Panchak june 2023 : હિન્દુ ધર્મમાં કોઈપણ કામ કરતા પહેલા શુભ-અશુભ મુહૂર્તને ચોક્કસ જોવામાં આવે છે. આવી જ રીતે મહિનામાં પંચ દિવસ એવા હોય છે જેમાં અનેક પ્રકારના શુભ અને માંગલિક કામો કરવાની મનાઇ હોય છે. આ સમયગાળાને પંચક કહેવામાં આવે છે. જૂન મહિનાની વાત કરીએ તો પંચક 9 જૂનથી આરંભ થાય છે. શુક્રવારના દિવસે શરુ થવાના કારણે આને ચોર પંચક કહેવામાં આવે છે. આ પંચક દરમિયાન વેપાર અથવા તો પૈસાની લેવડ-દેવડ કરવાથી બચવું જોઇએ. તો ચાલો જાણીએ કે ચોર પંચક ક્યારથી ક્યાં સુધી છે. કયા કામોને કરવાની મનાઇ છે.
ક્યારે હોય છે પંચક
હિન્દુ પંચાગ અનુસાર પંચક 5 નક્ષત્રોના મેલથી બને છે. જેમાં ધનિષ્ઠા, શતભિષા, પૂર્વા ભાદ્રપદ, ઉત્તરા ભાદ્રપદ અને રેવતી નક્ષત્ર છે. ચંદ્ર એક રાશિમાં આશરે અઢી દિવસ રહે છે. આવી સ્થિતિમાં ચંદ્રમા પાંચ દિવસમાં બે રાશિમાં ભ્રમણ કરે છે. આ પાંચ દિવસ દરમિયાન ચંદ્ર આ પાંચ નક્ષત્રોમાંથી પસાર થાય છે. આ કારણે આ પાંચ દિવસોને પંચક કહેવામાં આવે છે. પંચક દર 27 દિવસ બાદ આવે છે.
આ પણ વાંચોઃ- તાંબાનો લોટો ચમકાવી શકે છે તમારી કિસ્મત, થશે માતા લક્ષ્મીની વિશેષ કૃપા, પૈસાની તંગીથી મળશે છૂટકારો
ક્યાંથી ક્યાં સુધી છે જૂન 2023નું પંચક?
હિન્દુ પંચાગ અનુસાર અષાઢ માસના કૃષ્ણ પક્ષની ષષ્ઠી તિથિ એટલે કે 9 જૂન 2023ના રોજ સવારે 6.02 વાગ્યે શરુ થશે જે 13 અષાઢ માસના કૃષ્ણ પક્ષની દસમ એટલે કે 13 જૂને બપોરે 1.32 વાગ્યે સમાપ્ત થશે.
ચોર પંચકના દિવસે ન કરો આ કામ
- શાસ્ત્રો અનુસાર, ચોર પંચક દરમયાન ધન હાનિ અને ચોરી થવાની સંભાવના વધારે હોય છે. એટલે દરકે થોડું સંભાળીને રહેવાની જરૂર છે.
- ચોર પંચક દરમિયાન કોઈપણ પ્રકારનો બિઝનેસ શરુ કરવાની મનાઈ હોય છે. માન્યતા છે કે આ પંચક દરમિયાન શરુ કરવામાં આવેલા બિઝનેસમાં નિષ્ફળતાની સાથે ધન હાનિ થવાની સંભાવના વધારે હોય છે.
- ચોર પંચક દરમિયાન કોઈપણ પ્રકારના પૈસાની લેવડ-દેવડ કરવાથી બચવું જોઈએ. કોઈને ઉધાર પૈસા આપવાથી પૈસા પાછા આવવાની આશા ઓછી થઈ જાય છે. આ સાથે જ ધનહાનિનો સામનો કરવો પડી શકે છે.





