vikram samvat 2080: વૈદિક પંચાગ અનુસાર હિન્દુ નવવર્ષની શરુઆત 22 માર્ચથી થઇ રહી છે. આ દિવસોથી વિક્રમ સંવત 2080 શરુ થઈ રહ્યું છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે બ્રહ્માજીએ સૃષ્ટીની રચના કરી હતી. આ ઉપરાંત આ તિથિથી માતા દુર્ગા 9 દિવસો માટે લોકોના ઘરમાં વિરાજે છે. આ તિથિનું જ્યોતિષમાં ખાસ મહત્વ છે.
આગામી એક વર્ષ કયા લોકો માટે થોડો ઉતાર-ચઢાવ ભર્યો સાહિત થઇ શકે છે. કારણ કે શનિ દેવે શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. શતભિષા નક્ષત્રનો સ્વામી રાહુ ગ્રહ છે. પરંતુ શતભિષા નક્ષત્ર પહેલા અને અંતિમ ચરણનો સ્વામી ગુરુ છે. આ સમય શનિ શતભિષા નક્ષત્રના પહેલા ચરણમાં 17 ઓક્ટોબર સુધી રહેશે. જેના ચરણ સ્વામી ગુરુ છે. એટલા માટે આ રાશિઓને આગામી એક વર્ષ સુધી સાવધાન રહેવું પડશે.
નવા વર્ષે આવી રહેશે ગ્રહોની સ્થિતિ
હિન્દુ નવવર્ષની શરુઆત બુધવારથી થઈ રહી છે. આ દિવસે ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર છે. સાથે જ મીન રાશિમાં સૂર્ય, ચંદ્ર, ગુરુ, બુધ અને નેપચ્યુન રહેશે. આ ઉપરાંત મેષ રાશિમાં શુક્ર અને રાહુ રહેશે. સાથે જ મંગળ ગ્રહ મિથુન રાશિમાં રહીને શનિ સાથે નવપંચમ યોગ નબનાવશે.
આ રાશિઓને થોડું સાવધાન રહેવું જોઈએ
વૃષભ રાશિ
આ રાશિના જાતકો માટે આગામી એક વર્ષ થોડું ખર્ચીલું સાબિત થઇ શકે છે. તમારા રાશિના સ્વામી શુક્ર ગ્રહની સાથે મેષ રાશિમાં વિરાજમાન છે. એટલા માટે મોજ શોખની વસ્તુઓમાં તમારું વલણ વધારે રહેશે. સાથે જ કેટલાક નકામા ખર્ચા પણ થઇ શકે છે. જેનાથી તમારું બજેટ બગડી શકે છે. તમારે વિપરીતલિંગ અને સંબંધીઓથી થોડું સતર્ક રહેવું જોઇએ. નોકરી કારોબારમાં થોડી વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે. તમે નોકરી પણ આ વર્ષે બદલી શકો છો.
વૃશ્ચિક રાશિ
હિન્દુ નવું વર્ષ વૃશ્ચિક રાશિના જાતકો માટે થોડું મુશ્કેલી ભર્યું સાબિત થઇ શકે છે. કારણ કે તમારી રાશિનો સ્વામી ગોચર કુંડળીમાં આઠમા ભાવમાં ગોચર કરી રહ્યો છે. એટલા માટે તમારે ઇજા દુર્ઘઠનાનો સામનો કરવો પડી શકે છે. સાથે જ આર્થિક મામલાઓમાં કેટલીક પરેશાનીઓ આવી શકે છે. આ વર્ષે લોન લેવાથી બચો. આ વર્ષે સંબંધોમાં થોડી ખટાશ આવી શકે છે. સાથે જ દસ્તાવેજોને લઇને થોડી સતર્કતા રાખવી જરૂરી છે. નકામા વાદ-વિવાદમાં પડવાથી બચો.
મકર રાશિ
મકર રાશિના જાતકોએ આગામી એક વર્ષ માટે થોડું સંભાળીને ચાલવાની જરૂર છે. તમારા પર શનિની સાડાસાતી પણ ચાલી રહી છે. આ સાથે જ તમારા રાશિના સ્વામી શનિ દેવ મંગળની સાથે નવપંચમમાં રહેશે. એટલા માટે આ વર્ષે તમે અતિઉત્સાહમાં એવું કંઇક કરી શકો છો જેનાથી મને નુકસાન પહોંચી શકે છે. આ વર્ષે તમે શોખ અને યાત્રાઓ ઉપર ખુબ જ ખર્ચો કરી શકો છો. રોકાણ કરતા સમયે સાવધાની રાખવી જરૂરી છે. પરંતુ કોઈ પ્રોપર્ટીમાં રોકામ કરવું તમારા માટે શુભ સાબિત થઇ શકે છે.