હોળી 2024 : હોળાષ્ટક ક્યારથી શરૂ થશે? જાણો તિથિ, મહત્વ અને કેવા શુભ કાર્યો નથી થઈ શકતા?

હોળી 2024 તારીખ, હોળાષ્ટક બેસવામાં હવે ગણતરીના દિવસો બાકી છે, તો જોઈએ હોળાષ્ટકમાં શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ, તથા હોળીકા દહન કેવી રીતે કરવામાં આવે છે.

Written by Kiran Mehta
March 05, 2024 18:27 IST
હોળી 2024 : હોળાષ્ટક ક્યારથી શરૂ થશે? જાણો તિથિ, મહત્વ અને કેવા શુભ કાર્યો નથી થઈ શકતા?
હોળી 2024, હોળાષ્ટક તારીખ અને મહત્વ (ફોટો - જાવેદ રાજા એક્સપ્રેસ)

હોળી 2024 તારીખ, હોળાષ્ટક ક્યારે બેસશે : હોળીનો તહેવાર દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં આ દિવસનું વિશેષ મહત્વ છે. હોળીના આઠ કે નવ દિવસ પહેલા, અન્ય તહેવાર ઉજવવામાં આવે છે, જેને હોળાષ્ટક તરીકે ઓળખાય છે. હોળાષ્ટક આઠ દિવસ સુધી ચાલે છે. આ સમયગાળા દરમિયાન કોઈપણ પ્રકારના શુભ કે સારા કાર્ય કરવા પર પ્રતિબંધ છે.

તમને જણાવી દઈએ કે, હોળાષ્ટક ફાલ્ગુન મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિથી શરૂ થાય છે, જે પૂર્ણિમાએ સમાપ્ત થાય છે. જાણો આ વખતે હોળાષ્ટક ક્યારે છે? તેમજ આ દિવસોમાં શું કરવું અને શું ન કરવું તેનું મહત્વ જાણો.

હોળાષ્ટક ક્યારે શરૂ થાય છે?

હોળાષ્ટક ફાલ્ગુન મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિ એટલે કે 17 મી માર્ચથી શરૂ થાય છે, જે ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાના દિવસે એટલે કે, હોળી 24 મી માર્ચે સમાપ્ત થાય છે.

હોળાષ્ટક તારીખો

હોળાષ્ટક 2024 નો પ્રથમ દિવસ: 17 માર્ચ, રવિવારહોળાષ્ટક 2024 નો બીજો દિવસ: 18 માર્ચ, સોમવારહોળાષ્ટક 2024 નો ત્રીજો દિવસ: 19 માર્ચ, મંગળવારહોળાષ્ટક 2024 નો ચોથો દિવસ: 20 માર્ચ, બુધવારહોળાષ્ટક 2024 નો પાંચમો દિવસ: 21 માર્ચ, ગુરુવારહોળાષ્ટક 2024 નો છઠ્ઠો દિવસ: 22 માર્ચ, શુક્રવારહોળાષ્ટક 2024 નો સાતમો દિવસ: 23 માર્ચ, શનિવારહોળાષ્ટક 2024 નો આઠમો દિવસ: 24 માર્ચ, રવિવાર

હોળાષ્ટકમાં તપ કરવું શુભ

હોળાષ્ટકની શરૂઆત સાથે જ શુભ અને સારા કાર્યો વર્જિત છે. પરંતુ જપ અને તપ કરવા માટે આ દિવસો ખૂબ જ શુભ માનવામાં આવે છે.

હોલિકા દહન માટે લાકડા-છાણાં ગોઠવવામાં આવે છે

હોળાષ્ટકના દિવસે જ, જ્યાં હોલિકા દહન કરવામાં આવતુ હોય તે સ્થાનને ગાયના છાણ, ગંગાજળ વગેરેથી લીપવામાં આવે છે. તેની સાથે જ હોળિકાની લાકડી રાખવામાં આવે છે, ત્યારબાદ તે જગ્યાએ લાકડા-છાણાં ભેગા કરવાનું અને સંગ્રહ કરવાનું શરૂ થાય છે.

હોળાષ્ટક દરમિયાન આ કામ ન કરવું

હોળાષ્ટક દરમિયાન માંગલિક અને શુભ કાર્ય કરવા પર પ્રતિબંધ છે. આ સમયગાળા દરમિયાન, કોઈ નવું મકાન બાંધવામાં આવતું નથી અથવા ગૃહપ્રવેશ પણ કરવામાં આવતો નથી.

હોળાષ્ટક દરમિયાન સોનું, ચાંદી, વાહનો વગેરે ખરીદવા પર પ્રતિબંધ છે.

હોળાષ્ટક દરમિયાન કોઈ નવો ધંધો કે અન્ય કોઈ કામ શરૂ કરવામાં આવતું નથી.

હોલાષ્ટક દરમિયાન, લગ્ન, વિવાહ, મુંડન-બાબરી વગેરે સહિત અન્ય 16 ધાર્મિક વિધિઓ કરવા પર પ્રતિબંધ છે.

હોળાષ્ટક દરમિયાન શું કામ કરવું જોઈએ

હોળાષ્ટક દરમિયાન પૂજા, જપ, તપ અને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું શુભ માનવામાં આવે છે.

હોળાષ્ટક દરમિયાન ભગવાન હનુમાન, ભગવાન વિષ્ણુ અને ભગવાન નરસિંહની પૂજા કરવાની પરંપરા છે.

હોળાષ્ટક દરમિયાન શ્રી સૂક્ત અને મંગલ ઋણ મોચન સ્તોત્રનો પાઠ કરવાથી ઋણમાંથી મુક્તિ મળે છે અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

ડિસ્ક્લેમર – આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ લાવવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેના સાચા અને સાબિત હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ