Guru Purnima 2025 Date: ગુરુ પૂર્ણિમા ક્યારે છે 10 કે 11 જુલાઇ? જાણો તારીખ, પૂજાનું શુભ મુહૂર્ત અને મહત્વ

Guru Purnima 2025 Date: હિંદુ ધર્મમાં ગુરૂ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. હિંદુ પંચાંગ મુજબ દર વર્ષે અષાઢ મહિનાના પૂનમના દિવસે ગુરુ પૂર્ણિમા મનાવવામાં આવે છે. આ તિથિ અષાઢ પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમા અને વેદ વ્યાસ જયંતિ તરીકે પણ ઓળખાય છે

Written by Ashish Goyal
July 03, 2025 22:02 IST
Guru Purnima 2025 Date: ગુરુ પૂર્ણિમા ક્યારે છે 10 કે 11 જુલાઇ? જાણો તારીખ, પૂજાનું શુભ મુહૂર્ત અને મહત્વ
Guru Purnima 2025 Date : હિંદુ પંચાંગ મુજબ દર વર્ષે અષાઢ મહિનાના પૂનમના દિવસે ગુરુ પૂર્ણિમા મનાવવામાં આવે છે.

Guru Purnima 2025 Date : હિંદુ ધર્મમાં ગુરૂ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. હિંદુ પંચાંગ મુજબ દર વર્ષે અષાઢ મહિનાના પૂનમના દિવસે ગુરુ પૂર્ણિમા મનાવવામાં આવે છે. આ તિથિ અષાઢ પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમા અને વેદ વ્યાસ જયંતિ તરીકે પણ ઓળખાય છે. તેમજ આ દિવસે બ્રહ્મસૂત્ર, મહાભારત, શ્રીમદ્ ભાગવત અને અઢાર પુરાણો જેવા અદ્ભુત સાહિત્યની રચના કરનાર મહાન ગુરુ મહર્ષિ વેદ વ્યાસન જન્મ થયો હતો.

આ દિવસે ગુરુની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. તેમજ શુભ પ્રસંગોએ પવિત્ર નદીમાં સ્નાન અને દાન કરવાનું પણ વિશેષ મહત્વ છે. આ દિવસને વેદ વ્યાસજીના જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આવો જાણીએ ગુરુ પૂર્ણિમાની તારીખ, શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ.

ગુરુ પૂર્ણિમા તિથિ 2025

જ્યોતિષ પંચાગ પ્રમાણે અષાઢ મહિનાની પૂર્ણિમા તિથિની શરૂઆત 10 જુલાઈના રોજ રાત્રે 01.37 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 11 જુલાઈએ રાત્રે 02.07 વાગ્યે સમાપ્ત થશે. આ રીતે 10 જુલાઈના રોજ ગુરૂ પૂર્ણિમાનો તહેવાર મનાવવામાં આવશે.

ગુરુ પૂર્ણિમા 2025 શુભ મુહૂર્ત

  • બ્રહ્મ મુહૂર્ત: 4:10 -4:50 વાગ્યે
  • અભિજિત મુહૂર્ત: સવારે 11:59–12:54 વાગ્યે
  • વિજય મુહૂર્ત: બપોરે 12:45-3:40 વાગ્યે
  • ગોધૂલિ મુહૂર્ત: સાંજે 7:21-7:41 વાગ્યે

આ પણ વાંચો – ચાતુર્માસ આ તારીખથી શરુ થશે, જાણો આ દિવસોમાં શું કરવું અને શું ના કરવું?

ગુરુ પૂર્ણિમાનું મહત્વ

ગુરૂ પૂર્ણિમાના દિવસે તમામ ગુરૂઓને નમન કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન વેદ વ્યાસનો જન્મ અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે થયો હતો. તેથી આ તિથિએ ગુરૂ પૂર્ણિમાનો તહેવાર મનાવવામાં આવે છે. વેદ વ્યાસે અનેક વેદો અને પુરાણોની રચના કરી હતી. આ ખાસ અવસર પર ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને વેદ વ્યાસજીની પૂજાનું વિશેષ મહત્વ છે. સાથે જ આપણા જીવનમાં ગુરુનું મહત્વ સમજાવવા માટે ગુરુ પૂર્ણિમાનો તહેવાર ઉજવવામાં આવે છે. ગુરૂ પૂર્ણિમાના દિવસે લોકો પોતાના ગુરૂઓને ભેટ-સોગાદો આપે છે અને તેમના આશીર્વાદ લે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ