Prakash Parv: મુઘલો સામે લડવા ગુરુ ગોવિંદ સિંહે ખાલસા પંથની સ્થાપના કરી, વેદ અને ગુરુ વાણીની ગંગા વહેતી કરી

Guru Gobind Singh Jayanti 2024: ગુરુ ગોવિંદ સિહની જન્મજંયતિને પ્રકાશ પર્વ તરીકે ઉજવાય છે. તેઓ શીખ ધર્મના 10માં અને છેલ્લા ગુરુ છે. તેમણે ગુરુ પદે ગુરુ ગ્રંથ સાહેબને સ્થાપિત કર્યા અને ખાલસા પંથની સ્થાપના કરી હતી.

Written by Ajay Saroya
January 17, 2024 05:30 IST
Prakash Parv: મુઘલો સામે લડવા ગુરુ ગોવિંદ સિંહે ખાલસા પંથની સ્થાપના કરી, વેદ અને ગુરુ વાણીની ગંગા વહેતી કરી
ગુરુ ગોવિંo સિંહ શીખ ધર્મના 10મા અને છેલ્લા ધર્મ ગુરુ હતા. તેમણે ખાલસા પંથની સ્થાપના કરી હતી. (Photo - wikipedia.org)

Guru Gobind Singh Jayanti 2024: શીખ ધર્મના 10માં ગુરુ ગોવિંદ સિંહએ વેદોના સંયુક્ત પ્રચાર અને ગુરુ ગ્રંથ સાહિબના ઉપદેશો માટે નિર્મલ પંથની સ્થાપના કરી હતી. ઉત્તરાખંડની સરહદે આવેલા હિમાચલ પ્રદેશના પોન્ટા પોન સાહિબમાં યમુના નદીના કિનારે ધ્યાન કરી રહેલા ગુરુ ગોવિંદ સિંહજીએ આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું અને 1686માં તેમણે પાંચ શીખ અનુયાયીઓને સંસ્કૃત અને વેદાંતનો અભ્યાસ કરવા ઉત્તર પ્રદેશના સંસ્કૃત ભાષાના મુખ્ય જ્ઞાન કેન્દ્રકાશી (વારાણસી) મોકલ્યા હતા.

પાંચ ભક્તોને નિર્મલ સંતનું ઉપનામ આપ્યું, સંસકૃત ભણવા કાશી મોકલ્યા

ગુરુ ગોવિંદ સિંઘજએ તેમના પાંચ શીખ ભક્તોને નિર્મલ સંત ગણાવ્યા અને તેમને સંસ્કૃતનો અભ્યાસ કરવા કાશી મોકલ્યા. તેમણે ઉપદેશ આપ્યો કે, તેઓ ગુરુ ગ્રંથ સાહિબની ગુરમુખીમાં લખેલી ભાષાની સાથે સાથે સંસ્કૃત ભાષામાં લખેલા વેદોની વાણીનો પણ અભ્યાસ કરે અને તેનો પણ પ્રચાર પ્રસાર કરે. આવી રીતે નિર્મળ પંથના સંતો ભગવા ધારણા છે અને ગુરુમુખીનો અભ્યાસ કર્યા બાદ તેમજ સંસ્કૃત ભાષામાં જ્ઞાન પ્રાપ્ત કરીને તેઓ શાસ્ત્રી, આચાર્ય અને વેદાંતચાર્યની પદવી પ્રાપ્ત કરે છે. કાશીમાં સંસ્કૃતનો અભ્યાસ કર્યા પછી, આ સંતો ઔપચારિક રીતે તેમની પરંપરાના નિર્મલ ભેળના શ્રી નિર્મળ પંચાયતી અખાડામાં જોડાય છે. અખાડાના શ્રી મહંત અને નિર્મલ ભેખના સર્વોચ્ચ વડા તેમને દીક્ષા આપે છે.

Guru Gobind Singh | Guru Gobind Singh Jayanti 2024 | Guru Gobind Singh Jayanti Images | Guru Gobind Singh Jayanti 2024 Wishes | Guru Gobind Singh Jayanti 2024 Quotes | Guru Gobind Singh Jayanti 2024 Status Messages
ગુરુ ગોવિંo સિંહ શીખ ધર્મના 10મા અને છેલ્લા ધર્મ ગુરુ હતા. (Photo – ieGujarati.com)

ગુરુ ગ્રંથ સાહેબના પાઠની સાથે ગીતાનું પણ પઠન

શ્રી નિર્મળ પંચાયતી અખાડાના શ્રી મહંતનું પદ સંભાળવા માટે, નિર્મલ સંતને ગુરુવાણીની સાથે વેદોમાં પણ પારંગત હોવું જરૂરી છે. આ ઉપરાંત શાસ્ત્રી, આચાર્ય કે વેદાંતચાર્ય હોવું પણ જરૂરી છે. નિર્મળ સંતોના અખાડા અને આશ્રમોમાં ગુરુવાણીની સાથે સાથે વેદ વાણી પણ ગુંજે છે. ગુરુ ગ્રંથ સાહિબના પાઠની સાથે ગીતાનું પણ પઠન કરવામાં આવે છે અને પંચદેવની પૂજા કરવામાં આવે છે. ગુરુ નાનક દેવજીની પરંપરાને આગળ વધારતા, ગુરુ ગોવિંદ સિંહએ તેમના અનુયાયીઓને નિર્મલ સંતનું નામ આપ્યું જેઓ સંસ્કૃત ભાષા અને વેદોના સારા જાણકાર હતા. એવું કહેવાય છે કે જ્યારે ગુરુ નાનક દેવે પંજાબની બેઈ નદીના કિનારે દિવ્ય આત્મ જ્ઞાન પ્રાપ્ત કર્યું, ત્યારે તેમણે ગુરુ સ્વરૂપે પહેલી દીક્ષા અને ગુરુ મંત્ર ભાઇ ભાગીરથી નિર્મલ સંતને આપ્યો અને નિર્મળ સંપ્રદાયની સ્થાપના કરી.

પટિયાલાના રાજાએ નિર્મલ અખાડાની સ્થાપના માટે જમીન આપી

ગુરુ નાનક દેવની પરંપરાને આગળ ધપાવવાનું ઉમદા કાર્ય દસમા શીખ ગુરુ, ગુરુ ગોવિંદ સિંહજીએ કર્યું હતું. નિર્મલ સંતોએ સમગ્ર દેશમાં ઘણી સંસ્કૃત શાળાઓની સ્થાપના કરી, ખાસ કરીને હરિદ્વાર, ઋષિકેશ, પંજાબ, હરિયાણામાં, જ્યાં વિદ્યાર્થીઓને મફત સંસ્કૃત શિક્ષણ આપવામાં આવતું હતું. નિર્મલ સંપ્રદાય સાથે જોડાયેલા સાધુ – સંતોની એકતા અને ભાષાના પ્રચાર- પ્રસારને સંગઠિત તેમજ સંસ્થાગત સ્વરૂપ આપવા માટે વર્ષ 1861માં નિર્મલ સંપ્રદાયના મહાન તપસ્વી બાબા મેહતાબ સિંહ મહારાજે શ્રી નિર્મલ પંચાયતી અખાડાની સ્થાપના પંજાબના પટિયાલામાં કરી હતી. પટિયાલાના રાજાએ નિર્મલ અખાડાની સ્થાપના માટે જમીન, મકાન અને નાણાંકીય સહાય કરી છે.

થોડા સમય પછી શ્રી નિર્મલ પંચાયતી અખાડાનું મુખ્યાલય પટિયાલાથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ખસેડવામાં આવ્યું. તે પછી શ્રી નિર્મલ પંચાયતી અખાડાનું મુખ્યાલય હરિદ્વારના ઉપનગર કનખલમાં બનાવવામાં આવ્યું હતું. શ્રી નિર્મલ પંચાયતી અખાડા વતી નિર્મલ સંસ્કૃત મહા વિદ્યાલયની સ્થાપના વર્ષ 1930માં અખાડાના મુખ્ય મથક કનખલ ખાતે સંસ્કૃતના પ્રચાર માટે કરવામાં આવી હતી, જે આજે સંસ્કૃત ભાષાનું મુખ્ય અભ્યાસ કેન્દ્ર છે.

Guru Gobind Singh | Guru Gobind Singh Jayanti 2024 | Guru Gobind Singh Jayanti Images | Guru Gobind Singh Jayanti 2024 Wishes | Guru Gobind Singh Jayanti 2024 Quotes | Guru Gobind Singh Jayanti 2024 Status Messages
ગુરુ ગોવિંદ સિંહે શીખ ધર્મના ખાલસા પંથની સ્થાપના કરી હતી. (Photo – ieGujarati.com)

શ્રી નિર્મલ પંચાયતી અખાડાના શ્રી મહંત જ્ઞાનદેવ સિંહ વેદાંતચાર્ય કહે છે કે નિર્મલ સંપ્રદાય સમાજ શ્રી ગુરુ ગ્રંથ સાહિબ જીના પ્રચારની સાથે સાથે સંસ્કૃત ભાષાના પ્રચારમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. નિર્મલ અખાડાના સંતો કેશધારી હોય છે અને કડા અને કોપીન ધારણ કરે છે.

નિર્મલ પંથમાં જાતિભેદ નથી. ચાર વર્ણો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રને શુદ્ધ સંત તરીકે દીક્ષા આપવામાં આવે છે અને તમામ વર્ણોના લોકો એક સાથે એક લાઇનમાં બેસીને પ્રસાદ ગ્રહણ કરે છે. નિર્મલ સંપ્રદાયનો મૂળ મંત્ર ‘પંગત-સંગત એક સમાન’ છે.

ગુરુ ગોવિંદ સિંહનો જન્મ પટના, બિહારમાં 22 ડિસેમ્બર 1666 ના રોજ પોષ મહિનાના શુક્લ પક્ષની સપ્તમીના દિવસે થયો હતો. આ દિવસે તેમનું પ્રકાશ પર્વ શ્રી નિર્મળ અખાડા અને તેની સાથે સંકળાયેલા આશ્રમોમાં ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે. આ વખતે 17 જાન્યુઆરીએ ગુરુ ગોવિંદ સિંહ જીનું પ્રકાશ પર્વ હિન્દુ કેલેન્ડર અનુસાર ઉજવવામાં આવશે.

Guru Gobind Singh | Guru Gobind Singh Jayanti 2024 | Guru Gobind Singh Jayanti Images | Guru Gobind Singh Jayanti 2024 Wishes | Guru Gobind Singh Jayanti 2024 Quotes | Guru Gobind Singh Jayanti 2024 Status Messages
ગુરુ ગોવિંદ સિંહે ગુરુ ગ્રંથ સાહેબને ગુરુ સ્થાને બિરાજમાન કર્યા હતા. (Photo – ieGujarati.com)

ગુરુ ગોવિંદ સિંહજી એક મહાન યોદ્ધા, કવિ અને દાર્શનિક હતા. 1675માં નવ વર્ષની ઉંમરે સમ્રાટ ઔરંગઝેબ દ્વારા તેમના પિતા ગુરુ તેગ બહાદુરનું શિરચ્છેદ કરવામાં આવ્યા બાદ તેમને ઔપચારિક રીતે શીખોના દસમા ગુરુ તરીકે સ્થાપિત કરવામાં આવ્યા હતા. તેમના પિતા નવમા શીખ ગુરુ હતા. મુઘલોથી હિંદુઓને બચાવવા માટે, ગુરુ ગોવિંદ સિંહજીએ 1699માં ખાલસા પંથની સ્થાપના કરી હતી. તેમણે જ ખાલસા પંથનું સૂત્ર ‘બોલે સો નિહાલ’ આપ્યું હતું. તે ખાલસા સંપ્રદાયના વડા હતા, મુઘલો સામે લડવા માટે સમર્પિત યોદ્ધાઓની સેના.

આ પણ વાંચો | ગુરુ ગોવિંદ સિંહના 7 અનમોલ વચન, પ્રિયજનોને શુભકામના સાથે મોકલો જીવન પ્રેરક ઉપદેશ

કનખલ (હરિદ્વાર)માં ગંગાના કિનારે સ્થિત ડેરા બાબા દરગાહ સિંહ તીજી પાટ શાહી ગુરુ અમર દાસ જીના તપસ્થળના મહંત રણજય સિંહ મહારાજ કહે છે કે ગુરુ ગોવિંદ સિંહજીએ આદિ જગતગુરુ શંકરાચાર્યના શાસ્ત્રો અને શસ્ત્રોની પરંપરાને આગળ ધપાવી હતી. તેથી, તેઓએ મુઘલો સામે લડવા અને હિંદુઓના રક્ષણ માટે ખાલસા પંથની સ્થાપના કરી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ