/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/Vastu-Tips-For-Broom-1.jpg)
Vastu Tips For Keep Broom In Home: વાસ્તુ શાસ્ત્રમાં સાવરણી રાખવાના નિયમનો ઉલ્લેખ છે. (Photo: Freepik/ Social Media)
Vastu Tips For Keep Broom In Home: વાસ્તુ શાસ્ત્રનું આપણા જીવનમાં વિશેષ મહત્વ છે. કારણ કે જો આપણું ઘર કે કાર્યસ્થળ વાસ્તુ અનુસાર ન બને તો જીવનમાં નકારાત્મકતા રહે છે. તેમજ ઘરના લોકોની આર્થિક સ્થિતિ નબળી રહે છે, ગરીબી પ્રવર્તે છે અને માતા લક્ષ્મી જતા રહે છે. આમ થવા પાછળ 2 મુખ્ય કારણ છે. (1) ઘર વાસ્તુ પ્રમાણે બનેલું ન હોવું અને (2) ઘરમાં સામાન પણ વાસ્તુ પ્રમાણે ન રાખવો. અહીં આ લેખમાં અમે વાત કરવા જઈ રહ્યા છીએ કે ઘરમાં ઝાડુ મારવા અને સાવરણી રાખવા માટેના નિયમો શું છે. કારણ કે શાસ્ત્રોમાં સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. ચાલો જાણીએ સાવરણી રાખવા વિશેના વાસ્તુ નિયમ
સાવરણી ને લાત ન મારવી
વાસ્તુ મુજબ સાવરણી ને ક્યારેય લાત ન મારવી જોઈએ. કારણ કે સાવરણીનો અનાદર કરવાથી દેવી લક્ષ્મીનો અનાદર થાય છે, તેથી જ સાવરણીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. જો સાવરણીને ભૂલથી પગ આવી જાય તો તેને અવગણવાને બદલે સાવરણીને હાથ લગાડી હાથ જોડી માફી માંગો. આવું કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. આ સાથે જ ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ રહે છે.
સાવરણીને હંમેશા છુપાવી રાખવી
કેટલાક લોકો સાવરણી ઘર કે કાર્યસ્થળ પર ખુલ્લી જગ્યામાં રાખે છે. જે ખોટું છે. આમ કરવાથી વ્યક્તિને આર્થિક સંકડામણનો સામનો કરવો પડી શકે છે. સાવરણી ઘરમાં સંતાડી રાખવી જોઈએ, એવી જગ્યા જ્યાં બહારથી આવતા લોકો ન દેખાય.
સાવરણી આ દિશામાં ન રાખવી
ઘણીવાર લોકો સાવરણી ઘરમાં ગમે ત્યાં રાખે છે, જે ખોટું છે. વાસ્તુ મુજબ ઉત્તર-પૂર્વ દિશામાં સાવરણીને ક્યારેય ભૂલવી ન જોઈએ. નહીં તો ધન હાનિ થઈ શકે છે. વળી વાસ્તુ દોષ પણ થઈ શકે છે. તેમજ સાવરણીને રસોડામાં રાખવાનું ટાળો.
સાવરણી આ દિશામાં રાખવાથી શુભ ફળ મળશે
વાસ્તુ શાસ્ત્ર મુજબ સાવરણીને હંમેશા દક્ષિણ દિશામાં રાખવી જોઈએ. આવું કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આ સાથે જ દેવી લક્ષ્મીના આશીર્વાદ પણ રહે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us