Hanuman Jayanti 2025: હનુમાન જયંતી હિન્દુ પંચાગ અનુસાર ચૈત્ર પુનમ તીથિ પર ઉજવાય છે. આ વખતે હનુમાન જયંતી 12 એપ્રિલ, શનિવારે ઉજવશે. પવનપુત્ર હનુમાનજીનો પ્રાગટ્ય દિવસ દેશભરમાં ધામધૂમથી ઉજવાય છે. ભગવાન શંકરના રુદ્ર અવતાર હનુમાનજીના ભારતમાં ઘણા મંદિરો છે. હનુમાનજીના દર્શનથી નકારાત્મક શક્તિઓ અને મુશ્કેલીઓ દૂર થાય છે તેમજ જીવનમાં શાંતિનો અનુભવ થાય છે. અહીં રાજસ્થાનના એક પ્રખ્યાત હનુમાન મંદિર મેહંદીપુર બાલાજી મંદિર વિશે જાણકારી આપી છે, જે ગુજરાતના સારંગપુર કષ્ટભંજન હનુમાન મંદિર જેટલું જ ચમત્કારી છે. રાજસ્થાનમાં આ મંદિર ક્યાં આવેલું અને ઓછા બજેટમાં કેવી રીતે યાત્રા કેવી તેન સંપૂર્ણ જાણકારી આપી છે.
મેહંદીપુર બાલાજી મંદિર ક્યાં છે?
મેહંદીપુર બાલાજી મંદિર રાજસ્થાનનું એક ચમત્કારી હનુમાન મંદિર છે, જે લગભગ 1000 વર્ષ જુનું પ્રાચીન મંદિર છે. મેહંદીપુર બાલાજી મંદિર રાજસ્થાનના દૌસા જીલ્લામાં આવેલું છે. કહેવાય છે કે, મેહંદીપુર બાલાજી મંદિરમાં દર્શન કરનાર ભક્તો નકારાત્મક શક્તિ, વળગાડ માંથી મુક્તિ મેળવે છે. આ હનુમાન મંદિરમાં દર્શન કર્યા બાદ વ્યક્તિને એક અલગ ઉર્જાનો અનુભવ થાય છે.
મેહંદીપુર બાલાજી ધામ બે પહાડો વચ્ચે આવેલું છે. આ મંદિરમાં બાલાજી હનુમાન ઉપરાંત પ્રેતરાજ સરકાર અને ભૈરવ બાબાની મૂર્તિઓ સ્થાપિત છે. માન્યતા મુજબ મેહંદીપુર બાલાજી મંદિરમાં દર્શન કરવા માત્રથી ભક્તોના બધા કષ્ટ દૂર થાય છે. અહીં ભૂત પ્રેત વળગાડ અને નકારાત્મક શક્તિ માંથી છુટકારો મળે છે. અહીં પ્રેતરાજ સરકારના અદલાત ભરાય છે, જ્યાં ભૂત પ્રેત જેવી નકારાત્મક શક્તિઓ ટકી શકતી નથી. આથી મહેંદીપુર બાલાજી મંદિરને ભૂતોને જેલ પણ કહેવાય છે.
તાળામાં કેદ થાય છે ભૂત પ્રેત
મહેંદીપુર બાલાજી મંદિરના એક ખુણામાં ઘણા બધા તાળા લટકેલા જોવા મળે છે. માન્યતા મુજબ, ભૂલ પ્રેત કે વળગાડથી પરેશાન લોકો અહીં તાળું બાંધીને જાય છે. તાળું બાંધવાનો અર્થ એવો છે કે, ભૂત પ્રેતનો વળગાડ જે વ્યક્તિને લાગ્યો હોય તેના શરીર માંથી નીકળી આ તાળામાં કેદ થઇ જાય છે.
મહેંદીપુર બાલાજી મંદિર કેવી રીતે પહોંચવું?
જો તમે ઓછા બજેટમાં હનુમાન જયંતી પર મેહંદીપુર બાલાજી મંદિરના દર્શન કરવા માંગો છો, તો તમે બસ કે ટ્રેનમાં મુસાફરી કરી શકો છો. મેહંદીપુર બાલાજી મંદિર જવા માટે તમારે બસ કે ટ્રેનમાં બેસીને જયપુર કે દૌસા જવું પડશે. નજીકનું એરપોર્ટ જયપુર એરપોર્ટ છે જ્યાં મહેંદીપુર બાલાજી મંદિર 112 કિમી દૂર આવેલું છે. દૌસા રેલવે સ્ટેશનથી મહેંદીપુર બાલાજી મંદિર 50 કિમી દૂર આવેલું છે. તો બાંદીકુઈ રેલવે સ્ટેશનથી આ હનુમાન મંદિર 35 કિમી દૂર છે. જયુપર અને દૌસાથ મહેંદીપુર બાલાજી મંદિર આવવા માટે ઘણા કાર અને ખાનગી વાહનો ઉપલબ્ધ છે.
મહેંદીપુર બાલાજી મંદિરમાં ક્યાં રહેવું?
મેહંદીપુર બાલાજી મંદિર ધામમાં રોકવા માટે ઘણી ધર્મશાળા અને હોટેલો છે. અહીં તમને એસી અને નોન એસી રૂમ મળશે. તમારા બજેટ અનુસાર તમે હોટેલ કે ધર્મશાળામાં રોકાણ શકો છો.





