Hanuman Jayanti 2024 : હનુમાન જયંતિ ક્યારે છે 23 કે 24 એપ્રિલ? જાણો તારીખ, પૂજા મુહૂર્ત અને મહત્વ

Hanuman Jayanti 2024 Date : હનુમાન જયંતિનું હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ છે. આ તહેવારને શક્તિ, ભક્તિ અને નિષ્ઠાનું પ્રતિક માનવામાં આવે છે

Written by Ashish Goyal
April 12, 2024 23:05 IST
Hanuman Jayanti 2024 : હનુમાન જયંતિ ક્યારે છે 23 કે 24 એપ્રિલ? જાણો તારીખ, પૂજા મુહૂર્ત અને મહત્વ
Hanuman Jayanti 2024 Date : હિન્દુ પંચાંગ અનુસાર શ્રી રામના પરમ ભક્ત હનુમાનજીનો જન્મ ચૈત્રી પૂર્ણિમાના દિવસે થયો હતો (તસવીર - જનસત્તા)

Hanuman Jayanti 2024 Date : હિન્દુ પંચાંગ અનુસાર શ્રી રામના પરમ ભક્ત હનુમાનજીનો જન્મ ચૈત્રી પૂર્ણિમાના દિવસે થયો હતો. આ કારણે દર વર્ષે આ દિવસને હનુમાન જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર હનુમાનજીનો જન્મ ચૈત્રી પૂર્ણિમાના દિવસે વાનરરાજ કેસરી અને માતા અંજનાના ઘરમાં થયો હતો. આ દિવસે હનુમાનજીની વિધિવત પૂજા કરવાથી વ્યક્તિને દરેક દુઃખ અને પીડામાંથી મુક્તિ મળે છે અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આવો જાણીએ હનુમાન જયંતીનો શુભ સમય, મંત્ર અને મહત્વ.

હનુમાન જયંતિ 2024 તારીખ અને શુભ સમય

ચૈત્ર પૂર્ણિમા તિથિ પ્રારંભ – 23 એપ્રિલને સવારે 3: 25 મિનિટથી થાય છે.

ચૈત્ર પૂર્ણિમા તિથિ સમાપ્ત – 24 એપ્રિલે સવારે 5:18 મિનિટ સુધી.

હનુમાન જયંતિ તિથિ – 23 એપ્રિલ, મંગળવાર

હનુમાન જયંતિ પૂજા શુભ મુહૂર્ત

પૂજા મુહૂર્ત – 23 એપ્રિલના રોજ સવારે 9.03થી 10.41 વાગ્યા સુધી રહેશે.બ્રહ્મ મુહૂર્ત – 23 એપ્રિલ સવારે 4:20 થી સાંજે 5:04 વાગ્યા સુધી.અભિજીત મુહૂર્ત – સવારે 11:53 થી બપોરે 12:46 સુધી.

આ પણ વાંચો – ચૈત્રી નવરાત્રી શુભ સંકેત, દુર્ગા માતા પ્રશન્ન થયા છે કે નહીં? આ પાંચ વસ્તુથી નક્કી કરો

હનુમાન જયંતિ 2024 પર વિશેષ સંયોગ

આ વર્ષે હનુમાન જયંતિ મંગળવારે આવે છે. આવી સ્થિતિમાં આ જયંતિમાં પૂજા કરવાથી અનેક ગણું વધારે ફળ પ્રાપ્ત થશે. આ સાથે સવારથી લઇને રાતના 10.32 વાગ્યા સુધી ચિત્રા નક્ષત્ર રહેશે.

હનુમાન જયંતિ 2024 મહત્વ

હિંદુ ધર્મમાં હનુમાન જયંતિનું વિશેષ મહત્વ છે. આ તહેવારને શક્તિ, ભક્તિ અને નિષ્ઠાનું પ્રતિક માનવામાં આવે છે. આ દિવસે હનુમાનજીની વિધિવત પૂજા કરવાથી વ્યક્તિને દરેક પ્રકારના અવરોધોમાંથી મુક્તિ મળે છે અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આ સાથે જ ભગવાન શ્રી રામ પણ પ્રસન્ન થાય છે.

એવું કહેવાય છે કે ભગવાન હનુમાનનો જન્મ સૂર્યોદય સમયે થયો હતો આ કારણે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને તમામ કાર્ય, સ્નાન વગેરે કર્યા પછી હનુમાનજીની વિધિવત પૂજા કરવામાં આવે છે. આ સાથે આ દિવસે હનુમાન ચાલીસા, મંત્ર વગેરે વાંચવાથી હનુમાનજીની કૃપા રહે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ