Guru Chandal yog : વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહ સમય-સમય પર રાશિ પરિવર્તન કરે છે. સાથે જ આ વચ્ચે તે અન્ય ગ્રહની સાથે યુતિ પણ બનાવે છે. ગુરુ ગ્રહ 22 એપ્રિલે મેષ રાશિમાં ગોચર કરવા જઇ રહ્યો છે. જોકે, મેષ રાશિમાં પહેલાથી જ રાહુ ગ્રહ સ્થિત છે. જેનાથી ગુરુ ચાંડાલ યોગનું નિર્માણ થશે. ગુરુ એક શુભ ગ્રહ છે અને રાહુ પાપ ગ્રહ છે. જે ગુરુના શુભ પ્રભાવને નષ્ટ કરવાનું કામ કરે છે. ઓક્ટોબર સુધી ચાર રાશિના લોકોને થોડું સાવધાન રહેવાની જરૂરત છે. રાહુ ગ્રહ ઓક્ટોબરમાં મીન રાશિમાં પ્રેશ કરશે. તો ચાલો જાણીએ કે ગુરુ ચાંડાલ યોગથી કઇ રાશિને સાવધાન રહેવાની જરૂર છે.
ધન રાશિ
ગુરુ ચાંડાલ યોગ બનવું ધન રાશિના જાતકો માટે થોડું નુકસાનદાયક સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિમાં પાંચમા ભાવમાં બનશે. એટલા માટે આ સમય તમારી સંતાનનું સ્વાસ્થ્ય થોડું ખરાબ થઈ શકે છે. પ્રેમ-સંબંધોનો સામનો કરવો પડી શખે છે. સાથે જ આ દરમિયાન તમારે વાહન ચલાવવામાં વધારે સાવધાની રાખવાની જરૂરત છે. દુર્ઘટના થવાની શક્યતા છે. વેપારમાં ખોટ થઇ શકે છે. આ સમય દરમિયાન તમારા ખર્ચાઓમાં પણ જોરદાર વધારો થશે. કામના સ્થળ ઉપર સીનિયર અને જૂનિયર સાથે વિવાદ થઇ શકે છે. માનસિક અશાંતિ થઇ શકે છે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે ગુરુ ચાંડાલ યોગ પ્રતિકૂળ સિદ્ધ સાબિત થઇ શકે છે. આ યોગ તમારી રાશિના લગ્ન ભાવમાં બનશે. એટલા માટે આ સમયે તમારે આત્મવિશ્વાસમાં ઉણપ દેખાતી જોવા મળી શકે છે. સાથે જ જીવનસાથી સાથે પણ કોઈ બાબતે મનદુઃખ થઇ શકે છે. આ સમયે તમે પાર્ટનરશિપનો વેપાર પણ શરુ ન કરો. કારણ કે નુકસાનના યોગ બની રહ્યા છે. વેપારમાં નુકસાન થઇ શકે છે. એટલા માટે રોકાણ સમજી-વિચારીને કરવું જોઇએ.
મિથુન રાશિ
તમારી રાશિમાં ગુરુ ચાંડાલ યોગનો પ્રભાવ છ મહિના સુધી રહેશે. કારણ કે આ યોગ તમારી ગોચર કુંડળીના 11માં ભાવમાં બનશે. એટલા માટે આ સમયે તમારી આવકમાં થોડો ઘટાડો થશે. સાથે જ તમારે સમજી વિચારીને રોકાણ કરવું જોઇએ. પ્રોફેશનલ લાઇફમાં પણ તમારે મુશ્કેલિયોનો સામનો કરવો પડી શકે છે. સાથે જ ઉતાવળમાં કોઇપણ નિર્ણય લેવાથી બચો અને ધિરજી કામ લો.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે ગુરુ ચાંડાલ યોગક હાનિકારક સિદ્ધ થઇ શકે છે. કારણ કે આ યોગ મારી રાશિના આષ્ટમ ભાવમાં બનશે. આ સમયે તમને સ્વાસ્થ્ય અંગે મુશ્કેલીઓ થઈ શકે છે. કોઈ જૂના રોગો ઉભરી શકે છે. આ વચ્ચે તમારી આવકમાં ઓછી અને ખર્ચા વધી શકે છે. જેના કારણે તમે આર્થિક તંગીનો સામનો કરી શકો છો. ઘરના લોકો સાથે કોઈ વાત અંગે મનદુઃખ થઈ શકે છે. કોઇ વૃદ્ધ પણ આ સમેય બીમાર પડી શકે છે.