જ્યોતિષ ઉપાય : શમીના ઝાડને જળ સાથે આ વસ્તુ અર્પિત કરો, શનિ દેવની સાથે ભગવાન શિવ પણ પ્રસન્ન થશે, રોગ અને દોષથી મુક્તિ મળશે

Jyotish Tips Shami Plant : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શમી ઝાડનો સંબંધ ભગવાન શનિ દેવ સાથે છે. તેમજ ભગવાન શિવને અર્પણ કરવું પણ શુભ માનવામાં આવે છે. જાણો શમીના ઝાડને જળ ચઢાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

Written by Ajay Saroya
January 29, 2024 19:05 IST
જ્યોતિષ ઉપાય : શમીના ઝાડને જળ સાથે આ વસ્તુ અર્પિત કરો, શનિ દેવની સાથે ભગવાન શિવ પણ પ્રસન્ન થશે, રોગ અને દોષથી મુક્તિ મળશે
જ્યોતિષ શાસ્ત્રમાં શમી ઝાડનો સંબંધ શનિ દેવ અને ભગવાન શંકર સાથે હોવાનું માનવામાં આવે છે. (Photo - Social Media)

Jyotish Tips Shami Plant : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક વ્યક્તિની કુંડળી નવ ગ્રહ અને નક્ષત્રોની સ્થિતિ પર આધારિત હોય છે. તેથી જીવન પર તેની વધુ અસર પડે છે. આ નવ ગ્રહોમાં શનિ સૌથી ક્રૂર માનવામાં આવે છે. ફળદાતા અને ન્યાયકર્તા શનિ ગ્રહ સૌથી મંદ ગોચર કરનાર ગ્રહ માનવામાં આવે છે. તે લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે. આવી સ્થિતિમાં જાતકે ક્યારેય ને ક્યારે જીવનમાં શનિ દેવના રોષનો ભોગ બનવું પડે છે.

જ્યોતિષ અનુસાર શનિની સાડા સાતી અને ઢૈય્યાથી લઇને શનિદોષ લાગે છે. જેના કારણે વ્યક્તિને આર્થિક, માનસિક, શારીરિક અને પારિવારિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શનિના પ્રકોપથી બચવા માટે વિવિધ ઉપાયો અપનાવવામાં આવે છે. તેવી જ રીતે શનિદેવને પ્રસન્ન કરવા માટે વિવિધ પ્રકારના ઉપાયો અપનાવવામાં આવે છે. આવી સ્થિતિમાં તમે ઇચ્છો તો શમીના ઝાડ સાથે સંબંધિત આ ઉપાય અપનાવી શકો છો. તેનાથી શનિદેવની સાથે ભગવાન શિવની કૃપા પણ પ્રાપ્ત થાય છે.

Vastu Shastra Tips | vastu tips for plant | vastu tips for anar | vastu tips for pomegranate tree, vastu tips for dadam | Remedies for Vastu Dosh | vastu tips for home
Vastu Tips For Plat : વાસ્તુ ટીપ્સ અનુસાર ઘરમાં છોડ – ઝાડ લાવવાથી ઘરનું વાસ્તુ દોષ દૂર થાય છે અને સુખ – સંપત્તિ અને સમૃદ્ધિ આવે છે.

શિવપુરાણ અનુસાર શમી પત્ર ભગવાન શિવને ખૂબ જ પ્રસન્ન કરે છે. તેથી શિવલિંગને જળ અર્પણ કરવાની સાથે બેલપત્ર અને શમી પણ ચઢાવવામાં આવે છે. જ્યોતિશ શાસ્ત્ર મુજબ શમી વૃક્ષનો સંબંધ ભગવાન શિવની સાથે સાથે શનિદેવ સાથે પણ છે. એટલા માટે કહેવાય છે કે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે શમીનું વૃક્ષ જરૂર લગાવવું જોઈએ. ઉપરાંત

નકારાત્મક ઉર્જા ઘરની બહાર જાય છે. શિવપુરાણમાં શમીના ઝાડ સાથે જોડાયેલા અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે. જાણો આવા જ એક ઉપાય વિશે, જેના દ્વારા તમે દરેક પ્રકારના રોગો, ભય અને દોષમાંથી મુક્તિ મેળવી શકો છો.

શમીના ઝાડને દૂધ અર્પણ કરો

જ્યોતિષ શાસ્ત્ર સામાન્ય રીતે એવું કહેવાય છે કે શમીના ઝાડને જળ ચઢાવવાથી સુખ-સમૃદ્ધિ આવે છે. શિવપુરાણ અનુસાર શમીના ઝાડને જળ ચઢાવતા પહેલા તેમાં થોડું દૂધ મિક્સ કરો. ત્યારબાદ અવધૂતેશ્વર મહાદેવનું નામ લેતા ધીમે ધીમે અર્પણ કરો. આમ કરવાથી વ્યક્તિ દરેક પ્રકારના રોગોથી મુક્તિ મેળવે છે.

અવધૂતેશ્વર મહાદેવ કોણ છે?

તમને જણાવી દઈએ કે ભગવાન શિવના ઉગ્ર સ્વરૂપનું નામ અવધૂતેશ્વર મહાદેવ છે. દેવગુરુ બૃહસ્પતિ અને ઈન્દ્રદેવની કસોટી કરવા માટે મહાદેવ આ સ્વરૂપમાં પ્રગટ થયા હતા.

આ પણ વાંચો | વાસ્તુ ટીપ્સ અનુસાર ઘરમાં આ છોડ લગાવો, ધન-સંપત્તિનો થશે વરસાદ, લક્ષ્મી માતા હંમેશા રહેશે પ્રસન્ન

શમી ઝાડ સંબંધિત જ્યોતિષ ઉપાય

વાસ્તુ શાસ્ત્ર અનુસાર શમીના વૃક્ષની દરરોજ પૂજા કરવાની સાથે શનિવાર અથવા સોમવારે શમીના ઝાડની ડાળી પર લાલ રંગની નાડાછડી બાંધો. આમ કરવાથી શનિ ખૂબ જ પ્રસન્ન થાય છે. આ સાથે શનિની સાથે રાહુ દોષથી પણ મુક્તિ મળે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ