Hanuman Jayanti 2025 : હિન્દુ ધર્મમાં હનુમાન જયંતિનું વિશેષ મહત્વ છે. આ દિવસ બજરંગબલીને સમર્પિત છે. સાથે જ આ દિવસને હનુમાનજીના જન્મોત્સવ તરીરે ઉજવવામાં આવે છે. આ વર્ષે હનુમાન જયંતિ 12 એપ્રિલે મનાવવામાં આવશે. હિન્દુ ધર્મમાં હનુમાનજીને કળિયુગના દેવતા કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે હનુમાનજી હજુ પણ પૃથ્વી પર છે.
માન્યતાઓ અનુસાર હનુમાનજીની પૂજા કરવાથી ભક્તોને જીવનમાં આવતા તમામ પ્રકારના ભય, મુશ્કેલીઓ અને અવરોધોમાંથી મુક્તિ મળે છે. જ્યારે મંગળવાર અને શનિવારે હનુમાનજીની પૂજાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. ચાલો જાણીએ કે આ દિવસે હનુમાનજીની પૂજા કેમ કરવામાં આવે છે.
મંગળવારે કેમ કરવામાં આવે છે પૂજા
એવું માનવામાં આવે છે કે મંગળવારે હનુમાનજીની પૂજા કરવાથી ભક્તોને વિશેષ લાભ મળે છે. એવું માનવામાં આવે છે કે હનુમાનજી મંગળ ગ્રહના સ્વામી છે, તેથી આ દિવસે તેમની પૂજા કરવાથી મંગળ દોષનો નાશ થાય છે. મંગળવારે હનુમાનજીની પૂજા કરવાથી ભક્તોને શક્તિ, હિંમત અને ઉર્જા મળે છે.
આ પણ વાંચો – હનુમાન જયંતિ ક્યારે છે? જાણો તારીખ, શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ
આ સાથે આ દિવસે હનુમાનજીની પૂજા કરવાથી દુષ્ટ શક્તિઓ અને નકારાત્મક ઉર્જાથી પણ મુક્તિ મળી શકે છે. (ફોટો: પેક્સેલ્સ)
શનિવારે પૂજા કેમ કરીએ છીએ?
શનિવારનો સંબંધ શનિદેવ સાથે છે. આ દિવસે હનુમાનજીની પૂજાનું વિશેષ મહત્વ છે. શનિવારે હનુમાનજીની પૂજા કરવાથી તમે તમારી કુંડળીમાંથી શનિ દોષ દૂર કરી શકો છો. ધાર્મિક માન્યતાઓ અનુસાર હનુમાનજીએ જ શનિદેવને રાવણના કારાગરમાંથી મુક્ત કરાવ્યા હતા. આ પછી શનિદેવે અંજનીપુત્રને વરદાન આપ્યું કે જે પણ ભક્ત શનિવારે હનુમાનજીની પૂજા કરશે તે શનિના પ્રકોપથી મુક્ત મળશે. આ કારણોસર શનિ દોષથી રાહત મેળવવા માટે શનિવારે હનુમાનજીની પૂજા કરવામાં આવે છે.
આ સાથે જે લોકોની કુંડળીમાં શનિદેવની સાડા સાતી અથવા ઢૈયા ચાલી રહી છે તે પણ શનિવારે હનુમાનજીની પૂજા કરીને મુક્તિ મેળવી શકે છે.