ગુરુ બૃહસ્પતિ મંગળના ઘરમાં કરી ચૂક્યા છે પ્રવેશ, આ ત્રણ રાશિના લોકોની ધન-સંપત્તિમાં થઇ શકે છે જબરદસ્ત ઉછાળો

Guru Gochar 2023 : ગુરુ ગ્રહ એક રાશિથી બીજી રાશિ 18 મહિનામાં બદલે છે. ગુરુ ગ્રહ 22 એપ્રિલે મેષ રાશિમાં ગોચર કરી રહ્યો છે. અને ત્યાં 2024 સુધી સ્થિત રહેશે.

Written by Ankit Patel
Updated : June 12, 2023 14:20 IST
ગુરુ બૃહસ્પતિ મંગળના ઘરમાં કરી ચૂક્યા છે પ્રવેશ, આ ત્રણ રાશિના લોકોની ધન-સંપત્તિમાં થઇ શકે છે જબરદસ્ત ઉછાળો
ગુરુનું મેષ રાશિમાં ગોચર

Guru Transit in Aries 2023 : વૈદિક જ્યોતિષમાં ગુરુ ગ્રહનું ગોચર ખુબ જ મહત્વનું માનવામાં આવે છે. કારણ કે ગુરુ ગ્રહ શનિદેવ પછી સૌથી ધીમી ગતિથી ચાલનારા ગ્રહમાં બીજા નંબરે આવે છે. સાથે જ ગુરુ ગ્રહ સૌથી મોટો ગ્રહ પણ છે. ગુરુ ગ્રહ એક રાશિથી બીજી રાશિ 18 મહિનામાં બદલે છે. ગુરુ ગ્રહ 22 એપ્રિલે મેષ રાશિમાં ગોચર કરી ચૂક્યો છે. અને ત્યાં 2024 સુધી સ્થિત રહેશે. આ વચ્ચે ગુરુ ગ્રહ 3 રાશિના જાતકોના ભાગ્યોદય અને ઉન્નતિનો યોગ બનાવી રહ્યો છે. તો ચાલો જાણિએ કે આ રાશિ કઈ છે.

મેષ રાશિ (Aries Zodiac)

ઉલ્લેખનીય છે કે તમારા લોકો માટે ગુરુ ગ્રહનું રાશિ પરિવર્તન અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે ગુરુ ગ્રહ તમારી રાશિ માટે લગ્ન ભાવમાં સંચરણ કરી રહ્યા છે. એટલા માટે ગુરુ ગ્રહના પ્રભાવથી તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. સાથે જ મોટા મોટા લોકોથી તમારો સંબંધ બનશે. જ્યોરે કોઈ કામથી તમારે વિદેશ જવાની તક પણ મળી શકે છે. ઓફિસમાં કેટલીક નવી જવાબદારીઓ સૌંપવામાં આવી શકે છે. જે તમને નવી ઓળખ અપાવશે. તમારા નવા નવા મિત્રો બનશે. સાથે જ જીવનસાથીની તરક્કી થશે. પાર્ટનરશિપના કામમાં તમને સફળતા મળી શકે છે.

સિંહ રાશિ (Leo Zodiac)

ગુરુ ગ્રહનું ગોચર સિંહ રાશિના જાતકો માટે લાભકારી સાબિત થઇ શકે છે. કારણ કે આ ગોચર તમારી રાશિના ભાગ્ય સ્થાનમાં થયું છે. એટલા માટે આ સમયમાં તમારે મહેનતની સાથે સાથે કિસ્મતનો પણ સાથ મળશે. સાથે જ તમારા ધનમાં વૃદ્ધિ અને ધન પ્રાપ્તિ માટે અનેક રસ્તાઓ નજર આવશે. આ સમયે તમે નાની કે મોટી યાત્રાઓ પર જઇ શકશો. વિદેશ જવાના પણ યોગ છે. સાથે જ આ સમય તમે ધાર્મિક અથવા માંગલિક કાર્યક્રમમાં સામેલ થઇ શકો છો. આ સાથે વિદ્યાર્થી કોઈ પરીક્ષામાં પાસ થઇ શકે છે. નોકરી લાગી શકે છે.

આ પણ વાંચોઃ- ભગવાન શિવને દરરોજ જળ ચઢાવવાથી મળે છે અલગ-અલગ ફળ, સમાપ્ત થશે અકાલ મૃત્યુનો ભય, થશે ધનનો લાભ

મિન રાશિ (Meen Zodiac)

તમારા લોકો માટે ગુરુ ગ્રહનું રાશિ પરિવર્તન આર્થિક રુપથી શુભ સિદ્ધ થઈ શકે છે. કારણ કે ગુરુ ગ્રહ તમારી રાશિના બીજા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે. એટલા માટે આ સમયે તમને આકસ્મિત ધનની પ્રાપ્તિ થઇ શકે છે. સાથે જ આર્થિક સ્થિતિમાં આ સમયે સુધાર જોવા મળશે. આ દરમિયાન ધન સંચય કરવામાં તમને સફળતા મળશે. અને નોકરીમાં સારી તક પણ મળશે.

આ પણ વાંચોઃ- Shani Sanket: શનિવારની સવારે જો દેખાય આ વસ્તુઓ તો સમજી લે જો કે ઝડપથી ચમકી જશે તમારી કિસ્મત!

જો તમે વિદેશમાં નોકરી અથવા શિક્ષા પ્રાપ્ત કરવા માંગો છો તો તમારી ઇચ્છા પુરી થશે. જો માર્કેટિંગ વર્કર, મીડિયા, એજ્યુકેશન અથવા આધ્યાત્મના ક્ષેત્રમાં જોડાયેલા છો તો તેમના માટે આ સમય સારો સાબિત થઇ શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ