Janmashtami 2024, કૃષ્ણ જન્માષ્ટમી 2024: શુભ મુહૂર્ત, શહેર મુજબનો સમય, પૂજા સામગ્રી અને ધાર્મિક વિધિ

Krishna Janmashtami 2024: જો તમે પણ આ વર્ષે કાન્હાનો જન્મ દિવસ ધામધૂમથી ઉજવવાનું વિચારી રહ્યા છો, તો જન્માષ્ટમી પહેલા પૂજાની આખી સામગ્રી એકત્રિત કરી લો, જેથી તમને અંતમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે. આવો જાણીએ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની સંપૂર્ણ પૂજા સામગ્રી, શહેર મુજબ ઉજવવાનો સમય, ધાર્મિક વિધિ.

Written by Ashish Goyal
August 25, 2024 20:55 IST
Janmashtami 2024, કૃષ્ણ જન્માષ્ટમી 2024: શુભ મુહૂર્ત, શહેર મુજબનો સમય, પૂજા સામગ્રી અને ધાર્મિક વિધિ
Krishna Janmashtami 2024 : હિંદુ ધર્મમાં જન્માષ્ટમીનું વિશેષ મહત્વ છે. હિંદુ પંચાંગ મુજબ દર વર્ષે શ્રાવણ મહિનાના આઠમના દિવસે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે

Krishna Janmashtami 2024 Shubh Muhurat : હિંદુ ધર્મમાં જન્માષ્ટમીનું વિશેષ મહત્વ છે. હિંદુ પંચાંગ મુજબ દર વર્ષે શ્રાવણ મહિનાના આઠમના દિવસે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કાન્હાનો જન્મ રોહિણી નક્ષત્રમાં રાત્રે 12 વાગ્યે થયો હતો. આ કારણે શ્રી કૃષ્ણનો જન્મોત્સવ દર વર્ષે મધરાતે ઉજવાય છે. આ વર્ષે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ખૂબ જ ખાસ છે, કારણ કે આ દિવસે દ્વાપર યુગમાં જે સંયોગ બન્યો હતો તેવો જ સંયોગ બની રહ્યો છે.

જો તમે પણ આ વર્ષે કાન્હાનો જન્મ દિવસ ધામધૂમથી ઉજવવાનું વિચારી રહ્યા છો, તો જન્માષ્ટમી પહેલા પૂજાની આખી સામગ્રી એકત્રિત કરી લો, જેથી તમને અંતમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે. આવો જાણીએ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની સંપૂર્ણ પૂજા સામગ્રી, શહેર મુજબ ઉજવવાનો સમય, ધાર્મિક વિધિ.

કૃષ્ણ જન્માષ્ટમી તારીખ 2024 (Krishna Janmashtami 2024)

જન્માષ્ટમી આઠમ તિથિ શરૂઆત: 26 ઓગસ્ટ, સવારે 3.41 વાગ્યાથી શરૂ થશે

આઠમ તિથિ સમાપ્ત: 27 ઓગસ્ટ, સવારે 2.21 વાગ્યા સુધી

જન્માષ્ટમી પર રોહિણી નક્ષત્ર

રોહિણી નક્ષત્ર શરૂ: 26 ઓગસ્ટ સાંજે 3 વાગે 54 મિનિટથી શરૂ થશે

રોહિણી નક્ષત્ર સમાપ્ત: 27 ઓગસ્ટ, સાંજે 3 વાગે 39 મિનિટ સમાપ્ત થશે

જન્માષ્ટમી પૂજા મુહૂર્ત 2024 (Krishna Janmashtami 2024 Date Puja Muhurat)

કૃષ્ણ જન્માષ્ટમી પૂજા મુહૂર્ત રાત્રે 12 થી 12.44 સુધી રહેશે, તેથી પૂજા માટે તમને 44 મિનિટનો સમય મળશે. આ દરમિયાન તમે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરી શકો છો.

જન્માષ્ટમી વ્રત પારણા

જન્માષ્ટમીના ઉપવાસ વ્રતના પારણા 27 ઓગસ્ટે સવારે 11 વાગ્યા સુધી કરી શકાશે.

આ પણ વાંચો – જન્માષ્ટમી પર મથુરા-વૃંદાવન પહોંચવાનો પ્લાન છે? આજથી 5 દિવસનો કાર્યક્રમ શરૂ

શ્રી કૃષ્ણ જન્માષ્ટમી 2024 પૂજા સામગ્રીની યાદી (Krishna Janmashtami 2024 Puja Samagri)

  • શ્રી કૃષ્ણની મૂર્તિ
  • એક લોટામાં પાણી
  • અડધો મીટર સફેદ કાપડ
  • અડધો મીટર લાલ કાપડ
  • પોતાની યોગ્યતા પ્રમાણે પંચ રત્ન
  • ફૂલ
  • માળા
  • કેસર
  • ચંદન
  • કુમકુમ
  • 5 યજ્ઞોપવિત
  • અબીલ
  • ગુલાલ
  • અબરખ
  • હળદર
  • ચોખા (અક્ષત)
  • કેરીના પાંદડા
  • શ્રી કૃષ્ણ માટે વસ્ત્રો
  • આભૂષણ
  • ધાણાની પંજરી
  • માખન-મિશ્રી
  • તુલસી દળ
  • મુકુટ
  • મોરના પીંછા
  • વાંસળી
  • સિંહાસન
  • ઝુલા
  • સોપારી
  • પાનના પત્તા
  • લાકડાની ચોકી
  • કમ્મરકાકડી
  • તુલસી માલા
  • ગંગાનું પવિત્ર જળ
  • મધ
  • ખાંડ
  • ઘી
  • દહીં
  • દૂધ
  • માખણ
  • મોસમી ફળો
  • દીવો, ધૂપ
  • અગરબત્તી,
  • કપૂર
  • નૈવેદ્ય અથવા મિષ્ઠાન
  • નાની એલાયચી
  • લવિંગ
  • અત્તર
  • દૂધનું પવિત્ર મિશ્રણ
  • સોપારી
  • નાળિયેર
  • અનાજ (ચોખા, ઘઉં, જવ, જુવાર)
  • હળદરનો ગઠ્ઠો
  • ઝાંકી સજાવવા માટે સામાન

કૃષ્ણ જન્માષ્ટમી 2024 શહેર મુજબનો સમય (Krishna Janmashtami 2024 Citywise Timings)

અમદાવાદ – 12:19 am થી 01:04 am, ઓગસ્ટ 27

નવી દિલ્હી – 12:01 am થી 12:45 am, ઓગસ્ટ 27

મુંબઈ – 12:17 am થી 01:03 am, ઓગસ્ટ 27

બેંગલુરું – 11:58 pm થી 12:44 am, ઓગસ્ટ 27

કોલકાતા – 11:16 pm થી 12:01 am, ઓગસ્ટ 27

નોઇડા – 12:00 pm થી 12:44 am, ઓગસ્ટ 27

ગુરુગ્રામ – 12:01 am થી 12:46 am, ઓગસ્ટ 27

ચંદીગઢ – 12:03 am થી 12:47 am, ઓગસ્ટ 27

પૂણે – 12:13 am થી 12:59 am, ઓગસ્ટ 27

ચેન્નાઇ – 11:48 pm થી 12:34 am, ઓગસ્ટ 27

જયપુર – 12:06 am થી 12:51 am, ઓગસ્ટ 27

હૈદરાબાદ – 11:55 pm થી 12:41 am, ઓગસ્ટ 27

ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી આ માહિતી એકત્ર કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેના સાચા અને સાબિત થવાની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ