Janmashtami 2025: જન્માષ્ટમી વ્રતના પારણા કેવી રીતે કરવા? પ્રેમાનંદ મહારાજે ઉપવાસના સરળ નિયમો જણાવ્યા

Janmashtami 2025 Par Vrat Kaise Kholen: જન્માષ્ટમી તહેવાર 16 ઓગસ્ટ, શનિવારે ઉજવવામાં આવશે. ઘણા લોકો જન્માષ્ટમીનો વ્રત ઉપવાસ રાખે છે, પરંતુ વ્રતના નિયમ વિશે મૂંઝવણાં હોય છે. પ્રેમાનંદ મહારાજે જન્માષ્ટમીના વ્રત ઉપરવાસ સાથે જોડાયેલા મહત્વના નિયમો જણાવ્યા છે.

Janmashtami 2025 Par Vrat Kaise Kholen: જન્માષ્ટમી તહેવાર 16 ઓગસ્ટ, શનિવારે ઉજવવામાં આવશે. ઘણા લોકો જન્માષ્ટમીનો વ્રત ઉપવાસ રાખે છે, પરંતુ વ્રતના નિયમ વિશે મૂંઝવણાં હોય છે. પ્રેમાનંદ મહારાજે જન્માષ્ટમીના વ્રત ઉપરવાસ સાથે જોડાયેલા મહત્વના નિયમો જણાવ્યા છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
premanand maharaj | Janmashtami 2025 | Janmashtami vrat upvas niyam

Premanand Maharaj : પ્રેમાનંદ મહારાજ વૃંદાવનમાં રહે છે. (Photo: Social Media)

Janmashtami 2025 Par Vrat Kaise Kholen : જન્માષ્ટમી એટલે ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ. વૈદિક પંચાગ મુજબ દર વર્ષે શ્રાવણ વદ આઠમ તિથિ પર ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો. આ વખતે 16 ઓગસ્ટ, 2025 શનિવારે જન્માષ્ટમી ઉજવવામાં આવશે. આ દિવસે, ભક્તો ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ, લડ્ડુ ગોપાલની ખાસ પૂજા, આરતી કરે છે અને વ્રત ઉપવાસ રાખે છે. જન્માષ્ટમીની મધ્યરાત્રી 12 વાગે ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ ઉજવે છે. આ દિવસે ભજન કીર્તન અને જાગરણ પણ કરવામાં આવે છે.

Advertisment

ધાર્મિક માન્યતા મુજબ આ પવિત્ર દિવસે ઉપવાસ અને વિધિપૂર્વક પૂજા કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે. સાથે જ ઉપવાસ, આ વ્રત કેવી રીતે રાખવું અને પારણા કેવી રીતે કરવા તે અંગે અનેક લોકોના મનમાં સવાલો ઉઠી રહ્યા છે. આ બાબતે વૃંદાવનના પ્રખ્યાત સંત પ્રેમાનંદ મહારાજે જન્માષ્ટમીનો વ્રત રાખવાના સાચા નિયમ જણાવ્યા છે. આવો જાણીએ

જન્માષ્ટમી વ્રતના પારણા કેવી રીતે કરવા?

પ્રેમાનંદ મહારાજના જણાવ્યા અનુસાર જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપને શણગાર કરવો જોઈએ. તેમને નવા કપડાં અને આભૂષણો પહેરવા જોઈએ. આ સાથે શ્રીકૃષ્ણ ભગવાનના 108 નામનો જાપ કરો. કારણ કે આ દિવસે આમ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે ઘરમાં રહીને શ્રદ્ધાપૂર્વક ભજન કીર્તન કરવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે જન્માષ્ટમી પર બ્રહ્મચર્યનું પાલન કરવું અને નોન વેજ અને ડુંગળી લસણ જેવા તામસિક ભોજન ખાવાથી દૂર રહેવું જરૂરી છે. પ્રેમાનંદ મહારાજ કહે છે કે, જન્માષ્ટમી પર મધ્યરાત્રીએ ભગવાન કૃષ્ણના જન્મ પછી આરતી પ્રસાદ ભોગ ધરાવ્યા બાદ જ પોતાનો ઉપવાસ ખોલવો જોઈએ.

જન્માષ્ટમીએ મંદિરે જવું છે કે નહીં?

પ્રેમાનંદ મહારાજે ભક્તના આ સવાલનો જવાબ આપતા કહ્યું કે જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ મંદિરમાં દર્શન કરવા ખૂબ જ ફાયદાકારક છે. તેમના મતે આ દિવસે પૂજા કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે. તેમણે એમ પણ કહ્યું હતું કે જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણને ચોખામાંથી બનાવેલ માલપુઆ અને માખણ અર્પણ કરવું જોઈએ, કારણ કે તે તેમના પ્રિય ભોગોમાંનું એક માનવામાં આવે છે.

Advertisment

ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

જન્માષ્ટમી તહેવાર ધર્મ ભક્તિ