Guru Vakri : 12 વર્ષ બાદ દેવતાઓના ગુરુ મેષ રાશિમાં થશે વક્રી, આ રાશિઓની પલટી શકે છે કિસ્મત, અચાનક ધનલાભનો પ્રબળ યોગ

jupiter vakri in Aries : ગુરુ ગ્રહે મેષ રાશિમાં પ્રવેશ કરી લીધો છે હવે તે વક્રી થવા જઈ રહ્યો છે. જેનો પ્રભાવ બધી રાશીઓના જાતકો ઉપર જોવા મળશે. આનો મતલબ છે કે આ રાશિઓને ધનલાભ અને કરિયર-કારોબારમાં તરક્કીના યોગ છે. તો ચાલો જાણીએ આ નસિબદાર રાશિઓ કઈ કઈ છે.

Written by Ankit Patel
Updated : July 31, 2023 18:44 IST
Guru Vakri : 12 વર્ષ બાદ દેવતાઓના ગુરુ મેષ રાશિમાં થશે વક્રી, આ રાશિઓની પલટી શકે છે કિસ્મત, અચાનક ધનલાભનો પ્રબળ યોગ
ગુરુ મેષ રાશિમાં થશે વક્રી

Jupiter Vakri in Aries : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહ સમય સમય પર રાશિ પરિવર્તન કરે છે. સાથે જ તેઓ ક્યારેક પોતાના મિત્રની રાશિમાં પ્રવેશ કરે છે તો ક્યારેક શત્રુ રાશિમાં પણ ગોચર કરે છે. ગુરુ ગ્રહે મેષ રાશિમાં પ્રવેશ કરી લીધો છે હવે તે વક્રી થવા જઈ રહ્યો છે. જેનો પ્રભાવ બધી રાશીઓના જાતકો ઉપર જોવા મળશે. આનો મતલબ છે કે આ રાશિઓને ધનલાભ અને કરિયર-કારોબારમાં તરક્કીના યોગ છે. તો ચાલો જાણીએ આ નસિબદાર રાશિઓ કઈ કઈ છે.

કર્ક રાશિ (cancer zodiac)

આ રાશિના જાતકો માટે ગુરુ ગ્રહનું વક્રી થવું શુભ સાબિત થઇ શકે છે. કારણ કે ગુરુગ્રહ તમારી રાશિના કર્મ ભાવ પર વક્રી થવા જઈ રહ્યો છે. સાથે જ ગુરુગ્રહ તમારી રાશિના છઠ્ઠા અને નવમા ભાવના સ્વામી છે. આ સમયે તમારે કામ-કારોબારમાં સારી પ્રગતિ મળી શકે છે.

સાથે જ તમારે આ સમયે ભાગ્યનો સાથ મળી શકે છે. કોર્ટ કચેરીના મામલે પણ સફળતા મળી શકે છે. આ દરમિયાન તમે ધર્મ કર્મના કાર્યોમાં વધારે રહેશો. સાથે જ તમારા તીર્થ યાત્રાનાનો યોગ બની રહ્યા છે. વિદેશ યાત્રાના પણ યોગ છે. નોકરિયાત લોકોને પ્રમોશન મળી શકે છે.

સિંહ રાશિ (leo Zodiac)

ગુરુગ્રહનું વક્રી થવું સિંહ રાશિના જાતકોને અનુકૂળ સાબિત થઇ શકે છે. કારણ કે ગુરુ ગ્રહ તમારી ગોચર કુંડળીના ભાગ્ય સ્થાન પર વક્રી થવા જઈ રહ્યો છે. સાથે જ ગુરુ ગ્રહ તમારી રાશિના પાંચમાં અને આઠમાં ભાવના સ્વામી છે. એટલા માટે આ સમયે તમારે સંતાન પક્ષથી શુભ સમાચાર મળી શકે છે.

સાથે લોકો રિસર્ચના ક્ષેત્ર સાથે જોડાયેલા છે. તેમને આ સમયે સારો સપળતા ભર્યો રહેશે. તમારા અટકેલા કામ બની શકે છે. આ સમયમાં તમારી આર્થિક સ્થિતિ ખુબ જ સારી રહેશે. તમારી આવકમાં વધારો થશે અને તમારા પારિવારિક જીવનમાં ઉન્નતિ થશે. જેનાથી તમારા મનમાં પ્રસન્નતા રહેશે.

ધન રાશિ (scorpio zodiac)

તમારા લોકોનો ગુરુ બૃહસ્પતિનું વક્રી થવું ફાયદામંદ સાબિત થઇ શકે છે. કારણ કે ગુરુગ્રહ તમારી રાશિના પાંચમા ભાવમાં વક્રી થશે. એટલા માટે આ સમય તમારા પ્રેમ – સંબંદોમાં સફળતા મળી શકે છે. જ્યારે જે લોકો સંતાન મેળવવાના ઇચ્છુક છે. આ સમયે તમને સંતાન પ્રાપ્તિ થઈ શકે છે. જ્યારે ગુરુ તમારી રાશિથી લગ્ન અને ચતુર્થ ભાવના સ્વામી છે.

એટલા માટે આ સમયે તમારી પ્રોપર્ટી અને વાહન ખરીદવાનું મન બનાવી શકે છે. સાથે જ જે લોકો ધર્મ-કર્મ, આધ્યાત્મિક, વિચારક ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને આ સમય ફાયદામંદ સાબિત થઇ શકે છે. જ્યારે ગુરુ તમારી રાશિના સ્વામી છે. એટલા માટે ગુરુ ગ્રહ વક્રી થવું તમારા માટે અત્યંત શુભ રહી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ