવવા 25 ઓગસ્ટથી શરુ થવાની સંભાવના છે. જ્યારે બુધ અસ્ત થઈને સૂર્યની સાથે સિંહ રાશિમાં થશે. ત્યારે સૂર્ય દેવની રાશિ પરિવર્તનની મૌસમમાં ફેરફાર આવશે. સાથે જ વરસાદ થવાના અણસાર છે. બુધની ચાલમાં ફેરફાર થવાથી બજાર અને શેર માર્કેટની સ્થિતિને સુધાર થવાની સંભાવના બની રહી છે.
જાણો રાશિઓ ઉપર શું પડશે પ્રભાવ
ઓગસ્ટ મહિનામાં ચાર ગ્રહોની ચાલમાં ફેરફાર થવા જઇ રહ્યો છે. જેમાં મેષ, મિથુન, તુલા, વૃશ્ચિક અને મીન રાશિના જાતકો માટે આ મહિનો શાનદાર રહેનારો છે. આ મહિને તમને આકસ્મિક ધનલાભ થઇ શકે છે. સાથે જ જે નોકરીયાત લોકો છે. તેમનો આ સમયે પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ થઇ શકે છે. આ સમયમાં તમે વાહન અને પ્રોપર્ટી ખરીદી શકો છો. સાથે જ જે પ્રતિયોગી વિદ્યાર્થીઓ છે તેમના માટે આ સમય સાનદાર સાબિત થઇ શકે છે. આ સમયે વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની મુરાદ પુરી થઇ શકે છે. જ્યારે ઓગસ્ટ મહિના અન્ય રાશિઓ માટે મિશ્રિત રહેશે.





