Holi 2024 Dwarka: હોળી ધુળેટી દ્વારકા સહિત કૃષ્ણ મંદિર માટે કેમ છે ખાસ, જાણો

holi celebration in krishna temples in gujarat : હોળી અને ભગવાન કૃષ્ણ વચ્ચે પૌરાણીક જોડાણ છે. હોળીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણના મંદિરોમાં ધામધૂમથી ઉજવણી થતી હોય છે. લાકો ભક્તો આ દિવસે દર્શન માટે કૃષ્ણ મંદિરોએ પહોંચે છે.

holi celebration in krishna temples in gujarat : હોળી અને ભગવાન કૃષ્ણ વચ્ચે પૌરાણીક જોડાણ છે. હોળીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણના મંદિરોમાં ધામધૂમથી ઉજવણી થતી હોય છે. લાકો ભક્તો આ દિવસે દર્શન માટે કૃષ્ણ મંદિરોએ પહોંચે છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
holi celebration in krishna temples

કૃષ્ણ મંદિરમાં હોળીની ઉજવણી - express photo by partha paul

Holi 2024, krishna temple in Gujarat, હોળી અને કૃષ્ણ મંદિરો : હિન્દુ ધર્મમાં હોળી પૌરાણીક મહત્વ ધરાવે છે. ફાગણ સુદ પૂનમના દિવસે હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. હોળી અને ભગવાન શ્રીકૃષ્ણ વચ્ચે પણ પૌરાણીક અને ધાર્મિક જોડાણ છે. હોળીના દિવસે હજારો ભક્તો ચાલતા કૃષ્ણ મંદિરોએ જતાં હોય છે. અને હોળીના દિવસે આવા કૃષ્ણ મંદિરોમાં ધૂમધામથી રંગોત્સવ ઉજવાય છે. અહીં આપણે ગુજરાતના પ્રસિદ્ધ પાંચ કૃષ્ણ મંદિરોની વાત કરીશું જ્યાં હોળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે.

Advertisment

દ્વારકાધીશ જગત મંદિર (દ્વારકા)

ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકમાં દ્વારકામાં આવેલા ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર દ્વારકાધીશ મંદિર તરીકે ઓળખાય છે. આ મંદિર પૌરાણિક અને ધાર્મિક મહત્વના કારણે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. શ્રી કૃષ્ણ અહીં દ્વારકાધીશ અથવા 'દ્વારકાના રાજા' નામથી પૂજાય છે. આ મંદિર ચારધામ તરીકે ઓળખાતી હિન્દુ તીર્થયાત્રાના તીર્થોમાંનું એક છે. સાત માળ ધારવતા આ મંદિર 60 થાંભલાઓ ઉપર રચાયેલું છે. આ મંદિરને જગત મંદિર અથવા નિજા મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ જામનગર, દ્વારકા અને હાલાર પંથક ઉપરાંત સમગ્ર ગુજરાતમાંથી ભક્તો ચાલીને મંદિરે જાય છે અને દ્વારિકાધિશના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. આ મંદિરમાં હોળીના દિવસે ખાસ ઉજવણી કરવામાં આવે છે.

ભગવાન જગન્નાથ મંદિર - અમદાવાદ

અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલું ભગવાન જગન્નાથ મંદિર વિશ્વ પ્રસિદ્ધ છે. આ મંદિર તેની રથયાત્રાની દ્રષ્ટીએ પણ ગુજરાત સહિત દેશમાં પ્રખ્યાત છે. આ મંદિર ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે. મંદિરમાં હજારો કૃષ્ણભક્તો દર્શનાર્થે આવતા હોય છે. એવું કહેવાય છે કે, 400 વર્ષ પહેલાં અમદાવાદમાં જગન્નાથ મંદિર જ્યાં આવેલું છે, તે સાબરમતી નદીના પૂર્વ કિનારે જંગલ હતું. હનુમાનદાસજી નામના એક સંન્યાસી આ જંગલ વિસ્તારમાં સ્થાયી થયા અને તેમણે ભગવાન હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરી હતી. કહેવાય છે કે, તેમના અનુગામી સારંગદાસજી ભગવાન જગન્નાથના ભક્ત હતા. હોળીના દિવસે પણ આ મંદિરમાં રંગોના મહોત્સવ ધામધૂમથી ઉજવાય છે.

રણછોડરાય મંદિર (ડાકોર)

ડાકોરમાં ગોમતી તળાવના કિનારે આવેલું રણછોડરાય મંદિર ગુજરાતના લોકપ્રિય પ્રવાસી આકર્ષણોમાં ગણાય છે. કિલ્લાની દિવાલોથી ઘેરાયેલું આ ભવ્ય મંદિર ડાકોરના મુખ્ય બજારની વચ્ચે આવેલું છે. મંદિર 24 બુર્જ અને 8 ગુંબજથી ઢંકાયેલું છે. મંદિરનો મધ્ય ગુંબજ લગભગ 27 મીટરની ઉંચાઈ સુધી પહોંચે છે. આ ગુંબજ સોનેરી કલશ અને સફેદ રેશમી ધ્વજ સાથે શોભે છે. રણછોડરાયની મુખ્ય મૂર્તિ 1 મીટર ઊંચી અને 45 સેમી પહોળાઈની છે અને તે કાળા ટચસ્ટોનથી બનેલી છે.

Advertisment

આ પણ વાંચોઃ- Holi 2024 Date : હોળી 2024 તારીખ: હોળી ક્યારે છે? જાણો હોલિકા દહન મુહૂર્ત, પૂજા વિધિ અને સામગ્રી

મૂર્તિ તમામ મોંઘા વસ્ત્રો અને ઝવેરાતથી શણગારેલી છે. દેવતાનું સિંહાસન સોના અને ચાંદીમાં મઢેલી લાકડાની કોતરણીવાળી ખુરશી છે. હોળી પહેલા જ લાખો ભક્તો સંઘ લઇને અને એકલા ચાલીને મંદિરે પહોંચે. હોળીના દિવસે ડાકોર મંદિરમાં ધામધૂમથી હોળીનો ઉત્સવ ઉજવાય છે. ગુલાલ અને પાણી વડે ભક્તો અહીં હોળી રમીને કૃષ્ણમય બને છે.

holi celebration in krishna temples
હોળીની ઉજવણી ફાઇલ તસવીર - Express photo

શામળાજી મંદિર

ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં આવેલા મેશ્વો નદીના કાંઠે ફેલાયેલું શામળાજી મંદિર સાક્ષી ગોપાલ અથવા ગદાધરનું સ્થાન છે અને કૃષ્ણના નાના સ્વરૂપને સમર્પિત કેટલાક મંદિરોમાં સૌથી નોંધપાત્ર માનવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણને અહીં ભગવાન વિષ્ણુના કાળા અવતાર તરીકે દર્શાવવામાં આવ્યા છે અને ગોવાળ તરીકે પૂજા કરવામાં આવે છે. આ મંદિરમાં ઘણી બધી ગાયની મૂર્તિઓની પૂજા કરવામાં આવે છે. વિશાળ મંદિર 320 ફૂટ ઊંચું છે અને વિવિધ પૌરાણિક કથાઓ દર્શાવતી દિવાલો પર તેની પ્રભાવશાળી ડિઝાઇન માટે આકર્ષક રીતે સુંદર લાગે છે. મુખ્ય મંદિર સુંદર ગુંબજવાળી છત અને પરંપરાગત શિખરોથી ઢંકાયેલું છે. મંદિરમાં વાસુદેવ, ગદાધર અને કૃષ્ણ (કૃષ્ણના વિવિધ અવતાર)ની મૂર્તિઓની પૂજા કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ- હોળી પર બનશે મહાલક્ષ્મી રાજયોગ, આ ત્રણ રાશિના જાતકોની ઊંઘમાં કિસ્મત ચમકશે

ભાલકા તીર્થ અને પ્રભાસ પાટણ

ભાલકા તીર્થ એ એક પવિત્ર ધાર્મિક સ્થળ છે જ્યાં ભગવાન કૃષ્ણના પગ એક શિકારીએ વીંધ્યા હતા. એવું કહેવાય છે કે પોતાનું રાજ્ય સ્થાપ્યા પછી એક દિવસ ભગવાન કૃષ્ણ જંગલની અંદર એક ઝાડની ડાળી પર બેસીને ધ્યાન કરી રહ્યા હતા. એક શિકારીએ તેના લટકતા પગને શિકાર સમજીને તીર માર્યું હતું. તીરે કૃષ્ણના પગને વીંધી નાખ્યો. ત્યારે શિકારીને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેણે ભગવાન પાસે ક્ષમા માંગવાનું શરૂ કર્યું. ત્યારબાદ કૃષ્ણે અર્જુનને બોલાવ્યો અને હિરણ, કપિલા અને સરસ્વતી નદીના સંગમ પર અંતિમ શ્વાસ લેવાની ઈચ્છા વ્યક્ત કરી. આજનું ભાલકા તીર્થ મંદિર એ જ જગ્યા પર બાંધવામાં આવ્યું છે જ્યાં કૃષ્ણને શિકારી દ્વારા ઈજા થઈ હતી. આ પવિત્ર જગ્યા પર પણ હોળીનો તહેવાર ઉત્સાહભેર ઉજવાય છે. અહીં ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડે છે.

holi ગુજરાત ધર્મ ભક્તિ