Gajkesari rajyog : કુંડળીમાં કેવી રીતે બને છે ગજકેસરી રાજયોગ, જે ગરીબ વ્યક્તિને પણ બનાવી દે છે અતિ ધનવાન

gajkesari rajyog in kundli : જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે આ એક એવો રાજયોગ છે જેનો મતલબ થાય છે કે હાથી ઉપર સવાર સિંહ. સાથે જ આ રાજયોગ ભાગ્યશાલી લોકોની કુંડળીમાં હોય છે. જેની કંડળીમાં રાજયોગ બને છે તે ગુણવાન, જ્ઞાની અને ઉત્તમ ગુણો વાળો હોય છે.

gajkesari rajyog in kundli : જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે આ એક એવો રાજયોગ છે જેનો મતલબ થાય છે કે હાથી ઉપર સવાર સિંહ. સાથે જ આ રાજયોગ ભાગ્યશાલી લોકોની કુંડળીમાં હોય છે. જેની કંડળીમાં રાજયોગ બને છે તે ગુણવાન, જ્ઞાની અને ઉત્તમ ગુણો વાળો હોય છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
gajkesari yog, rajyog in kundli, kundali ma rajyog

ગજકેશરી રાજયોગ

Gajkesari Rajyog in kundali : તમે જોયું હશે કે કેટલાક લોકો ગરીબ પરિવારમાં જન્મીને પણ અમિર બની જાય છે. સાથે જ જીવનમાં દરકે ભૌતિક સુખોને પ્રાપ્ત કરે છે. આર્થિક સ્થિતિ સારી રહે છે. જ્યોતિષ પ્રમાણે આવા લોકોની કુંડળીમાં કેટલાક રાજયોગ સ્થિત હોય છે. જે તેમને દરેક રાજસુખ પ્રદાન કરે છે. આવા જ એક રાજયોગ અંગે આપણે વાત કરીશું. જેનું નામ ગજકેસરી છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે આ એક એવો રાજયોગ છે જેનો મતલબ થાય છે કે હાથી ઉપર સવાર સિંહ. સાથે જ આ રાજયોગ ભાગ્યશાલી લોકોની કુંડળીમાં હોય છે. જેની કંડળીમાં રાજયોગ બને છે તે ગુણવાન, જ્ઞાની અને ઉત્તમ ગુણો વાળો હોય છે. ચાલો જાણીએ કે કુંડળીમાં કેવી રીતે બને છે ગજકેસરી રાજયોગ અને તેનો લાભ શું હોય છે.

Advertisment

કુંડળીમાં આવી રીતે બને છે ગજકેસરી રાજયોગ

વૈદિક જ્યોતિષમાં કુંડળીમાં આ યોગનું નિર્માણ ત્યારે જ થાય છે જ્યારે ગુરુ અને ચંદ્રની ખાસ સ્થિતિ બને છે. સાથે જ ગુરુ અને ચંદ્ર જ્યારે કોઈ રાશિમાં એક સાથે બેસે છે ત્યારે ગુરુ જે રાશિમાં હોય છે તે રાશિના ચોથા, સાતમાં અને દસમાં ઘરમાં ચંદ્ર હોય છે. તો ગજકેસરી યોગનું નિર્માણ થાય છે. જોકે, અહીં એ જોવું જરુરી છે કે ચંદ્ર અને ગુરુની ડિગ્રી કેવી છે. સાથે જ આના પર કયા ગ્રહની દ્રષ્ટી છે. કારણ કે આ ગ્રહોની ડિગ્રી નબળી હોય તો વ્યક્તિ રાજયોગનું પૂર્ણ ફળ પ્રાપ્ત કરી શકતો નથી.

ગજકેસરી રાજયોગના લાભ

વૈદિક જ્યોતિષ અનુસાર જે વ્યક્તિની કુંડળીમાં ગજકેસરી યોગ હોય છે તે પોતાના કરિયરમાં ઉંચાઈઓને હાંસલ કરે છે. સાથે જ તે ઓછા સમયમાં જ ધનવાન બની જાય છે. સાથે તેની ઈચ્છાઓની પૂર્તિ થાય છે. જાતકોને રાજસી સુખ અને સમાજમાં માન-સમ્માનની પ્રાપ્તિ થાય છે. ગજ કેસરી યોગ જ્યારે ચોથા અને દશમાં ભાવમાં બને છે ત્યારે વ્યક્તિ પોતાના વ્યવસા અને કરિયરમાં ઉંચા સ્થાન પ્રાપ્ત કરે છે. જે વ્યક્તિની કુંડળી બળવાન, બુદ્ધિમાન, દુરદર્શી વિચારનો વ્યક્તિ હોય છે. સાથે જ તે સમાજમાં માન-સમ્માન અને પ્રતિષ્ટા પ્રાપ્ત કરે છે. સાથે જ તે વાદ-વિવાદ અને ભાષણ કળામાં નિપુણ હોય છે.

astrology ધર્મ ભક્તિ