જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દેવતાઓના ગુરુ બૃહસ્પતિના રાશિ પરિવર્તન કરવાથી દરેક રાશિના જાતકોના જીવન ઉપર સારો અથવા ખરાબ પ્રભાવ પડે છે. ગુરુ બૃહસ્પતિ સુખ, સૌભાગ્ય, યશ, વૈભવ, ધન અને બુદ્ધિના કારક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જે રાશિની કુંડળીમાં ગુરુની સ્થિતિ મજબૂત હોય છે તેમને સૌભાગ્ય, સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.
દેવતાઓના ગુરુ બૃહસ્પતિ 22 એપ્રિલ 2023 એ સવારે 3.33 વાગ્યે અશ્વિની નક્ષત્રના પ્રથમ ભાવમાં પ્રવેશ કરશે. આ સાથે જ 21 જૂન 2023ના રોજ બપોરે 1.19 વાગ્યા સુધી આ નક્ષત્રમાં રહેશે. ગુરુના અશ્વિની નક્ષત્રમાં પ્રવેશ કરવાથી આ રાશિઓના જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવનારી છે. ચાલો જાણીએ કે ગુરુના નક્ષત્ર પરિવર્તન કરવાથી કઇ રાશિઓની કિસ્મત ચમકી શકે છે.
મેષ રાશિ
આ રાશિમાં દેવતાઓના ગુરુ બૃહસ્પતિ પાંચમાં ભાવમાં હશે. આવામાં આ રાશિના જાતકોનું ભાગ્યનો સંપૂર્ણ સાથ મળી શકે છે. દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. જોકે, કેતુના નક્ષત્રમાં ગુરુ હોવના કારણે લગ્ન જીવનમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે.
મિથુન રાશિ
આ રાશિમાં ગુરુ બૃહસ્પતિ અગિયારમાં ભાવમાં વિરાજમાન છે.આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને નોકરી અને વેપારમાં સફળતા મળી શકે છે. કરિયરમાં તરક્કી થઇ શકે છે. લાંબા સમયથી રોકાયેલા મહત્વપૂર્ણ કામ એકવાર ફરીથી શરુ થઇ શકે છે. પરિવારની સાથે સારો સમય પણ વિતી શકે છે.
ધન રાશિ
આ રાશિના જાતકો માટે ગુરુનો અશ્વિની નક્ષત્રમાં પ્રેવશ કરવો ફળદાયી સાબત થઇ શકે છે. નોકરિયાત લોકોને નોકરીમાં પદોન્નતિ થઇ શકે છે. આ સાથે જ નવી નોકરીની શોધ કરનાર લોકો માટે સફળતા મળી શકે છે. વેપારમાં નફો મળવાના આસાર દેખાય છે. સમાજમાં માન-સમ્માન વધશે. આ સાથે જ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે છે.
મકર રાશિ
આ રાશિમાં ગુરુની દ્રષ્ટી 12માં ભાવમાં પડી રહી છે. આવી સ્થિતિમાં અશ્વિની નક્ષત્ર પર ગુરુનો પ્રવેશ થવો લાભકારી સિદ્ધ થઇ શકે છે. નોકરીમાં પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ મળી શકે છે. આ સાથે જ તમારા કામની પ્રશંસા પણ થઇ શકે છે. લાંબા સમયથી રોકાયેલા કામો સુચારુ રૂપથી શરુ થઇ શકે છે.