Guru Vandana Shlok, Guru Purnima wishes: ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાઓમાં ગુરુ પૂર્ણિમાને ખૂબ મહત્વ માનવામાં આવે છે. પંચાંગ અનુસાર અષાઢ પૂનમના દિવસે ગુરુ પૂર્ણિમાનો તહેવાર પૂર્ણ ભક્તિભાવથી ઉજવવામાં આવે છે. આ દિવસને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે, કારણ કે આ દિવસે મહર્ષિ વ્યાસજીનો જન્મ થયો હતો.
મહર્ષિ વેદ વ્યાસે વેદોનું સંકલન કર્યું હતું અને મહાભારતની રચના કરી હતી. આ દિવસે ગુરુની પૂજા કરવાથી જીવનમાં જ્ઞાન અને સફળતાનો માર્ગ મોકળો થાય છે. ભક્તો તેમના ગુરુના ચરણ સ્પર્શ કરે છે અને આશીર્વાદ મેળવે છે. ગુરુ એ છે જે શિષ્યને સાચી દિશા બતાવે છે, અજ્ઞાનનો નાશ કરે છે અને જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે.
આ દિવસે આપણે બધાએ આપણા ગુરુનો આદર કરવો જોઈએ અને તેમના દ્વારા આપવામાં આવેલા ઉપદેશોને જીવનમાં આત્મસાત કરવાનો સંકલ્પ લેવો જોઈએ. આ દિવસે લોકો સોશિયલ મીડિયા પર ગુરુ પૂર્ણિમા સંબંધિત પોસ્ટ્સ અને સંદેશાઓ પણ શેર કરી રહ્યા છે. અહીં ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુ વંદના શ્લોક આપ્યા છે. જેનાથી તના પાઠ કરીને તમે જીવનામાં માર્ગદર્શન અને સફળતા મેળવી શકો છો.
गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः।गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः॥
ગુરુ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે, તે જ સાક્ષાત પરબ્રહ્મ છે, તે શ્રી ગુરુને નમસ્કાર.-શુભ ગુરુ પૂર્ણિમાના
गुरु गोबिंद दोऊ खड़े, काके लागूं पांय।बलिहारी गुरु आपने। गोबिंद दियो बताय॥
ગુરુ અને ગોવિંદ, એટલે કે ભગવાન અને ગુરુ એકસાથે ઉભા છે, તો પહેલા કોના ચરણ સ્પર્શ કરવા જોઈએ – ગુરુના કે ગોવિંદના? આવી સ્થિતિમાં, ગુરુના ચરણોમાં માથું નમાવવું શ્રેષ્ઠ છે, જેના કારણે આપણે ગોવિંદના દર્શન કરવાને લાયક બનીએ છીએ. -શુભ ગુરુ પૂર્ણિમાના
अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम्।तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः॥”
સમગ્ર વિશ્વમાં વ્યાપી રહેલા ભગવાનની પાસે આપણને લઈ જનારા ગુરુને વંદન.- ગુરુ પૂર્ણિમાની શુભકામનાઓ.
विद्यां ददाति विनयं विनयाद्याति पात्रताम्।पात्रत्वाद्धनमाप्नोति धनाद्धर्मं ततः सुखम्॥
ગુરુ જ્ઞાન આપે છે, જ્ઞાનથી નમ્રતા આવે છે, નમ્રતાથી ક્ષમતા આવે છે, ક્ષમતાથી સંપત્તિ આવે છે અને સંપત્તિથી ધર્મ અને સુખ આવે છે. – ગુરુ પૂર્ણિમાની શુભકામનાઓ
- આ પણ વાંચોઃ- ગુરુ પૂર્ણિમાના દિવસે 5 વસ્તુનું કરો દાન
 
यस्य देवे परा भक्तिः यथा देवे तथा गुरौ।तस्यैते कथिता ह्यर्थाः प्रकाशन्ते महात्मनः॥
જે વ્યક્તિ પોતાના ગુરુ પ્રત્યે એટલી જ ભક્તિ ધરાવે છે જેટલી તેને ભગવાન પ્રત્યે છે, તેના માટે જ્ઞાન પ્રગટ થાય છે.
- આ પણ વાંચોઃ- Guru Purnima 2025 : ગુરૂ પૂર્ણિમા પર બની રહ્યો છે આ બે યોગનો સંયોગ, જાણો દાન-સ્નાનનું શુભ મુહૂર્ત અને મહત્વ
 
न गुरोरधिकं तत्त्वं न गुरोरधिकं तपः।तत्त्वज्ञानात्परं नास्ति तस्मै श्रीगुरवे नमः॥
ગુરુથી મોટો કોઈ સિદ્ધાંત નથી, ન તપસ્યા છે, ન તત્વજ્ઞાન છે, તે ગુરુદેવને વંદન. – ગુરુ પૂર્ણિમાની શુભકામનાઓ.





