/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/lord-krishna.jpg)
કૃષ્ણભગવાન તસવીર - photo - freepix
Janmashtami 2023 : હિન્દુ પંચાગ અનુસાર દર વર્ષે ભાદ્રપદ માસના કૃષ્ણની આઠમની તિથિના દિવસે ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ ઉજવાય છે. આ વખતે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી 6 અને 7 સપ્ટેમ્બર ઉજવાઈ રહી છે. આવી સ્થિતિમાં છ તારીખે તો કેટલાક લોકો આજે જન્મોત્સવ ઉજવી રહ્યા છે. દેશભરના પ્રસિદ્ધ કૃષ્ણ મંદિરોમાં આજે ધૂમધામથી ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ ઉજવાશે. આજના દિવસે મધ્યરાત્રીએ એટલે કે 12 વાગ્યે શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ઉજવાય છે. આ સાથે જ મોટાભાગના ભક્તો વ્રત રાખે છે. અને તેઓ પારણા પણ કરે છે. આવો જાણીએ જન્માષ્ટમી વ્રતના પારણાની યોગ્ય રીત.
હિન્દુ ધર્મ અનુસાર કોઈ પણ વ્રત રાખે તો તેના બાદ પારણ જરૂર કરવા જોઈએ. ત્યારે જ વ્રત પૂર્ણ થયું કહેવાય છે. જો પારણાના નિયમોનું યોગ્ય રીતે પાલન ન કરવામાં આવે તો વ્રતનું પુરુ ફળ મળતું નથી.
જન્માષ્ટમી વ્રત પારણા
જે ભક્ત વૈષ્ણવ પરંપરા અનુસાર 7 સપ્ટેમ્બર ગુરુવારે જન્માષ્ટમીનું વ્રત રાખે તે લોકો 8 સપ્ટેમ્બર શુક્રવારે પારણા કરશે. તેમના માટે પારણાનો શુભ મુહૂર્ત 8 સપ્ટેમ્બર પારણા કરશે. આ માટે પુરાણનું શુભ મુહૂર્ત 8 સપ્ટેમ્બર સવારે 6.2 મિનિટ બાદ રહેશે.
આવી રીતે કરો જન્માષ્ટમી વ્રતના પારણા
જન્માષ્ટમીના વ્રતના પારણા સમય ભગવાન કૃષ્ણને માખણ મિશ્રી અને પંજરીના પ્રસાદને અર્પણ કરો. આનાથી તમારું વ્રત ખુલે છે. કહેવામાં આવે છે કે આમ કરવાથી ભગવાન કૃષ્ણ પ્રસન્ન થાય છે. સુખ-સમૃદ્ધિ, ધન-સંપદાના આશીર્વાદ આપે છે. વ્રત ખોલ્યા બાદ સાત્વિક ભોજન કરો. જેમાં લસણ ડુંગળીનો ઉપયોગ ન કરો. અને માંસ મદિરાનું પણ સેવન ન કરો.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us