Hanuman Jayanti 2024: આજે હનુમાન જયંતિ શુભ મુહૂર્તમાં આ મંત્ર સાથે કરો પૂજા પવનસુતની થશે કૃપા

Hanuman Jayanti 2024 Subh Muhurat Puja Vidhi and Mantras : હનુમાન જયંતિ ચૈત્રી પુનમ પર ઉજવાય છે. આ દિવસે બજરંગબલીની પૂજાનું ખાસ મહત્વ છે. હનુમાનજીની પૂજા કરવાથી બળ - બુદ્ધિ અને જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો ચાલો હનુમાનજીની પૂજાનું શુભ મુહૂર્ત, પૂજા સામગ્ર - વિધિ અને મંત્ર વિશે જાણીયે

Hanuman Jayanti 2024 Subh Muhurat Puja Vidhi and Mantras : હનુમાન જયંતિ ચૈત્રી પુનમ પર ઉજવાય છે. આ દિવસે બજરંગબલીની પૂજાનું ખાસ મહત્વ છે. હનુમાનજીની પૂજા કરવાથી બળ - બુદ્ધિ અને જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો ચાલો હનુમાનજીની પૂજાનું શુભ મુહૂર્ત, પૂજા સામગ્ર - વિધિ અને મંત્ર વિશે જાણીયે

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Hanuman Jayanti 2024 : હનુમાન જ્યંતિ થી શરૂ કરો હનુમાન ચાલીસા પાઠ, મળશે 11 ચમત્કારી ફાયદા

Hanuman Jayanti 2024 : હુનમાન જયંતિ દર વર્ષે ચૈત્રી પુનમના રોજ ઉજવાય છે.

Hanuman Jayanti 2024 in Gujarati : હનુમાન જયંતિ વૈદિક પંચાંગ મુજબ દર વર્ષે ચૈત્રી પુનમના દિવસે ઉજવાય છે. આજે 23 એપ્રિલ, 2024, મંગળવારના રોજ હનુમાન જયંતી ઉજવવામાં આવશે. એવી માન્યતા છે કે હનુમાનજીની પૂજા કરવાથી વ્યક્તિને બળ બુદ્ધની પ્રાપ્તિ થાય છે. તેમજ હનુમાનજી ભક્તોને મુશ્કેલીમાંથી બચાવે છે. બજરંગ બલીનું નામ લેવાથી દુઃખ, તકલીફ, ભૂત - પિશાચ દૂર દૂરથી જ ભાગી જાય છે. તો ચાલો જાણીયે હનુમાન જયંતિ પર બજરંગબલીની પુજાનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ, મંત્ર અને આરતી

Advertisment

હનુમાન જયંતિ શુભ મુહૂર્ત (Hanuman Jayanti Shubh Muhurat)​

વૈદિક પંચાગ અનુસાર ચૈત્રી પુનમની તિથિ 23 એપ્રિલ 2024ના રોજ સવારે 3:24 વાગ્યાથી શરૂ થશે અને 24 એપ્રિલ 2024ના રોજ સવારે 5:17 વાગ્યે સમાપ્ત થશે. તેથી, ઉદય તિથિને ધ્યાનમાં રાખીને વર્ષ 2024માં 23 એપ્રિલના રોજ હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવશે.

હનુમાન જયંતિની પૂજાનું ખાસ મહાત્મય છે. હનુમાન જયંતિ પર બજરંગબલીની પૂજાનું શુભ મુહૂર્ત સવારે 3.25 કલાક થી સાંજે 5.18 વાગ્યા સુધી શરૂ થાય છે. આ દરમિયાન તમે બજરંગબલીની પૂજા કરી શકો છો. સાથે જ બીજો શુભ સમય 23 એપ્રિલના રોજ રાત્રે 08.14 થી 09.35 વાગ્યા સુધી છે.

હનુમાન જયંતિ 2024 પૂજા સમાગ્રી (Hanuman Jayanti 2024 Puja Samgri)

લાકડાનું બાજોઠ, બાજોઠ પર પાથવા માટે લાલ કલરનું આસન, લાલ લંગોટ, નાડાછડી, સિંદુર, પાણીનો કળશ, ચમેલીનું તેલ, પંચામૃત, ગંગાજળ, અક્ષત, ચંદન, આંકડાના ફુલની માળા, ગુલાબની માળા કે અન્ય કોઈ લાલ ફૂલ, અત્તર, ચણા અને ગોળ, નાળિયેર, કેળા કે અન્ય ફળો, ચુરમાના લાડુ, બુંદીના લાડુ પાનનું બીડું, દીપક, ધૂપ, કપૂર, ઘી, તુલસીના પાન, આરતી કરવા માટે થાળી.

Advertisment
Hanuman Jayanti 2024 in Gujarati | Hanuman Jayanti 2024 | Hanuman Jayanti puja vidhi | Hanuman Jayanti Subh Muhurat | Hanuman Jayanti Mantras | Hanuman image | Hanuman photo | lord Hanuman
હુનમાન જયંતિ પર બજરંગબલીની પૂજા કરવાથી બળ, બુદ્ધિ અને જ્ઞાન પ્રાપ્ત થાય છે. (Photo - freepik)

હનુમાન જયંતિ પૂજા વિધિ (Hanuman Jayanti Puja Vidhi)​

હનુમાન જયંતી પર પૂજા વિધિ માટે સવારે વહેલા ઉઠીને સ્વચ્છ કપડાં પહેરો. હવે મનમાં હનુમાનજીનું સ્મરણ કરો. જો તમે આ દિવસે વ્રત કરવા માંગો છો તો હાથમાં ગંગાજળ લઈને વ્રતનો સંકલ્પ લો. હવે એક બાજોઠ પર હનુમાનજીની મૂર્તિ કે હનુમાનજીના ફોટાની સ્થાપના કરો. હનુમાનજીને સિંદુર બહુ પ્રિય છે. આથી હનુમાનજીની મૂર્તિ કે ફોટાને સિંદુરનું તિલક કરો.

એક વાત ધ્યાન રાખો કે હનુમાનજીને આંકડાના ફુલનો હાર અતિ પ્રિય હોય છે. આથી હનુમાનજીને હંમેશા આંકડાના ફુલનો હાર પહેરાવો. તમે હનુમાનજીને લાલ ફુલ પણ અર્પણ કરી શકો છો. બજરંગબલીને ચમેલીનું તેલ, સિંદુર અને લાલ લંગોટ સાથે ચંદન અર્પણ કરો. હવે હનુમાનજીની સમક્ષ દીપ અને ધૂપ પ્રગટાવો. હનુમાનજીને આરતી કરો અને લાડુનો પ્રસાદ અર્પણ કરો. છેલ્લે સુંદરકાંડ અને હનુમાન ચાલીસાનો પાઠ કરો.

Hanuman Jayanti 2024, Hanuman Jayanti, Hanuman Jayanti 2024 Date
Hanuman Jayanti 2024 Date : હિન્દુ પંચાંગ અનુસાર શ્રી રામના પરમ ભક્ત હનુમાનજીનો જન્મ ચૈત્રી પૂર્ણિમાના દિવસે થયો હતો (તસવીર - જનસત્તા)

હનુમાન જયંતિ મહત્વ (Hanuman Jayanti Importance)

હનુમાન જયંતીનું વિશેષ મહત્વ છે. આ દિવસે હનુમાનજીની પૂજા કરવાથી બળ, બુદ્ધિ અને જ્ઞાન પ્રાપ્ત થાય છે. તેમજ આ દિવસે હનુમાનજીની વિધિવત પૂજા કરવાથી વ્યક્તિને દરેક પ્રકારની મુશ્કેલી અને સમસ્યામાંથી મુક્તિ મળે છે અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. જો વ્યક્તિની કુંડળીમાં મંગળ અશુભ હોય તો બજરંગબલીની પૂજા કરવાથી મંગળની અશુભ અસરથી બચી શકાય છે.

Hanuman Jayanti 2024 Mantras : હનુમાન જયંતિ પર આ મંત્રોનો જાપ કરો

હું હનુમંતે નમઃ ।।

हं हुनुमंते नमः

નાસે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમત બીરા ।।

नासै रोग हरे सब पीरा, जपत निरंतर हनुमत बीरा

ઓમ નમો હનુમતે રૂદ્વાવતારાય સર્વશત્રુસંહારણાય સર્વરોગ હરાય સર્વવશીકરણાય રામદૂતાય સ્વાહા ।।

ॐ नमो हनुमते रूद्रावताराय सर्वशत्रुसंहारणाय सर्वरोग हराय सर्ववशीकरणाय रामदूताय स्वाहा।

ઓમ નમો હનુમતે આવેશાય આવેશાય સ્વાહા ।।

ॐ नमो हनुमते आवेशाय आवेशाय स्वाहा ।।

આ પણ વાંચો | હનુમાન જ્યંતિ પર ભક્તોને મોકલો શ્રદ્ધાભર્યા શુભેચ્છા મેસેજ, થઈ જાઓ ભક્તિમય

ઓમ મહાબલાય બીરાય ચિરંજિવીન ઉદ્દતે, હારિણે વજ્ર દેહાય ચોલંગ્ધિતમહાવ્યયે । નમો હનુમતે આવેશાય આવેશાય સ્વાહા ।।

ॐ महाबलाय वीराय चिरंजिवीन उद्दते. हारिणे वज्र देहाय चोलंग्घितमहाव्यये। नमो हनुमते आवेशाय आवेशाय स्वाहा ।।

હનુમન્નંજની સુનો વાયુપુત્ર મહાબલ: અકસ્મા દાગતોત્પાંત નાશયાશુ નમોસ્તુતે ।।

हनुमन्नंजनी सुनो वायुपुत्र महाबल: अकस्मा दागतोत्पांत नाशयाशु नमोस्तुते ।।

મનોજવં મારુત તુલ્ય વેગં જીતેન્દ્રિયં બુદ્ધિમતા વરિષ્ઠં, વાતાત્મજં વાનરયૂથ મુખ્યં શ્રીરામદૂતં શરણં પ્રપધ્યે ||

मनोजवं मारुत तुल्य वेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं। वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये॥

તહેવાર ધર્મ ભક્તિ