Chandra Grahan 2024 Pregnant Women Precautions : હિન્દુ ધર્મમાં ચંદ્રગ્રહણનું વિશેષ મહત્વ છે. વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં. આવી સ્થિતિમાં સુતક કાળ માન્ય રહેશે નહીં. તમને જણાવી દઈએ કે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ હોળીના દિવસે થઈ રહ્યું છે. આ ગ્રહણ ચંદ્ર પર કેતુના કારણે બની રહ્યું છે.
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચંદ્ર આ દિવસે કન્યા રાશિમાં રહેશે. આવી સ્થિતિમાં કેતુ અને ચંદ્ર કન્યા રાશિમાં યુતિ બની રહી છે. તેનાથી 12 રાશિઓના જીવન પર કોઈને કોઈ રીતે જરૂર અસર થશે. તેની અસર એક મહિના સુધી રહે છે. દેશ અને દુનિયાની સાથે સાથે 12 રાશિઓના જીવન પર કોઇને કોઇ રીતે જરૂર અસર જોવા મળશે.
જ્યોતિષ શાસ્ત્રની રીતે ચંદ્રગ્રહણનું વિશેષ મહત્વ છે. મન, કારક, મગજ પર ચંદ્રનો ઘણો પ્રભાવ પડે છે. ચંદ્રગ્રહણ દરમિયાન કોઈપણ પ્રકારના શુભ કાર્ય કરવાની મનાઈ છે. આ સાથે જ ગ્રહણ દરમિયાન વાતાવરણમાં નકારાત્મક ઉર્જા વધુ જોવા મળે છે. આથી માતા સાથે બાળક પર પણ ઝડપથી અશુભ અસર થવા લાગે છે. માટે ચંદ્રગ્રહણ દરમિયાન કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે …
ચંદ્રગ્રહણ 2024 ક્યારે છે?
તમને જણાવી દઈએ કે વર્ષ 2024નું પહેલું ચંદ્રગ્રહણ 25 માર્ચે સવારે 10:23 વાગ્યાથી બપોરે 3:13 વાગ્યા સુધી રહેશે. આ સાથે ગ્રહણનો સ્પર્શ કાળ બપોરે 12.45 વાગ્યે રહેશે.

ચંદ્રગ્રહણ 2024 સુતક સમય
2024નું વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ ભારત માં જોવા નહીં મળે. આવી સ્થિતિમાં સુતક કાળ માન્ય રહેશે નહીં. તમારી જાણકારી માટે જણાવી દઇયે કે, ગ્રહણનો સુતક કાળ ૯ કલાક વહેલો શરૂ થાય છે.
ચંદ્રગ્રહણ 2024: ગર્ભવતી મહિલાઓએ ધ્યાનમાં રાખવી જોઈએ આ બાબતો
ચંદ્ર ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ગ્રહણ દરમિયાન તેમણે ઘરમાં જ રહેવું જોઈએ. ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઇએ.
ગર્ભવતી મહિલાઓએ ચંદ્ર ગ્રહણ દરમિયાન ચંદ્રને જોવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. તેનાથી આંખોની સાથે સાથે સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે.
શાસ્ત્રો અનુસાર ચંદ્રગ્રહણ દરમિયાન વાતાવરણમાં નકારાત્મક ઉર્જા વધારે હોય છે. પરંતુ સગર્ભા સ્ત્રીઓએ ફળો, જ્યુસ વગેરેનું સેવન કરવાનું ચાલુ રાખવું જોઈએ.
ગર્ભવતી મહિલાઓએ ચંદ્ર ગ્રહણ દરમિયાન કાતર, સોય, ચાકુ જેવી ધારદાર વસ્તુઓથી દૂર રહેવું જોઈએ અને તેનો ઉપયોગ ન કરવો જોઈએ. નહીંત્તર જન્મ લેનાર બાળકને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
ચંદ્ર ગ્રહણ પૂર્ણ થયા બાદ ગર્ભવતી મહિલાઓએ પાણીમાં ગંગા જળ નાંખી સ્નાન કરવું જોઈએ. તેનાથી ગ્રહણ દોષ દૂર થાય છે.
ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાએ ઈશ્વરનું સ્મરણ કરવું જોઇએ.
ગ્રહણ બાદ ગર્ભવતી મહિલાઓએ દાન કરવું જ જોઇએ.
આ પણ વાંચો | હોળી પર 100 વર્ષ બાદ ચંદ્રગ્રહણ : આ 3 રાશિનું ભાગ્ય ચમકશે, કરિયર અને બિઝનેસમાં થશે પ્રગતિ
(Disclaimer : આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સંપૂર્ણ સાચી હોવાની ખાતરી આપવામાં આવતી નથી. જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી આ માહિતી એકત્ર કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર માહિતી પહોંચાડવાનો છે, તેને સાચી સાબિત કરવાનો નથી. કૃપા કરીને તેનો કોઈપણ રીતે ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી.)





