Happy Maha Shivaratri 2024 Best Wishes: મહાશિવરાત્રી ભગવાન શંકરની રાત્રિપૂજાનો ખાસ દિવસ છે. મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. દેશભરમાં શિવભક્તો દ્વારા બે શક્તિઓના મિલનનો આ દિવસ ખૂબ જ ધામધૂમથી અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. હાલનો સમય ડિજિટલ યુગનો છે. લોકો વોટ્સઅપ મેસેજ કે અન્ય સોશિયલ મીડિયા પર ઈમેજ – ફોટા શેર કરીને પોતાના પરિવારજન, મિત્રો અને સગાસંબંધીઓનો શુભકામના પાઠવે છે.
એવું કહેવાય છે કે, સવારમાં ભગવાનના દર્શન કરવાથી દિવસ શુભ જાય છે અને મુશ્કેલીઓ દૂર થાય છે. આથી આ મહાશિવરાત્રિ ના શુભ દિવસે તમે ભોળેનાથની પૂજા કેવી રીતે કરશો, ઉપવાસ માટે ફરાળી વાનગી બનાવો તેમજ તમારા પ્રિયજનોને ખાસ મેસેજ મોકલી શુભકામના પાઠવી શકો છો. અહીંયા મહાશિવરાત્રિ શુભકામના અમુક ખાસ ઈમેજ – ફોટા તમારી સમક્ષ રજૂ કર્યા છે, જેના વડે તમારે આ પવિત્ર પાવન દિવસની શુભેચ્છા મોકલી શકો છો.
મહાશિવરાત્રી 2024 શુભેચ્છા સંદેશ
યે કૈસી ઘટા છાઇ હૈહવા મે નઇ સુર્ખી આઇ હૈફૈલી હૈ જો સુગંધ હવા મેલગતા હૈ મહાદેવ કી બારાત આઇ હૈ
તન કી જાને, મન કી જાને,જાને ચિત્ત કી ચોરી,ઉસ મહાકાલ સે ક્યા છિપાવે,જિસકે હાથમાં સબ કી ડોરી…જય શ્રી મહાકાલ
ૐ ત્રયમ્બકં યજામહે ।સુગન્ધિમ્ પુષ્ટિવર્ધનમ્ ।ઉર્વારૂકમિવ બન્ધનામ્ ।મૃત્યોર્મુક્ષીયમામૃતાત્ ।।મહાશિવરાત્રિ
જિનકે રોમ રોમ મેં શિવ હૈવહીં વિષ પિયા કરતે હૈજમાના ઉન્હે ક્યા જલાયેગાજો શ્રૃંગાર હી અંગાર સે કિયા કરતે હૈમહાશિવરાત્રિ
કરતા કરે ન કર શકે, શિવ કરે સો હોયતીન લોક નો ખંડ મેં, શિવક સે બડા ન કોઇમહાશિવરાત્રિ
શિવ હી સત્ય હૈ, શિવ હી અનંત હૈશિવ હી અનાદિ હૈ, શિવ હી ભગવંત હૈશિવ હી બ્રહ્મ હૈ, શિવ હી ઓમકાર હૈશિવ હી શક્તિ હૈ, શિવ હી ભક્તિ હૈમહાશિવરાત્રિ
અકાલ મૃત્યુ વો મરે, જો કમઁ કરે ચંડાલ કાકાલ ઉસકા ક્યાં કરે, જો ભક્ત હો મહાકાલ કાજય શ્રી મહાકાલ
ચિંતા હરે ચિતામણ, ક્ષિપ્રા કરે નિહાલદયા કરે મા હરસિદ્ધિ, રક્ષા કરે મહાકાલ
આ પણ વાંચો | મહાશિવરાત્રી ઉપાય : મહાશિવરાત્રી પર ભૂલથી પણ ન કરો આ કામ, ભોળાનાથ થશે કોપાયમાન
મહાશિવરાત્રી મહત્ત્વ
એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. આ દિવસે ભક્તો ઉપવાસ કરે છે અને ભગવાન શિવની વિધિવત પૂજા કરે છે. આ દિવસે બાબા ભોલેનાથના દર્શન કરવા માટે શિવ મંદિરમાં ભારે ભીડ હોય છે. આ દિવસે ભોલેનાથની પૂજા કરવાથી વ્યક્તિની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે અને વ્યક્તિને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.