Budh Gochar in mesh : વૈદિક જ્યોતિષમાં બુધ ગ્રહને તાર્કિક ક્ષમતા, ગણિત બુદ્ધિ, વેપાર અને અર્થવ્યવસ્થાના કારક માનવામાં આવે છે. એટલા માટે જ્યારે પણ બુધ ગ્રહ ગોચર કરે છે તો તેનો પ્રભાવ માનવ જીવનની સાથે દેશની અર્થવ્યવસ્થા પર જોવા મળે છે. 31 માર્ચે બુધ ગ્રહ મેષ રાશિમાં ગોચર કરવા જઇ રહ્યા છે. જેનો પ્રભાવ દરેક રાશિના લોકો ઉપર જોવા મળશે. ત્રણ રાશિઓ એવી છે જેમને આકસ્મિક ધનલાભ અને તરક્કીનો યોગ બની રહ્યો છે. તો ચાલો જાણીએ કે એ કઇ રાશિઓ છે જેની કિસ્મત ચમકી શકે છે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે બુધ ગ્રહનું મેષ રાશિમાં ગોચર શુભ સાબિત થઇ શકે છે. કારણ કે બુધ ગ્રહ તમારી ગોચર કુંડળીમાં ઇનકમ અને લાભ સ્થાનમાં ભ્રમણ કરશે. આ સમયે તમારી ઇન્કમમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. સાથે જ આવકના નવા માધ્યમ બની શકે છે.એટલું જ નહીં તમને પ્રોપર્ટી, જમીન અને વાહન ખરીદવાના યોગ પણ બની રહ્યા છે. જો તમે નોકરીમાં છો તો માર્ચની આસપાસ તમારું પ્રમોશન થઇ શકે છે. આ સમય તમને સ્ટોક માર્કેટ, સટ્ટા અને લોટરીમાં સારો લાભ થઇ શકે છે. કારણ કે તમારી રાશિના સ્વામી ખુદ બુધ ગ્રહ છે.
કર્ક રાશિ
બુધ ગ્રહનું ગોચર કર્ક રાશિના જાતકોને કરિયર અને કારોબારની રીતે અનુકૂળ સિદ્ધ થઇ શકે છે. બુધ ગ્રહ તમારી રાશિથી નોકરી અને વેપારના ભાવમાં ભ્રમણ કરશે. એટલા માટે આ સમયે તમારે કામ-કારોબારમાં સફળતા મળી શકે છે. આ સમયગાળામાં તમારે કરિયરમાં અનેક નવા અવસર પ્રાપ્ત થઇ શકે છે. સાથે જ તમે પ્રસિદ્ધિ મેળવશો. કાર્યસ્થળ પર તમારા કામના વખાણ થઇ શકે છે. નોકરી વ્યવસાયના લોકોની પદ્દોન્નતિ થઇ શકે છે. આ સમયગાળામાં તમારે પિતાનો સહયોગ પ્રાપ્ત થશે.
મીન રાશિ
તમારા લોકો માટે બુધ ગ્રહ ગોચર કોઈ વરદાનથી કમ સાબિત નહીં થાય. કારણકે આ ગોચર તમારી રાશિના બીજા ભાવમાં હશે. જેમાં ધન અને વાણીનું સ્થાન માનવામાં આવે છે. એટલા માટે આ સમયે આકસ્મિક ધનની પ્રાપ્તિ થઇ શકે છે. સાથે જ કમાણીમાં વૃદ્ધિ મળવાની સંભાવના છે. એટલું જ નહીં તમારી આર્થિક સ્થિતિમાં આ દરમિયાન ખુબ જ મજબૂતી આવશે.
આ સમયે તમે તમારી વાણીથી સામેના વ્યક્તિને પ્રભાવિત કરશો. સાથે જ જે લોકો મીડિયા, વકીલ, શિક્ષક અને માર્કેટિંગના વર્કર છે તેમના માટે આ સમય શાનદારસાબિત થઇ શકે છે. પરંતુ તમારા પર શનિની સાડેસાતી ચાલી રહી છે. એટલા માટે આ સમયે થોડું સ્વાસ્થ્ય અને નિર્ણય લેતા સમયે સાવધાન રહેવું જોઇએ.