/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Holi-Dahan-Upay.jpg)
હોળી દહન ઉપાય (ફોટો - પવન ખેગરે - એક્સપ્રેસ)
Holika Dahan Time 2024 : હોળી દર વર્ષ ફાગણ પૂનમ તિથિએ ઉજવાય છે. હોળીની રાત્રે દેશભરમાં હોલીકા દહન કરવામાં આવે છે. હોલીકા દહન પાપ પર પુણ્યની જીતની યાદીમાં પ્રગટાવવામાં આવે છે. હોલીદા દહનના બીજા દિવસે ધૂળેટી ઉજવાય છે. ધૂળેટી પર લોકો એકબીજારને રંગ લગાવે છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર પ્રદોષ કાળ દરમિયાન હોલિકા દહનને સૌથી વધુ શુભ માનવામાં આવે છે. પરંતુ આ વર્ષે ભદ્રાની અસર છે. આથી અડધી રાત્રે હોલિકા દહન કરવામાં આવશે. ચાલો જાણીયે દેશભરના વિવિધ શહેરનો હોલીકા દહનનો શુભ સમય
હોલીકા દહન 2024 શુભ મુહૂર્ત
હિન્દુ કેલેન્ડર અનુસાર હોળી પર પૂર્ણ ચંદ્રની તિથિ 24 માર્ચે સવારે 9.56 વાગ્યે શરૂ થશે અને પૂનમની તિથિ 25 માર્ચે સવારે 12.30 વાગ્યે સમાપ્ત થશે. તેથી આ વખતે 24 માર્ચે હોલિકા દહન અને 25 માર્ચે ધૂળેટી મનાવવામાં આવશે. દરેક શહેરમાં હોલીકા દહનના મુહૂર્તમાં થોડી મિનિટોનો ફરક હોઈ શકે છે.
શહેર અનુસાર હોલિકા દહન માટે શુભ સમય
| શહેર | હોલિકા દહન માટે શુભ સમય |
| દિલ્હીindia. kgm | રાત્રે 11:13 થી 12:26 સુધી |
| મુંબઈindia. kgm | રાત્રે 11:13 થી 12:44 સુધી |
| કોલકાતાindia. kgm | રાત્રે 11:13 થી 11:42 વાગ્યા સુધી |
| બેંગ્લોર | રાત્રે 11:13 થી 12:25 સુધી |
| ચેન્નાઈ | રાત્રે 11:13 થી 12:15 સુધી |
| અમદાવાદindia. kgm | રાત્રે 11:13 થી 12:45 વાગ્યા સુધી |
| હૈદરાબાદindia. kgm | રાત્રે 11:13 થી 12:42 સુધી |
| લખનૌindia. kgm | રાત્રે 11:13 થી 12:12 વાગ્યા સુધી |
| કાનપુરindia. kgm | રાત્રે 11:13 થી 12:14 સુધી |
| વૃંદાવન | રાત્રે 11:13 થી 12:25 સુધી |
| મથુરા | રાત્રે 11:13 થી 12:25 સુધી |
| જયપુરindia. kgm | રાત્રે 11:13 થી 12:33 સુધી |
| ગુરુગ્રામ | રાત્રે 11:13 થી 12:28 સુધી |
| ફરિદાબાદ | રાત્રે 11:13 થી 12:26 સુધી |
| પુણે | રાત્રે 11:13 થી 12:40 સુધી |
| મેરઠ | રાત્રે 11:13 થી 12:25 સુધી |
હોળી પર 4 શુભ યોગનો સંયોગ
આ વર્ષે હોળી પર ચાર શુભ યોગ પણ બની રહ્યા છે, જેના કારણે આ દિવસનું મહત્વ વધુ વધી ગયું છે. શાસ્ત્રો અનુસાર હોલિકા દહનના દિવસે અમુક કાર્યો કરવાની મનાઈ છે. તો ચાલો જાણીએ હોળી પર શું કરવું અને શું ન કરવું…
આ પણ વાંચો | હોળી 2024 : હોલીકા દહન સમયે રાશિ મુજબ કરો ઉપાય, શારીરિક અને આર્થિક સમસ્યા થશે દૂર
જ્યારે ગંડ યોગ બુદ્ધાદિત્ય સાથે સંયોગ થઈ રહ્યો છે, ત્યારે 25મી માર્ચ 2024ના રોજ હોળીના દિવસે પણ અનેક શુભ સંયોગો બની રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ દિવસ દરમિયાન વૃદ્ધિ યોગ, બુધાદિત્ય યોગ, વશી યોગ અને સુનાફ યોગ રચાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ શુભ યોગોને ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us