scorecardresearch

ધનમાં વૃદ્ધિ અને ગરીબીને દૂર કરે છે શેરડીના રસનો આ મહાઉપાય, માતા લક્ષ્મીની સાથે ભોળેનાથની રહેશે અસીમ કૃપા

sherdi ras na upay : તમે ઇચ્છો તો શેરડીના જ્યોતિષ સંબંધી ઉપાયો અપનાવી શકો છો. આ ઉપાયો અપનાવવાથી વ્યક્તિને લક્ષ્મી માતાની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

sherdi ras na upay, sherdi no ras lord shiva
શેરડીના રસના ઉપાયો

આજના ભાગદોડવાળા જીવનમાં દરેક ઇચ્છેછે કે તેઓ વધારે પૈસા કમાવાની સાથે સફળ માણસ બને. પરંતુ વધારે મહેનત કરવા છતાં તેમને સફળતા મળતી નથી. બનેલા કામ બગડવા લાગે છે. નાનામાં નાની વસ્તુઓ માટે વધારે મહેનત કરવી પડે છે.કારણ વગર ખર્ચની સાથે દેવામાં દૂબતા જાય છે. જ્યોતિષ અનુસાર અનેક વખત કિસ્મત સાથ ન આપવાના કારણે પણ આવું બનતું હોય છે. જીવનમાં કોઈના કોઈ પ્રકારની નકારાત્મક ઉર્જા બની રહે છે. જેના કારણે દરેક વસ્તુમાં પહેલા નિષ્ફળતા જ મળે છે. અનેક વખત આવું ગ્રહોની ખરાબ સ્થિતિના કારણે પણ બને છે. આવી સ્થિતિમાં તમે ઇચ્છો તો શેરડીના જ્યોતિષ સંબંધી ઉપાયો અપનાવી શકો છો. આ ઉપાયો અપનાવવાથી વ્યક્તિને લક્ષ્મી માતાની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શેરડીના રસના રશના કયા ઉપાયો કરવા શુભ માનવામાં આવે છે.

સુખ-સંપત્તિ મેળવવા માટે શેરડીના રસથી આ ખાસ ઉપાયો કરો

ધન લાભ માટે

ધનલાભ માટે શુક્રવારના દિવસે લક્ષ્મી નારાયણના શ્રી સૂક્તનો પાઠ કરતાં અભિષેક કરી શકો છો. આવું કરવાથી ઘરમાં ક્યારેય ગરીબી રહેતી નથી. અને ધન ધાન્યમાં વધારો થાય છે.

વેપાર લાભ માટે

વેપારમાં લાભ માટે દર શુક્રવારના દિવસે શેરડીના રસથી ભગવાન શિવનો અભિષેક કરો. આવું કરવાથી વેપારમાં વધારો થશે.

સુખ-સમૃદ્ધિ માટે

સૌભાગ્ય અને ધન-ધાન્યમાં વધારા માટે ભગવાન શિવને શેરડીના રસમાં થોડું તલનું તેલ નાંખીને અભિષેક કરો. આ સાથે જ પોતાની ઇચ્છા વ્યક્ત કરતા જાઓ.

ગરીબીથી છૂટકારો મેળવવા માટે

દર મહિનાની પંચમી તિથિ માટે એક લોટો અથવા ગ્લાસમાં થોડો શેરડીનો રસ લઇને સાત વખત પોતાનું નામ અને ગૌત્રનું નામ બોલો અને તેને તુલસીને અર્પણ કરો. આવું કરવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા ઘર ઉપર હંમેશા બન્યા રહેશે. માનવામાં આવે છે કે વિધિવત રૂપથી તુલસીની પૂજા કરવાથી વ્યક્તિને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે.

Web Title: Great remedy sugarcane juice increases wealth and removes poverty

Best of Express