/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Holi-Dhuleti-2025-1.jpg)
Holi Dhuleti 2025 : હોળી ધુળેટી હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર છે. (Photo: Freepik)
Holi Dhuleti 2025: હોળી હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર છે. હોળીનો તહેવાર ખુશીઓ, રંગો અને રોમાંચથી ભરેલો હોય છે. આ તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે દુશ્મનો પણ મિત્ર બની જાય છે અને રંગોમાં રંગાઇ સૌ કોઈ મોજમસ્તી કરે છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં અમુક એવી જગ્યાઓ છે જ્યાં હોળી ઉજવવામાં આવતી નથી. જી હા, વાસ્તવમાં આ સ્થળોના લોકો હોળી ન મનાવવા પાછળ અલગ અલગ માન્યતાઓ જણાવે છે. તો ચાલો જાણીએ એવી જગ્યાઓ વિશે જ્યાં હોળી રમાતી નથી, તેમજ તેની પાછળના કારણો પણ જાણીએ.
ઉત્તરાખંડમાં આ સ્થળોએ હોળી રમાતી નથી
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં ખુર્જન અને ક્વિલી નામના બે ગામ એવા છે, જ્યાં છેલ્લા 150 વર્ષથી હોળી રમાતી નથી. અહીંના લોકોનું માનવું છે કે તેમના કુળદેવીને વધારે અવાજ પસંદ નથી. જો તેઓ હોળીની ઉજવણી કરશે તો દેવી ક્રોધિત થઈ જશે અને ગામમાં કોઈ મોટી આફત આવી શકે છે. આ ડરના કારણે લોકો અહીં હોળી ધૂળેટીના રંગથી દૂર રહે છે.
ગુજરાતનું રામસણ ગામ
ગુજરાતમાં રામસણ ગામ છે, જ્યાં 200 વર્ષથી હોળીનો તહેવાર ઉજવવામાં આવતો નથી. રામસણ ગામ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. એવું માનવામાં આવે છે કે આ ગામનું નામ ભગવાન રામના નામ પરથી પડ્યું હતું, કારણ કે શ્રી રામ તેમના વનવાસ દરમિયાન અહીં આવ્યા હતા.
ગુજરાતના રામસણ ગામમાં હોળી ન મનાવવા પાછળ બે મોટા કારણો છે. 200 વર્ષ પહેલા જ્યારે ગામમાં હોલિકા દહન કરવામાં આવ્યું હતું, ત્યારે અચાનક આગ ફેલાઈ ગઈ હતી અને ઘણા મકાનો બળીને ખાખ થઈ ગયા હતા. ત્યાર બાદ લોકોએ હોળી પ્રગટાવવાની પરંપરા બંધ કરી દીધી છે. એવી પણ માન્યતા છે કે, સંતોએ ગામને શ્રાપ આપ્યો હતો કે જો અહીં હોલિકા દહન કરવામાં આવે તો આખા ગામને આગ લાગશે. આ ડરના કારણે લોકો હવે હોળી ઉજવતા નથી.
દુર્ગાપુર
એવું કહેવામાં આવે છે કે દુર્ગાપુરમાં લગભગ 100 વર્ષથી હોળી રમવામાં આવી નથી. આ ગામના લોકોનું માનવું છે કે તેમના રાજાનો પુત્ર હોળીના દિવસે મૃત્યુ પામ્યો હતો. બરાબર એક વર્ષ પછી હોળીના દિવસે રાજાનું પણ અવસાન થયું. મરતી વખતે રાજાએ ગામવાસીઓને કહ્યું કે તેમણે ક્યારેય હોળી ન ઉજવવી જોઈએ. ત્યારથી આ ગામમાં હોળી ઉજવવામાં આવતી નથી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us