ચમત્કારી છે નવકાર મંત્ર, જાણો અર્થ અને ગૂઢ રહસ્યો

Jain Navkar Mantra Arth: નવકાર મંત્ર જૈન ધર્મનો આધારભૂત મંત્ર છે. જેના અનેક ગૂઢ રહસ્યો છે. નવકાર મંત્ર નવ પદ અને 68 અક્ષરનો મંત્ર છે. જેનું જૈન ધર્મમાં ઘણું મહત્વ છે. નવકાર મંત્રનો પાઠ દિવસના કોઇ પણ સમયે કરી શકાય છે.

Written by Haresh Suthar
Updated : April 08, 2025 23:38 IST
ચમત્કારી છે નવકાર મંત્ર, જાણો અર્થ અને ગૂઢ રહસ્યો
નવકાર મંત્ર જૈન ધર્મનો આધાર, જાણો અર્થ અને ગૂઢ રહસ્યો

જૈન ધર્મના આધારભૂત નવકાર મંત્ર ને નમસ્કાર મંત્ર પણ કહેવામાં આવે છે. મૂળ સ્વરુપે નવકાર પાંચ પદોનો બનેલો છે. તેમાં કૂલ નવ પદ અને 68 અક્ષર છે. પહેલા પાંચ પદમાં દેવ રુરુને નમસ્કાર કરાયા છે. નવકાર મંત્રપાઠ દ્વારા પ્રાર્થના કરનાર વ્યક્તિ અરિહંતો, આર્ચાયો, ઉપાધ્યાયો અને સિધ્ધોને આદરપૂર્વક નમસ્કાર કરે છે.

નવકાર મંત્ર નો અર્થ ગૂઢ અને ગહન છે. આ મંત્ર દ્વારા કોઇ એક વ્યક્તિની પૂજા નહીં પરંતુ બધા સર્વોચ્ચ આધ્યાત્મિક મહાત્માઓનાં ગુણોની પૂજા કરવામાં આવે છે. આ મંત્રની ખાસિયત એ છે કે એમાં કોઇનું પણ અરિહંત કે સિધ્ધોનું પણ નામ નથી લેવાતું તે વ્યાપક અર્થમાં છે.

નવકાર મંત્ર પ્રાકૃત

णमो अरिहंताणं णमो सिद्धाणं णमो आइरियाणं णमो उवज्झायाणं णमो लोए सव्व साहूणं एसो पंच णमोक्कारो, सव्व पावप्पणासणो मंगला णं च सव्वेसिं, पढमं हवई मंगलं

નવકાર મંત્ર ગુજરાતી અર્થ સાથે

  • નમો અરિહંતાણં (નમસ્કાર હોજો અરિહંત ભગવંતોને)
  • નમો સિધ્ધાણં (નમસ્કાર હોજો સિદ્ધ ભગવંતોને)
  • નમો આયરિયાણં (નમસ્કાર હોજો આર્ચાયોજીને)
  • નમો ઉવજઝાયાણં (નમસ્કાર હોજો ઉપાધ્યાયજીને)
  • નમો લોએ સવ્વસાહૂણં (નમસ્કાર હોજો વિચરતા સૌ સાધુ સાધ્વીજીઓને)
  • એસો પંચ નમુક્કારો, સવ્વપાવ પ્પણાસણો (આ પાંચ પરમેષ્ટીને નમસ્કાર છે, જે બધા પાપોનો નાશ કરનાર છે)
  • મંગલાણં ચ સવ્વેસિં, પઢમં હવઈ મંગલં (અને બધાં જ મંગલોમાં, આ પ્રથમ સર્વશ્રેષ્ઠ મંગલ છે)

નવકાર મંત્ર અનેક ગૂઢ રહસ્યો ધરાવતો મંત્ર છે. અન્ય પરંપરામાં છેલ્લા ચાર પદોમાં ચૂલિકાને બદલે ચાર પદો વપરાય છે. કહેવાય છે કે જે પાછળથી ધર્મ ગુરુઓ દ્વારા ઉમેરાઇ છે.

  • નમો નાણસ્સ જેનો અર્થ છે જ્ઞાનને નમસ્કાર હો
  • નમો દંસણસ્સ જેનો અર્છ છે દર્શનને નમસ્કાર હો
  • નમો ચરિત્તસ્સ જેને અર્થ છે ચારિત્રને નમસ્કાર હો
  • નમો તવસ્સ જેનો અર્થ છે તપને નમસ્કાર હો

જૈન ધર્મમાં નવકાર મંત્ર ને નમસ્કાર મંત્ર પણ કહેવામાં આવે છે. મૂળ રુપે નવકાર મંત્ર પાંચ પદોનો બનેલો છે. જેમાં પ્રથમ પાંચ પદોમાં દેવો ગુરુઓને નમસ્કાર કરાયા છે. નવકાર મંત્ર કૂલ 19 પદોનો બનેલો છે.

નવકાર મંત્રનો મહિમા

નવકાર મંત્ર જૈન ધ્રમનો એક મહત્વપૂર્ણ મહામંત્ર છે. નવકાર મંત્ર જાપ કરવાથી અનેક લાભ પ્રાપ્ત થાય છે. જૈ પૈકી કેટલાક મુખ્ય લાભ જોઇએ તો આ પ્રકારે છે.

  • મનની શાંતિ : નવકાર મંત્ર નિયમિત જાપ કરવાથી મન શાંત અને સ્થિર થાય છે. ચિંતા, તણાવ અને દુ:ખ દૂર થાય છે.
  • પાપ નાશ : આ મંત્ર જાપ કરવાથી પાપ નાશ થાય છે અને પુણ્યની વૃધ્ધિ થાય છે.
  • મોક્ષ પ્રાપ્તિ : નવકાર મંત્ર જાપ નિરંતર કરવાથી મોક્ષની પ્રાપ્તિ થતી હોવાનું માનવામાં આવે છે.
  • આત્મજ્ઞાનની પ્રાપ્તિ : નવકાર મંત્ર જાપ શુદ્ધ મનથી નિયમિત કરવામાં આવે તો આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
  • મનોકામનાઓની પૂર્તિ : નવકાર મહા મંત્ર જાપ કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

નવકાર મંત્ર ઉચ્ચારણ સરળ છે. આ મંત્રનું ઉચ્ચારણ કોઇ પણ સમયે અને કોઇ પણ સ્થાને કરી શકાય છે. આ મંત્ર બધા માટે સમાન રુપથી લાભદાયક છે. નવકાર મંત્રનો જાપ કરવાથી આત્મિક શાંતિ, મનોકામનાઓની પૂર્તિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

નવકાર મહામંત્ર મહત્વ

નવકાર મહામંત્ર અનેક રીતે વિશેષ હોવાથી એનો મહિમા અને મહત્વ ઘણું છે. આ મંત્ર આત્માને શુદ્ધ કરે છે અને મનને શાંત કરે છે. આ મંત્ર મોક્ષના માર્ગે ચાલવા માટે માર્ગદર્શન આપનારો છે. આ મંત્ર દરેક ધર્મોનું સન્માન કરે છે. નવકાર મંત્ર અહિંસાનો સંદેશ આપે છે. એક રીતે આ મંત્ર શાંતિ અને અહિંસાનું પ્રતિક છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ