Holika Dahan 2025 : હિન્દુ ધર્મમાં હોળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ફાગણ પૂર્ણિમાના દિવસે હોલિકા દહનનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે હોલિકા દહન પહેલા પૂજા પાઠ કરવાથી લઇને તેની રાખને ઘરે લાવવી શુભ માનવામાં આવે છે.
જ્યોતિષાચાર્યોના મતે હોલિકા દહન સમયે નીકળતી અગ્નિની જ્વાળાની જે દિશા હોય છે તેના દ્વારા ઘણા હદ સુધી આવનારા દિવસોનું ભવિષ્ય જાણી શકાય છે. જ્યોતિષી સલોની ચૌધરીના મતે હોલિકા દહન સમયે આગમાંથી નીકળતી જ્યોત કે જ્વાળા જોઇને તમે એ વાતનો અંદાજ લગાવી શકો છો. આવો જાણીએ કેવા પ્રકારની આગની જ્વાળાના શું સંકેત છે?
જો સીધી જ્યોત હોય તો
હોલિકા દહન સમયે અગ્નિની જ્વાળા સીધી આકાશ તરફ જઈ રહી હોય તો તેનો અર્થ છે કે સુખ-સમૃદ્ધિ તો રહેશે જ, જે દિવસ-રાત ચાર ગણી વધી જશે.
અગ્નિની જ્યોત પૂર્વ દિશામાં હોય તો
હોલિકા દહનની અગ્નિની જ્યોત પૂર્વ દિશા તરફ જતી હોય તો સમજવું કે સમાજનો ઝુકાવ ધર્મ અને અધ્યાત્મ તરફ વધુ રહેશે. શિક્ષણ ક્ષેત્રે પણ અસર થશે.
જો હોલિકા દહનની જ્યોત પશ્ચિમ દિશા તરફ હોય તો
હોલિકા દહનના સમયે અગ્નિની જ્વાળા પશ્ચિમ દિશા તરફ હોય તો તેનો અર્થ એ થાય છે કે કેટલીક કુદરતી આફતો આવી શકે છે. આ સાથે ધીમી આર્થિક પ્રગતિ પણ થઇ શકે છે.
જો જ્યોત ઉત્તર દિશામાં હોય
શાસ્ત્રોમાં ઉત્તર દિશાને સૌથી શુભ માનવામાં આવે છે, કારણ કે કુબેર આ દિશામાં નિવાસ કરે છે. આ સાથે જ દરેક દેવી દેવતાના આશીર્વાદ હોય છે. આવી સ્થિતિમાં જો અગ્નિની જ્વાળા આ દિશા તરફ જાય તો તેને આર્થિક પ્રગતિ તરીકે જોવામાં આવે છે.
અગ્નિની જ્યોત દક્ષિણ દિશામાં હોય તો
હોલિકા દહનની અગ્નિની જ્યોત દક્ષિણ દિશા તરફ જતી હોય તો તેને અશુભ માનવામાં આવે છે. આનાથી સુખ અને શાંતિનો અભાવ થઈ શકે છે અને વાદ-વિવાદ વધી શકે છે.
ડિસ્ક્લેમર– આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.