/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/Gurupurnima.jpg)
ગુરુપૂર્ણિમા
Guru purnima date, muhurt : હિન્દુ પંચાક અનુસાર અષાઠ મહિનાની પૂનમે ગુરુ પૂર્ણિમા આવે છે. આ દિવસે દેવવ્યાસનો જન્મ થયો હતો. જેના કારણે આને વ્યાસ પૂર્ણિમાના નામથી પણ જાણવામાં આવે છે. આ વર્ષે ગુરુ પૂર્ણિમા 3 જુલાઈ 2023એ આવે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુઓની પૂજા કરવાનું મહત્વ છે. જાણો ગુરુ પૂર્ણિમાની તિથિ, શુભ મુહૂર્ત અને મહત્વ..
ગુરુ પૂર્ણિમા શુભ મુહૂર્ત
ગુરુ પૂર્ણિમાની તિથિ - 3 જુલાઈ 2023
- ગુરુ પૂર્ણિમા પ્રારંભ - 2 જુલાઈના રોજ રાત્રે 8.21 વાગ્યે શરુ થશે
- ગુરુ પૂર્ણિમા સમાપન - 3 જુલાઈ સાંજે 5.8 વાગ્યા સુધી
ગુરુ પૂર્ણિમા પર બની રહ્યો છે શુભ યોગ
આ વર્ષે ગુરુ પૂર્ણિમાના દિવસે અનેક શુભ યોગ બની રહ્યો છે. આ દિવસે બ્રહ્મ યોગ અને ચંદ્ર યોગ બની રહ્યો છે. જ્યાં બ્રહ્મ યોગ 2 જુલાઈ સાંજે 7.26 વાગ્યાથી 3 જુલાઈ બપોરે 3.45 વાગ્યા સુધી રહેશે. જ્યારે ચંદ્ર યોગ 3 જુલાઈ બપોરે 3.45 મિનિટ પર શરુ થશે અને 4 જુલાઈ સવારે 11.50 મિનિટ પર સમાપ્ત થશે. આ સમયે સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય યોગનું નિર્માણ થઈ રહ્યું છે.
ગુરુ પૂર્ણિમા 2023નું મહત્વ
હિન્દુ ધર્મ અનુસાર ગુરુ પૂર્ણિમાના દિવસે પ્રસિદ્ધ ઋષિ વેદ વ્યાસનો જન્મ થયો હતો. આ કારણે આ દિવસને વ્યાસ પૂર્ણિમાના રૂપમાં ઓળખાય છે. આને વૈદિક મહાન રચના મહાભારતના લેખક અને એક પાત્ર વેદ વ્યાસની જ્યંતિના રૂપમાં ઉજવવામાં આવે છે. બૌદ્ધ લોકો ગૌતમ બુદ્ધના સમ્માનમાં ગુરુ પૂર્ણિમા પણ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે બુદ્ધે પોતાનો પહેલો ઉપદેશ આ દિવસે ઉત્તર પ્રદેશના સારનાથમાં આપ્યો હતો. એવું માનવામાં આવે છે કે આ દિવસે પ્રાર્થના મહાગુરુ સુધી પહોંચી જાય છે અને તેમના આશિર્વાદ શિષ્યના જીવનથી અંધકાર અને અજ્ઞાનને દૂર કરે છે.
ગુરુ પૂર્ણિમા પૂજા કરવાથી મજબૂત થાય છે ગુરુ બૃહસ્પતિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બૃહસ્પતિ ગ્રહની કૃપા મેળવવાથી અશુભ પ્રભાવોને ઓછું કરવા માટે ગુરુ પૂર્ણિમાનો દિવસ શુભ માનવામાં આવે છે. જ્યોતિષમાં બૃહસ્પતિને વિદ્યા, નૈતિક્તા, આત્મ વિશ્વાસ, આશા, સમ્માન અને કાયદાનો ગ્રહ માનવામાં આવે છે. જો તમારી કુંડળીમાં ગુરુ દોષ છે તો સુખ સમૃદ્ધિની કમી, આત્મવિશ્વાસની હાની, ખર્ચ, ઝઘડો, સ્વાર્થ, શૈક્ષિક બાધાઓ અને વ્યક્તિમાં અને તેની આસ-પાસ સદ્ભાવની કમી જેવી સમસ્યાઓ થઈ જાય છે. આ દિવસે ગુરુ પૂજાની સાથે ભગવાન વિષ્ણુની પુજા કરીને ગુરુને મજબૂત કરી શકે છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us