Janmashtami 2025: જન્માષ્ટમી પર બાળ ગોપાલને કેટલા વાગે શયન કરાવવું જોઇએ? આ કામ કરવાથી મળશે પૂજા ઉપવાસનું ફળ

janmashtami 2025 Vrat Puja Niyam: જન્માષ્ટમી પર ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાય છે. ઘણા લોકોને બાળ ગોપાલની પૂજા કેવી રીતે કરવા વિશે મૂંઝવણ હોય છે. ઉપરાંત જાણો જન્માષ્ટમી પર કઇ ચીજો ઘરમાં લાવવી શુભ હોય છે.

janmashtami 2025 Vrat Puja Niyam: જન્માષ્ટમી પર ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાય છે. ઘણા લોકોને બાળ ગોપાલની પૂજા કેવી રીતે કરવા વિશે મૂંઝવણ હોય છે. ઉપરાંત જાણો જન્માષ્ટમી પર કઇ ચીજો ઘરમાં લાવવી શુભ હોય છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Janmashtami 2025 Niyam : જન્માષ્ટમી વ્રતના 10 નિયમો તમારે જરૂર જાણવા જોઈએ, જાણો શું કરવું શું ન કરવું?

Janmashtami 2025 : જન્માષ્ટમી શ્રાવણ વદ આઠમ તિથિ પર ઉજવાય છે. (Photo: @kanhaji_darbar)

janmashtami 2025 Vrat Puja Niyam: જન્માષ્ટમી દેશભરમાં ધામધૂમથી ઉજવાય છે. હિન્દુ પંચાંગ મુજબ ભગવાન કૃષ્ણનો જન્મ શ્રાવણ વદ આઠમ તિથિ પર થયો હતો, આથી તેને જન્માષ્ટમી કહેવાય છે. આ વખતે 16 ઓગસ્ટ, 2025 શનિવારે જન્માષ્ટમી ઉજવવામાં આવશે. આ પાવન અવસરે શ્રી કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે અને ભક્તો પૂરા નિયમ સાથે પૂજા અર્ચના કરે છે. વળી, તેઓ કાન્હાના આશીર્વાદ મેળવવા માટે વ્રત રાખે છે.

Advertisment

જો કે ઘણા લોકો પૂજા સાથે જોડાયેલા નિયમોને લઇને મૂંઝવણમાં છે. આમાંનો એક સવાલ એ છે કે, જન્માષ્ટમીના દિવસે બાળ ગોપાલને ક્યાં સુધી સુતા કે ઢાંકીને રાખવા જોઈએ? આવી સ્થિતિમાં આવો જાણીએ જન્માષ્ટમીના દિવસે બાળ ગોપાલને કેટલો સમય સુવડાવી રાખવા શુભ હોય છે.

બાળ ગોપાલને કેટલો સમય સૂવડાવવા જોઇએ?

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બાળ ગોપાલને સુવડાવવા માટે કોઈ નિશ્ચિત સમય નથી હોતો, પરંતુ સામાન્ય દિવસોમાં રાત્રે 8 થી 9 વાગે સુવડાવી દેવા શુભ માનવામાં આવે છે. જો કે જન્માષ્ટમીના દિવસે સાંજે શુભ સમય પ્રમાણે બાળ ગોપાલને સ્નાન કરાવો, પછી તેમને સુંદર વસ્ત્રો અને શૃંગારથી સજાવો. આ પછી, તેમને હિંડોળામાં બેસાડો અને આ સમય દરમિયાન તેમને પડદા વડે ઢાંકી દો. પછી રાત્રે 12 વાગે જન્મ થાય ત્યારે પૂજા કરતી વખતે આ પડદાને હટાવી દો, મંત્રોચ્ચાર કરો, પારણું છુલાવો અને માખન મિસરીનો પ્રસાદ ધરાવો. પૂજા પૂરી થયા બાદ પ્રસાદ ખાઇ તમારો ઉપવાસ ખોલો.

જન્માષ્ટમી પર શું ખરીદવું જોઈએ?

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જન્માષ્ટમીના દિવસે ઘરમાં કેટલીક વસ્તુઓ લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે જો તમે આ દિવસે શ્રીકૃષ્ણની મનપસંદ વસ્તુઓ લઈને આવો છો તો ઘરમાં હંમેશા સુખ-સમૃદ્ધિ બની રહેશે. જો તમે પહેલીવાર જન્માષ્ટમીની ઉજવણી કરી રહ્યા છો, તો આ પ્રસંગે બાળ ગોપાલને ઘરે લાવવાનું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેમજ આ દિવસે મોર પીંછ ઘરમાં લાવવું પણ ખૂબ લાભ થાય છે. આ ઉપરાંત આ દિવસે બાળ ગોપાલના સુંદર વસ્ત્રો, દાગીના, સિંહાસન અને હિંડાળો ખરીદવું પણ ફળદાયી માનવામાં આવે છે.

Advertisment

ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

જન્માષ્ટમી તહેવાર ધર્મ ભક્તિ