Hanuman Jayanti 2025: ધન સમૃદ્ધિ માટે હનુમાન જંયતિ પર કરો 5 ચમત્કારી ઉપાય, બજરંગબલી બધી મનોકામના પુરી કરશે

Hanuman Jayanti 2025 Upay: હનુમાન જયંતી ચૈત્ર પુનમ તિથિ પર ઉજવાય છે. હનુમાન જયંતી પર વિશેષ ઉપાય કરવાથી બજરંગબલીની કૃપાથી સાધકને તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.

Written by Ajay Saroya
April 11, 2025 11:53 IST
Hanuman Jayanti 2025: ધન સમૃદ્ધિ માટે હનુમાન જંયતિ પર કરો 5 ચમત્કારી ઉપાય, બજરંગબલી બધી મનોકામના પુરી કરશે
Hanuman Jayanti 2025 Upay: હનુમાન જયંતી પર વિશેષ પૂજા વિધિ અને ઉપાય કરવાથી બજરંગબલીની કૃપા પ્રાપ્ત થાય છે.

Hanuman Jayanti 2025 Upay: હનુમાન જયંતીનું વિશેષ મહત્વ છે. હનુમાન જયંતી ચૈત્ર પુનમ તિથિ પર ઉજવાય છે. આ વખતે 12 એપ્રિલ, શનિવારે હનુમાન જયંતી ઉજવાશે. ચૈત્ર પુનમ શનિવારે હોવાથી હનુમાન જયંતીનું મહત્વ વધી જાય છે. હનુમાન જયંતી પર પવનપુત્ર બજરંગબલીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. તેનાથી જીવનના કષ્ટ દૂર થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે કેટલાક ઉપાય કરવાથી ધન અને સમૃદ્ધિ આવે છે. સાથે જ બજરંગબલીની વિશેષ કૃપા રહે છે. આવો જાણીએ ચમત્કારી ઉપાય વિશે

આર્થિક સ્થિતિ સુધારવા માટે

હનુમાન જયંતીના દિવસે હનુમાન મંદિરમાં બજરંગબલીની વિશેષ પૂજા કરો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. બે લવિંગ નાંખી તેલનો દીવો પ્રગટાવો. આમ કરવાથી આર્થિક સ્થિતિ સુધરે છે. સાથે જ નવી આવકના માર્ગ ખુલવા લાગે છે.

હનુમાન કવચનો પાઠ કરો

હનુમાન જયંતીના દિવસે હનુમાન કવચનો પાઠ કરવો જોઈએ, આ ઉપરાંત બુંદીનો પ્રસાદ હનુમાનજીને અર્પણ કરી ગરીબ અને નાના બાળકોમાં વહેંચી દેવો જોઈએ. આમ કરવાથી જીવનમાં સમૃદ્ધિ આવે છે. સાથે જ સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે.

હનુમાનજીને ચોલા અર્પણ કરો

હનુમાન જયંતિ નિમિત્તે બજરંગબલીને સિંદૂર, મીઠું પાન અને ચોલા ચઢાવો. આ પછી, તમારા કપાળ પર પણ સિંદૂર લગાવો. આમ કરવાથી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ સાથે સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

શનિ દોષ માંથી મુક્તિ

શનિના ઢૈયા અને સાડા સાતી પનોતીની અસરથી બચવા માટે હનુમાન જયંતીના દિવસે તમારે પંચમુખી હનુમાન કવચનો પાઠ કરવો જોઈએ અને તેમને પીળા ફૂલ અર્પણ કરી તેને પાણીમાં વિસર્જિત કરવા જોઈએ. આવુ કરવાથી શનિ દોષ માંથી મુક્તિ મળે છે.

બધી જ ઈચ્છાઓ પૂરી થશે

હનુમાન જયંતીના દિવસે સુંદર કાંડનો પાઠ કરો અને બજરંગબલીની મૂર્તિ સામે ઘીના 6 દીવા પ્રગટાવો. આ ઉપાયથી તમારા જીવનની સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે. સાથે જ બધી ઈચ્છાઓ પણ પૂરી થશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ