Hanuman Jayanti 2025 Date and Time : હિન્દુ ધર્મમાં હનુમાન જયંતિનું વિશેષ મહત્વ છે. આ દિવસ બજરંગબલીને સમર્પિત છે. સાથે જ આ દિવસને હનુમાનજીના જન્મોત્સવ તરીરે ઉજવવામાં આવે છે. બજરંગબલીને શક્તિ, ભક્તિ અને સેવાનું પ્રતિક માનવામાં આવે છે. હિંદુ પંચાંગ મુજબ હનુમાન જયંતિ દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે.
માન્યતા છે કે જે વ્યક્તિ આ દિવસે વ્રત કરીને હનુમાનજીની પૂજા કરે છે, તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. સાથે જ કષ્ટોથી મુક્તિ મળે છે. આ વર્ષે હનુમાન જયંતિ 12 એપ્રિલે મનાવવામાં આવશે. આવો જાણીએ પૂજાની તારીખ અને શુભ મુહૂર્ત,
હનુમાન જયંતિ 2025 તારીખ
વૈદિક પંચાંગ અનુસાર, ચૈત્ર પૂર્ણિમા તિથિ 12 એપ્રિલ, 2025 ના રોજ સવારે 03:20 વાગ્યે શરૂ થશે. તે બીજા દિવસે 13 એપ્રિલ 2025 ના રોજ સવારે 05:52 વાગ્યે સમાપ્ત થશે. આમ 12 એપ્રિલના રોજ હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવશે.
આ પણ વાંચો – શ્રીકૃષ્ણ પાસેથી શીખો જીવનને આસાન અને સુંદર બનાવવાની રીત
હનુમાન જયંતિ શુભ મુહૂર્ત 2025
આ વખતે હનુમાન જયંતિ પર પૂજા માટે બે શુભ સમય બની રહ્યા છે. પહેલું મુહૂર્ત 12 એપ્રિલના રોજ સવારે 7:34થી 9:12 વાગ્યા સુધીનું છે. આ પછી બીજું શુભ મુહૂર્ત સાંજે 6.46 થી 8.08 વાગ્યા સુધીનું રહેશે.
હનુમાન જયંતિનું ધાર્મિક મહત્વ
ધાર્મિક ગ્રંથો અનુસાર હનુમાનજી જ એક માત્ર એવા દેવ છે જે આજે પણ પૃથ્વી પર છે. તેથી હનુમાન જયંતિના દિવસે બજરંગબલીની પૂજા કરવાથી બળ અને બુદ્ધિ આવે છે. તેમજ તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.