scorecardresearch

હોળાષ્ટક 2023 : ક્યારે શરુ થશે હોળાષ્ટક? આ દરમિયાન કરો આ ઉપાય, સુખ-સમૃદ્ધિ અને ધનલાભ થવાની માન્યતા

Holashtak 2023 Upay: પંચાગ અનુસાર આ વર્ષે 28 ફેબ્રુઆરીથી હોળાષ્ટક શરુ થશે. 7 માર્ચે હોલિકા દહન સાથે પુર્ણ થશે. હોળાષ્ટક શબ્દ હોળી અને અષ્ટક સાથે મળીને બનાવે છે.

remedies for holashtak, holashtak upay, holashtak tone totke
હોળાષ્ટક

હોળીના આઠ દિવસ પહેલા હોળાષ્ટક શરુ થાય છે. પંચાગ અનુસાર આ વર્ષે 28 ફેબ્રુઆરીથી હોળાષ્ટક શરુ થશે. 7 માર્ચે હોલિકા દહન સાથે પુર્ણ થશે. હોળાષ્ટક શબ્દ હોળી અને અષ્ટક સાથે મળીને બનાવે છે. આનો અર્થ છે હોળીના આઠ દિવસ, શાસ્તોર અનુસાર હોળાષ્ટકમાં પણ કોઈપણ પ્રકારના શુભ કાર્ય નહીં કરવા જોઈએ. મતલબ ગૃહ પ્રવેશ, મુંડન, નામકરણ, લગ્ન-વિવાહ વગેરે ન કરવા જોઈએ. જ્યોતિષ શાસ્ત્રમાં હોળાષ્ટક દરમિયાન કેટલાક ઉપાયોનું પણ વર્ણન મળે છે. જેના કરવાથી સુખ-સમૃદ્ધિ અને આરોગ્યની પ્રાપ્તિ થઈ શકે છે. તો ચાલો જાણીએ આ ઉપાયો વિશે……

કરિયરમાં તરક્કી માટે કરો આ ઉપાય

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોળાષ્ટકના આઠ દિવસ દરમિયાન ચોખા, કેસર, ઘીથી હવન કરો, સાથે જ ભોળાનાથને શેરડીનો રસ અને પંચામૃતથી અભિષેક કરો. આવું કરવાથી સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. સાથે જ કરિયરમાં તરક્કીના યોગ બનશે.

અટકેલા કામ બનશે

જો તમારું કોઈ કામ બનતું નથી અથવા ખુબ જ પ્રયત્ન કરવા છતાં નોકરી અને આર્થિક તંગીનો સામનો કરવો પડી છે તો નોકરી અને રોજગાર સંબંધી સમસ્યાઓને દૂર કરવા માટે હોળાષ્ટકમાં કાળા તલ, લોખંડ, કાળી અડદને કાળા કપડામાં બાંધીને 5 માર્ચ શનિવારે કોઈપણ વ્યક્તિને દાનમાં આપવું અથવા શનિ મંદિરમાં અર્પણ કરવું. આવું કરવાથી તમારા અટકેલા કામોમાં સફળતા મળશે.

આ પણ વાંચોઃ- હોળી 2023 : ફાગણ પૂર્ણિમા ક્યારે છે? જાણો – તારીખ, શુભ મુહૂર્ત અને સ્નાન-દાનનો ઉપાય

આર્થિક તંગીથી મળી શકે છે મુક્તિ

ખુબ જ મહેનત બાદ પણ ધન સંચય કરવામાં તમે અસફળ રહો છો અને નકામા ખર્ચા થતા હોય તો હોળાષ્ટકના દિવસે પીળી સરસવ, હળદરની ગાંઠ, ગોળ અને કરેણના ફૂલથી હવન કરો. ત્યારબાદ શ્રીસૂક્ત અથવા મંગળ ઋણ મોચન સ્ત્રોતનો પાઠ કરો. આવું કરવાથી આર્થિક સ્થિતિમાં સુધાર આવી શકે છે. આ સાથે જ સેવિંગ કરવામાં પણ તમે સફળ રહેશો.

આ પણ વાંચોઃ- બુધ ગ્રહ પોતાના મિત્ર ગુરુની રાશિમાં થવા જઈ રહ્યા છે ઉદય, ત્રણ રાશિના લોકો માટે ધનલાભ અને પ્રગતિનો યોગ

નરસિંહ ભગવાનની પૂજા કરો

હોળાષ્ટકના દિવસોમાં ભગવાન નરસિંહની પૂજા-અર્ચના કરો. આવું કરવાથી તમારા ગુપ્ત શત્રુઓથી મુક્તિ મળી શકે છે. સાથે જ તમારે કોર્ટ – કચેરીના મામલાઓમાં પણ વિજય મળી શકે છે. કારણ કે શાસ્ત્રોમાં હોળાષ્ટકના સમય નરસિંહ ભગવાનની પૂજાનું મહત્વ દર્શાવ્યું છે.

Web Title: Holashtak holika dahan holi 2023 panchang upay pooja vidhi

Best of Express