Sehri Time & Iftar Time Gujarat, Full Schedule: ઇસ્લામ ધર્મનો પવિત્ર મહિનો શરુ થયો છે. આ પવિત્ર મહિનો રોઝા રાખીને અલ્લાહની ઇબાદત કરવાનો છે. ચંદ્રના દર્શન બાદ દેશભરમાં ‘તારા વીહ’ની વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. ગુજરાત ઉપરાંત દિલ્હી, મુંબઈ, હરિયાણા, ગુરુગ્રામ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ સહિત અન્ય સ્થળોએ આજથી રોજા શરૂ થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે આ વખતે ઉપવાસ લગભગ 13 કલાકનો હશે. ચાલો જાણીએ કે ગુજરાતમાં કયા સમયે સેહરી થશે અને ક્યારે ઈફ્તાર થશે.
શહેર પ્રમાણે સેહરી અને ઇફ્તારના સમયમાં હોય છે થોડો ફેરફાર
ઉલ્લેખનીય છે કે પવિત્ર મહિનો રમઝાનની સેહરી અને ઈફ્તારનો સમય દરેક દેશ અને શહેર પ્રમાણે થોડો બદલાય છે. આ કારણોસર દરેક શહેર માટે અલગથી કેલેન્ડર બનાવવામાં આવે છે. જો દિલ્હીમાં ઈફ્તારનો સમય સાંજે 6.27 વાગ્યાનો છે, તો મુંબઈમાં થોડી મિનિટોનો તફાવત હોઈ શકે છે. જ્યારે ગુજરાતમાં મુંબઈની તુલનામાં સેહરી અને ઇફ્તારનો સમય લગભગ સરખો છે.
આ પણ વાંચોઃ- 12 વર્ષ બાદ બનશે ગુરુ સુર્ય યુતિ : આ રાશિના જાતકોને મળશે અપાર પૈસા, નોકરી ધંધામાં કિસ્મત ચમકશે
સાઉદી અરેબિયામાં 10 માર્ચે રમઝાનનો ચાંદ દેખાયો હતો. તેથી ત્યાં પ્રથમ ઉપવાસ એટલે કે પહેલું રોઝું 11મી માર્ચે રાખવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં ભારતમાં એક દિવસ પછી એટલે કે 12મી માર્ચે પહેલો રોઝા મનાવવામાં આવે છે. ભારત અને પાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિત અન્ય દેશોમાં પ્રથમ રોઝા 12 માર્ચે મનાવવામાં આવે છે.
રમઝાન 2024 ટાઈમ ટેબલ
- રમઝાનની શરૂઆત 12 માર્ચ 2024
- શબ-એ-કદર- 6 એપ્રિલ 2024
- રમઝાનનો અંત – 9 એપ્રિલ 2024
- ઈદ-ઉલ-ફિત્ર- 10 એપ્રિલ 2024
ગુજરાતમાં આખા મહિનાની સેહરી અને ઈફ્તારનો સમય
પવિત્ર રમઝાન મહિનામાં મુસ્લિમ લોકો ઉપવાસ રાખે છે અને અલ્લાહની પૂજા કરે છે. સૂર્યોદય ઉપવાસની શરૂઆત નિયત સમયે સેહરીથી થાય છે. સૂર્યાસ્ત પછી સાંજના સમયે ઇફ્તાર થાય છે.
તારીખ સેહરી સમય ઇફ્તાર સમય 12-3-2024 05:39 AM 06:51 PM 13-3-2024 05:38 AM 06:51 PM 14-3-2024 05:37 AM 06:51 PM 15-3-2024 05:36 AM 06:52 PM 16-3-2024 05:35 AM 06:52 PM 17-3-2024 05:34 AM 06:53 PM 18-3-2024 05:33 AM 06:53 PM 19-3-2024 05:32 AM 06:53 PM 20-3-2024 05:31 AM 06:54 PM 21-3-2024 05:30 AM 06:54 PM 22-3-2024 05:29 AM 06:54 PM 23-3-2024 05:28 AM 06:55 PM 24-3-2024 05:27 AM 06:55 PM 25-3-2024 05:26 AM 06:56 PM 26-3-2024 05:25 AM 06:56 PM 27-3-2024 05:24 AM 06:56 PM 28-3-2024 05:23 AM 06:57 PM 29-3-2024 05:22 AM 06:57 PM 30-3-2024 05:21 AM 06:57 PM 31-3-2024 05:20 AM 06:58 PM 1-4-2024 05:18 AM 06:58 PM 2-4-2024 05:17 AM 06:58 PM 3-4-2024 05:16 AM 06:59 PM 4-4-2024 05:15 AM 06:59 PM 5-4-2024 05:14 AM 07:00 PM 6-4-2024 05:13 AM 07:00 PM 7-4-2024 05:12 AM 07:00 PM 8-4-2024 05:11 AM 07:01 PM 9-4-2024 05:10 AM 07:01 PM 10-4-2024 05:09 AM 07:01 PM
ગુજરાતમાં કેટલાક શહેરોમાં સેહરી અને ઇફ્તારમાં લગભગ એક મિનિટના સમયનો તફાવત છે. આ સમય https://www.islamicfinder.org/ વેબસાઇટ પરથી લેવામાં આવ્યો છે.