/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Guru-Purnima-2024-1.jpg)
Guru Purnima 2024: ગુરુ પૂર્ણિમા હિન્દુ પંચાગ અનુસાર અષાઢ માસની પૂનમના દિવસે ઉજવાય છે. (Image: Freepik)
Guru Purnima 2024: ગુરૂ પૂર્ણિમાનું હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ છે. દર વર્ષે અષાઢ માસ પૂનમના રોજ ગુરૂ પૂર્ણિમા ઉજવાય છે. આ દિવસ ગુરુને સમર્પિત છે. શિષ્ય આ દિવસે તેમના ગુરુની પૂજા કરે છે. તેમજ મહાભારતના રચયિતા ઋષિ વેદ વ્યાસનો જન્મ પણ આ દિવસે થયો હતો. આથી તેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ દિવસે સ્નાન, દાનનું વિશેષ મહત્વ છે. આ વખતે ગુરૂ પૂર્ણિમા 21 જુલાઈના રોજ છે. આ દિવસે ગ્રહો અને નક્ષત્રનો મહાસંગમ થઈ રહ્યો છે, જેનાથી અમુક રાશિના જાતકોને વિશેષ લાભ મળવાનો છે. આવો જાણીએ કઈ રાશિ માટે ગુરૂ પૂર્ણિમાનો દિવસ રહેશે ખાસ
ગુરુ પૂર્ણિમા પર દુર્લભ સંયોગ
હિન્દુ પંચાંગ મુજબ ગુરુ પૂર્ણિમાના દિવસે સવારે 5.57 વાગ્યાથી સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે, જે સમગ્ર દિવસ દરમિયાન રહેશે. તેમજ ઉત્તરાષાઢા નક્ષત્ર સવારથી 12.14 મધ્યરાત્રી સુધી રહેશે. આ સાથે પ્રીતિ યોગ અને વિશ્કુંભ યોગનું નિર્માણ થઇ રહ્યું છે. ગ્રહોની સ્થિતિની વાત કરીએ તો કર્ક રાશિમાં સૂર્ય અને શુક્ર બિરાજમાન છે, પરિણામ બંને ગ્રહોની યુતિ શુક્રાદિત્ય યોગ બનાવી રહી છે. મંગળ અને ગુરુ ગ્રહ વૃષભ રાશિમાં રહેશે. આ સાથે રાહુ મીન રાશિમાં, કેતુ ગ્રહ કન્યા રાશિમાં અને શનિ દેવ તેમની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિ છે, જેનાથી શાશ રાજયોગ બનાવે છે. આ સાથે બુધ સિંહ અને ચંદ્રમાં મકર રાશિમાં રહેશે. ગુરુ ગ્રહ વૃષભ રાશિમાં બિરાજમાન હોવાથી કુબેર રાજયોગની રચના થઈ રહી છે. આ સાથે જ સૂર્ય અને શનિ ષડાષ્ટક યોગ બનાવી રહ્યા છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/guru-purnima-importance.jpg)
વૃષભ રાશિ (Vrishabha Zodiac)
ગુરૂ પૂર્ણિમાનો દિવસ વૃષભ રાશિના જાતકો માટે ખૂબ જ સારો રહેવાનો છે. મંગળ અને ગુરુ આ રાશિના લગ્ન ભવમાં બિરાજમાન છે. આ રાશિના જાતકો પોતાના માતા-પિતા સાથે સારો સમય પસાર કરશે. ખાસ કરીને તમારી માતા સાથેના તમારા સંબંધો વધુ મજબૂત બનશે. તેમને તમારો પૂરો સાથ મળશે. નોકરિયાત લોકો માટે પણ સારો દિવસ જશે. ઘણી નવી તકો પણ મળી શકે છે. આ ઉપરાંત નવી પ્રોપર્ટી કે વાહન ખરીદવાનું સપનું પણ પૂર્ણ થઈ શકે છે. ઉધાર આપેલા પૈસા પરત મળી શકે છે. તમે જીવનમાં સંતુષ્ટ દેખાઈ શકો છો. વિવાહિત જીવન પણ સારું રહેવાનું છે. પાર્ટનરનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે.
સિંહ રાશિ (Leo Zodiac)
સિંહ રાશિના જાતકો માટે ગુરૂ પૂર્ણિમાનો દિવસ પણ ખૂબ જ સારો રહેવાનો છે. આ રાશિમાં બુધ લગ્ન ભવ ઘરમાં બિરાજમાન છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકો દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. તમે તમારી બુદ્ધિની દમ પર ઘણા પ્રોજેક્ટ્સ અથવા સોદા પ્રાપ્ત કરી શકો છો. સમાજમાં માન-સન્માનમાં વૃદ્ધિ થશે. કરિયરના ક્ષેત્રની વાત કરીએ તો તમને ઘણો લાભ મળવાનો છે. નવી નોકરીની શોધ પૂરી થઈ શકે છે. તમારા કામની પ્રશંસા થશે. બિઝનેસમાં પણ ઘણો ફાયદો થવાનો છે. તમારા દ્વારા કરવામાં આવેલા રોકાણમાં હવે સારું વળતર મળવાનું છે. તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર થશે. તમે આધ્યાત્મિકતા તરફ વધુ ઝુકાવ રાખશો.
કુંભ રાશિ (Kumbha Zodiac)
કુંભ રાશિના લોકોનો દિવસ પણ સારો રહેવાનો છે. તમારા દ્વારા કરવામાં આવેલા રોકાણમાં હવે સારું વળતર મળી શકે છે. નોકરીની ઘણી નવી તકો મળી શકે છે. તમારા કાર્યથી ઉચ્ચ અધિકારીને ખુશ કરશે. આવી સ્થિતિમાં, તમને થોડી જવાબદારી સોંપવામાં આવી શકે છે. જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમે આ સમયગાળા દરમિયાન તે કરી શકો છો. માનસિક તણાવથી પણ તમને રાહત મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. માતા-પિતાનો પૂરો સહયોગ મળશે.
આ પણ વાંચો | શિવલિંગ પર જલાભિષેક કરનાર વ્યક્તિએ આ બે બાબતોનું ખાસ રાખવું ધ્યાન, ભોળાનાથ કરશે દરેક કષ્ટ દૂર
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી આ માહિતી એકત્ર કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર માહિતી રજૂ કરવાનો છે, અમે તેના સાચી અને સત્ય હોવાની ખાતરી આપતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ રીતે ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી.)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us