હોળી 2024 : હોલીકા દહન સમયે રાશિ મુજબ કરો ઉપાય, શારીરિક અને આર્થિક સમસ્યા થશે દૂર

Holi 2024, Holika Dahan Upay According To Rashi Horoscope : હિન્દુ શાસ્ત્રોમાં હોળીની રાતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી છે. કહેવાય છે કે જે લોકોને ગ્રહ દોષે કે અન્ય સમસ્યાઓ હોય છે તેઓ હોળીની રાત્રે અમુક ઉપાયો કરીને તેમાંથી છુટકારો મેળવી શકે છે.

Written by Ajay Saroya
March 21, 2024 15:43 IST
હોળી 2024 : હોલીકા દહન સમયે રાશિ મુજબ કરો ઉપાય, શારીરિક અને આર્થિક સમસ્યા થશે દૂર
હોળીની રાત્રે રાશિ મુજબ ઉપાય કરવાથી ફાયદો થઇ શકે છે. (Photo Freepik)

Holi 2024, Holika Dahan Upay According To Rashi Horoscope : હોળીના તહેવારનું ધાર્મિક મહત્વ બહુ છે. વર્ષ 2024માં હોળી 24 માર્ચના રોજ ઉજવાશે. હોળીના દિવસે રાત્રે હોલિકા દહન થાય છે અને પછીના દિવસે ધૂળેટી ઉજવાય છે. ભારતમાં હોળીનો તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. 24 માર્ચે સાંજે હોલિકા દહન કરવામાં આવશે.

શાસ્ત્રોમાં હોળીની રાતનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે, જેમાં પવિત્ર અગ્નિ પ્રગટાવી ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે. કહેવાય છે કે જે લોકોને ગ્રહ દોષ કે અન્ય સમસ્યાઓ હોય છે તેઓ હોળી ની રાત્રે કેટલાક ઉપાયો કરીને તેમાંથી છુટકારો મેળવી શકે છે. ચાલો જાણીએ હોલિકા દહન સમયે રાશિ મુજબ કયા કયા ઉપાય કરવા જોઈએ.

મેષ રાશિ ઉપાય

મેષ રાશિના જાતકોએ જીવનમાં સફળતા મેળવવા માટે હોળીની રાત પહેલા શ્રીફળ લઈને મંદિરમાં સ્થાપના કરવી જોઈએ. નારિયેળ પર સિંદૂર, ચોખાથી પૂજા કર્યા પછી નાડાછડી બાંધો. હોલીકા દહન સમયે તે નારિયેળને અગ્નિમાં હોમી દો. તેનાથી જીવનમાં ખુશી આવી શકે છે.

વૃષભ રાશિ ઉપાય

વૃષભ રાશિના જાતકોએ સ્વાસ્થ્ય સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે હોળીની એક રાત પહેલા એક સફેદ કપડામાં 11 ગોમતી ચક્ર, નાગકેસરની 21 જોડી અને 11 કોડી બાંધીને કપડા પર હરસિંગાર અથવા અત્તર લગાવી પોતાની ઉપરથી સાત વાર ઉતારી લો. પછી સાંજે હોલીકા દહન થાય ત્યારે આ નારિયેળ હોળીમાં હોમી દો.

મિથુન રાશિ ઉપાય

મિથુન રાશિના જાતકો આર્થિક સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે હોળીની એક રાત પહેલા ચંદ્રોદય થયા બાદ થોડાક ખારેક અને મખાના લો અને શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવી ચંદ્રદેવની પૂજા કરો. પૂજા કર્યા પછી દૂધથી અર્ધ્ય આપો પછી આ પ્રસાદને બાળકોમાં વહેંચી દો. ઉપરાંત થોડાક મખાના હોળીના આગમાં હોમી દો. તેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થઇ શકે છે.

Holika Dahan Remedy Money shortage
હોલિકા દહન ઉપાય પૈસાની તંગી દૂર થશે Express photo

કર્ક રાશિ ઉપાય

કર્ક રાશિના જાતકો સુખ-સમૃદ્ધિ મેળવવા માટે સાંજે લોટનો એક ચારમુખી દીવો બનાવો. હવે આ દીવમાં તેલ નાંખી ઘરના મુખ્ય દ્વાર પર પ્રગટાવો. તેમજ હોળીની આગમાં જવ હોમો. આવું કરવાથી દેવી લક્ષ્મીને જલ્દી પ્રસન્ન કરી શકાય છે.

સિંહ રાશિ ઉપાય

જીવનસાથીની પ્રગતિ મેળવવા માટે હોળી દહનના સમયે એક પાનનું પત્તું લો અને તેમાં કપૂર, થોડીક હવન સામગ્રી, ઘી વાળી બે લવિંગની જોડી અને એક પતાશું મૂકો. તે પાનને બીજા પાંદડાથી ઢાંકી દો અને હોલીકા દહન સમયે નાગરવેલના પાન સાથે બધી સામગ્રી બાળી દો.

કન્યા રાશિ ઉપાય

બાળકોના સારા ભવિષ્ય માટે તમારા બાળકોને મગફળીથી બનેલી માળા પહેરીને હોળી પૂજામાં લઈ જાઓ અને હોળીની 7 પરિક્રમા કરાવો.

તુલા રાશિ ઉપાય

જીવનમાં આવતી સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે પાણીમાં ચોખા નાંખી પીપળાના ઝાડ જળ ચઢાવો. આ ઉપરાંત તમારા ઘરના મુખ્ય દ્વાર પર કુંકનો સ્વસ્તિક બનાવો. આ સાથે હોલીકા દહન સમયે 5 છાણા હોળીની આગમાં મૂકો લો.

વૃશ્ચિક રાશિ ઉપાય

આંખોની ખામીથી બચવા માટે હોલીકા દહન સમયે એક લીંબુ લઈને તેના 4 ટુકડા કરી હોળીની અગ્નિ પાસે ઉભા રહીને એક ટુકડો ચારેય દિશામાં ફેંકી દો.

Holi Dahan Upay
હોળી દહન ઉપાય (ફોટો – પવન ખેગરે – એક્સપ્રેસ)

ધન રાશિ ઉપાય

જીવનમાં સકારાત્મકતા મેળવવા માટે એક સૂકું કોપરું લો. તેને ઉપરથી કાપીને તેમાં અળસી અને થોડો ગોળ ભરીને હોલીકા દહન સમયે અગ્નિમાં હોમી દો.

મકર રાશિ ઉપાય

જે લોકોને વધારે ગુસ્સો આવે છે, તેઓ એક મુઠ્ઠી કાળા તલ લઈને પોતાના પરથી 7 વાર ઉતારી લે અને હોળીના અગ્નિમાં નાંખી દે.

કુભ રાશિ ઉપાય

કુંભ રાશિ ના જાતકોએ નોકરી અને વેપાર ધંધામાં સફળતા માટે 7 ગોમતી ચક્ર લો અને હોલીકા દહન સમયે પરિભ્રમણ કરો. ત્યારબાદ આ ગોમતી ચક્રને તમારી તિજોરીમાં મૂકી દો. આમ કરવાથી તમારા વેપારમાં વૃદ્ધિ થશે.

આ પણ વાંચો | હોળી 2024 : હોળી પર બનશે 4 શુભ યોગ, જાણો આ દિવસે શું કરવું અને શું ન કરવું?

મીન રાશિ ઉપાય

સારું સ્વાસ્થ્ય મેળવવા માટે લીમડાના 10 પાન, 6 લવિંગ અને કપૂર લઈ પોતાના પરથી ચાર વાર ઉતારો કરો અને હોલીકા દહનના સમયે તે અગ્નીમાં નાંખી દો. આમ કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ સમાપ્ત થઇ શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ