scorecardresearch

Grah Gochar : 700 વર્ષ બાદ બન્યો પંચ મહાયોગ, ત્રણ રાશિઓને મળી શકે છે અપાર પૈસા, પદ – પ્રતિષ્ઠા

guru gochar, shani gochar in kumbh : 19 ફેબ્રુઆરીએ કેદાર, શંખ, શશ, વરિષ્ઠ અને સર્વાર્થસિદ્ધિ યોગ મળીને પંચ મહાયોગ બન્યો છે. આ પંચયોગ લગભગ 700 વર્ષ બાદ બને છે.

Shani gochar, guru gochar, shani gochar in kumbh, guru rashiparivartan
પંચ મહાયોગ, ફાઇલ તસવીર

Panch Mahayog: વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહ સમય – સમય પર રાશિ પરિવર્તન કરે છે. જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ – દુનિયા પર જોવા મળે છે. સાથે જ વર્ષો બાદ કેટલાક દુર્લભ યોગ પણ બને છે. જેનો પ્રભાવ દરેક રાશિઓ ઉપર જોવા મળે છે. 19 ફેબ્રુઆરીએ કેદાર, શંખ, શશ, વરિષ્ઠ અને સર્વાર્થસિદ્ધિ યોગ મળીને પંચ મહાયોગ બન્યો છે. આ પંચયોગ લગભગ 700 વર્ષ બાદ બને છે. જેનાથી 3 રાશિના જાતકોને ધનલાભ અને તરક્કીનો યોગ બને છે. ચાલો જાણીએ આ રાશિઓ કઈ કઈ છે.

ઘન રાશિફળ (Dhanu Zodiac)

આપ લોકો માટે પંચ મહાયોગ લાભપ્રદ સાબિત થઈ શકે છે. આ સમયગાળામાં તમે કોઈ વાહન અથવા પ્રોપર્ટી ખરીદવાનું વિચારી શકો છો. સાથે જે વિદ્યાર્થી પ્રતિયોગી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે અથવા વિદેશ જવા માંગે છે તો આ સમય તમારા માટે અનુકૂળ રહેશે. વેપારીઓને આ સમયે સારા ઓર્ડર આવવાથી નફો થઈ શકે છે.

સાથે જ આ સમય તમને કોર્ટ કચેરીના કેસોમાં સફળતા મળી શકે છે. નોકરીયાત લોકોને ઇન્ક્રીમેન્ટ અને પ્રમોશનના યોગ બની રહ્યા છે. તમને આ સમયે શનિદેવના આશીર્વાદ પણ પ્રાપ્ત થશે. કારણ કે 17 જાન્યુઆરીથી તમને તમારી શનિની સાડા સાતીથી મૂક્તિ મળી ગઈ છે.

મિથુન રાશિ (Mithun Zodiac)

પંચ મહાયોગની રચના સાથે મિથુન રાશિના લોકો માટે સારા દિવસોની શરૂઆત થઈ શકે છે. કારણ કે આ સમયગાળા દરમિયાન તમારી ગોચર કુંડળીમાં બે હંસ અને માલવ્ય રાજયોગ બની રહ્યા છે. એટલા માટે આ સમયે તમારા કામ પૂરા થઈ શકે છે. તેમજ જેઓ બેરોજગાર છે. તેને નવી નોકરીની ઓફર મળી શકે છે.

આ પણ વાંચોઃ- રવિપુત્ર શનિ આ લોકોને આપી શકે છે કઠોર દંડ, પ્રકોપથી બચવા માટે કરો આ જ્યોતિષીય ઉપાય

બીજી તરફ સનદી અધિકારીઓને બઢતી મળવાની શક્યતાઓ સર્જાઈ રહી છે. આ સાથે કાર્યસ્થળ પર અધિકારીઓ અને સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ રહેશે અને તમારી પ્રતિષ્ઠામાં પણ વધારો થશે. બીજી બાજુ આ સમય વ્યાપારીઓ માટે સાનુકૂળ સાબિત થઈ શકે છે. બિઝનેસ ડીલ ફાઈનલ થઈ શકે છે, જેમાં લાભની શક્યતાઓ છે.

કુંભ રાશિ (Kumbh Zodiac)

આ રાશિઓના લોકો માટે પંચ મહાયોગ સાનુકૂળ સાબિત થઈ શકે છે. આ સમયે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. આ સાથે તમારી સંક્રમણ કુંડળીના લગ્ન ગૃહમાં શશ નામનો રાજયોગ બની રહ્યો છે. તેથી જો તમે કોઈ મિલકત અથવા વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો સમય અનુકૂળ છે.

આ પણ વાંચોઃ- Guru Uday 2023 : ગુરુ ગ્રહ ઉદય કરીને બનાવશે “કેન્દ્ર ત્રિકોણ રાજયોગ”, આ ત્રણ રાશિના લોકોને ધનલાભની સાથે ભાગ્યોદયનો પ્રબળ યોગ

ઉપરાંત આ સમયે તમારો તમારા જીવનસાથી સાથે સારો તાલમેલ રહેશે. વેપારમાં ભાગીદારી થઈ શકે છે, જેમાં નફો થઈ શકે છે. બીજી બાજુ, જો તમે આ સમયગાળા દરમિયાન નવો વ્યવસાય શરૂ કરવા માંગો છો, તો સમય તમારા માટે અનુકૂળ છે. રાજકારણ સાથે જોડાયેલા લોકો માટે આ સમય અનુકૂળ છે.

Web Title: Guru gochar shani gochar in kumbh 5 mahayogas astrology news

Best of Express