scorecardresearch

27 એપ્રિલે ગુરુ પુષ્ય યોગની સાથે બની રહ્યો છે અદ્ભૂત સંયોગ, આ કામોને કરવાથી થઈ શકે છે ધન-ધાન્યમાં વૃદ્ધિ

Guru pushya yoga : જ્યોતિષના મુહૂર્ત શાસ્ત્રમાં 27 નક્ષત્રોમાં પુષ્ય નક્ષત્રને સર્વક્ષેષ્ય માનવામાં આવે છે. આ દિવસે શુભ અને મંગળકારી કાર્યો કરવાથી અનેક ગણા વધારે શુભ ફળો પ્રાપ્ત થાય છે.

guru gochar, guru uday, pushya nakshatra na upay
ગુરુ પુષ્ય નક્ષત્ર સાથે અદ્ભુત યોગ

Guru Pushya yoga 2023 : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પુષ્ય યોગ દરેક મહિનામાં આવે છે. પરંતુ જ્યારે આ ગુરુવારના દિવસે આવે છે ત્યારે ગુરુ પુષ્ય યોગ અને રવિવારે આવે તો રવિ પુષ્ય યોગ કહેવામાં આવે છે. જ્યોતિષના મુહૂર્ત શાસ્ત્રમાં 27 નક્ષત્રોમાં પુષ્ય નક્ષત્રને સર્વક્ષેષ્ય માનવામાં આવે છે. આ દિવસે શુભ અને મંગળકારી કાર્યો કરવાથી અનેક ગણા વધારે શુભ ફળો પ્રાપ્ત થાય છે. માનવામાં આવે છે કે આ દિવસે લગ્ન સિવાય દરેક કામનોને કરવા માટે સફળતા જરૂર પ્રાપ્ત થાય છે. એપ્રિલ મહિનામાં આવનારા ગુરુ પુષ્ય યોગ ખુબ જ ખાસ છે.

એપ્રિલનો ગુરુ પુષ્ય યોગ કેમ છે ખાસ?

27 એપ્રિલના રોજ થનાર ગુરુ પુષ્ય યોગ ખુબ જ ખાસ છે કારણ કે આ દિવસે ગુરુ ગ્રહ ઉદય થનાર છે. જેની સાથે મંગળ અને શુભ કામ થવાના શરુ થઈ જશે. એટલું જ નહીં આ દિવસે અમૃત સિદ્ધ યોગ, સર્વાર્થસિદ્ધિ યોગ પણ બની રહ્યો છે. આટલા શુભ યોગ બનાવથી દરેક વ્યક્તિ દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય છે.

આ પણ વાંચોઃ- આ દિશામાંથી ઉભા રહીને શિવલિંગ પર પાણી ન ચઢાવો, ભગવાન શિવની પૂજાનું પૂરું ફળ નથી મળતું!

ક્યારે લાગશે ગુરુ પુષ્ય યોગ?

હિન્દુ પંચાગ અનુસાર ગુરુ પુષ્ય યોગ 27 એપ્રિલ 2023ના ગુરુવારે સવારે 7 વાગ્યાથી શરુ થીને 28 એપ્રિલ સવારે 6.7 વાગ્યા સુધી રહેશે. આ સાથે સર્વાર્થ સિદ્ધ યોગ સવારે 6.59 વાગ્યાથી શરુ થઈને 28 એપ્રિલે સવારે 5.59 વાગ્યા સુધી રહેશે. આ સાથે અમૃતસિદ્ધિ યોગ પણ સર્વાર્થ સિદ્ધ યોગ સાથે જ રહેશે.

ગુરુ પુષ્યમાં જન્મેલા લોકોનું ભવિષ્ય

નારદ પુરાણ અનુસાર ગુરુ પુષ્ય નક્ષત્રમાં જન્મેલા લોકો ખુબ જ સફળ માનવામાં આવે છે. આ નક્ષત્રમાં જન્મેલા લોકો બળવાન, દયાળુ, ધાર્મિક પ્રવૃત્તિની સાથે સત્યવાદી હોય છે અને ખુબ જ ધનવાન પણ બને છે.

આ પણ વાંચોઃ- ચાલી રહી છે શનિ દેવની સાડાસાતી, ના કરો આ કામ, નહીં તો થશે ભારે નુકસાન

ગુરુ પુષ્ય યોગ પર કરો આ કામ

  • ગુરુ પુષ્ય યોગમાં ધર્મ-કર્મ, અનુષ્ઠાન, મંત્ર દીક્ષા અનુબંધ, વ્યાપાર આરંભ કરવા માટે અતિશુભ માનવામાં આવે છે.
  • ગુરુ પુષ્ય યોગમાં ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરો. આ સાથે જ વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો લાભકારી સિદ્ધ થઇ શકે છે. આ સાથે જ કુંડળીમાં ગુરુની સ્થિતિ મજબૂ થાય છે.
  • ગુરુ પુષ્ય યોગમાં જરૂરમંદ વ્યક્તિને અનાજ, જળ, વસ્ત્ર, પૈસા વગેરે દાન જરૂર કરો. આવું કરવાથી કંડુળીમાં ગુરુની સ્થિતિ મજબૂત થઈ શકે છે.
  • ગુરુ પુષ્ય યોગ અને ગુરુ ઉદયના સમયે સત્તૂ,ગોળ, પાણી, ઘી, માટીનો ઘડો આપવો લાભકારી માનવામાં આવે છે.

Web Title: Guru pushya yoga wonderful coincidence guru gochar astrology

Best of Express