Kaal Sarp Dosh Upay On Mahashivratri 2025: મહાશિવરાત્રી ભગવાન શંકરનો મુખ્ય તહેવાર છે. મહાશિવરાત્રી પર ભોળાનાથની પૂજા અર્ચના કરવાથી ફાયદો થાય છે. શિવશંકર તેમના કંઠમાં નાગ ધારણ કરે છે, આથી તેમને નાગેશ્વર પણ કહેવાય છે. નાગેશ્વર એટલે કે નાગનો દેવ. આમ શંકર ભગવાની પૂજા કરવાથી નાગનો ભય દૂર થાય છે અને કાલસર્પ દોષમાંથી મુક્તિ મળે છે. જો તમારી કુંડળીમાં કાલ સર્પ દોષ છે તો અહીં આપેલા જ્યોતિષ ઉપાય અનુસરી શકાય છે.
Mahashivratri 2025 Date : મહાશિવરાત્રિ 2025 તારીખ
મહાશિવરાત્રી મહા વદ તેરસ તિથિ પર ઉજવાય છે. આ વખતે 26 ફેબ્રુઆરી, 2025 બુધવારના રોજ મહાશિવરાત્રી ઉજવાશે. મહાશિવરાત્રી પર ભગવાન શંકરની રાત્રી પૂજાનું વિશેષ મહત્વ હોય છે. મહાશિવરાત્રી પર શિવશંકરની 4 પ્રહરની રાત્રી પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે.
મહાશિવરાત્રિ કેમ ઉજવાય છે?
શાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન શિવ અને દેવી પાર્વતીના લગ્ન થયા હતા. સનાતન પરંપરામાં શિવની આરાધના માટે મહાશિવરાત્રીને ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. તેથી ભોળા ભક્તો આ તહેવારની આખું વર્ષ રાહ જોતા હોય છે. ભગવાન ભોલેનાથને ભગવાનના દેવ મહાદેવ પણ કહેવામાં આવે છે.
શાસ્ત્રો અનુસાર સૃષ્ટિની શરૂઆત મહાશિવરાત્રીના દિવસે જ થતી હોવાનું માનવામાં આવે છે. શિવરાત્રીનું વર્ણન ગરુડ પુરાણ, સ્કંદ પુરાણ, પદ્મ પુરાણ અને અગ્નિ પુરાણ વગેરેમાં કરવામાં આવ્યું છે. કહેવાય છે કે શિવરાત્રી પર જે વ્યક્તિ ભગવાન શંકરને બીલીપત્ર અર્પણ કરે છે અને રાત્રે મંત્રોનો જાપ કરે છે, ભગવાન શિવ તેમને સુખ અને મોક્ષ આપે છે.
કાલ સર્પ દોષ ક્યારે બને છે?
જો કુંડળીમાં રાહુ અને કેતુની વચ્ચે કોઈ ગ્રહ આવે છે, તો આ દોષને કાલ સર્પ દોષ કહેવામાં આવે છે. અનંતા કાલ સર્પ દોષ, કુલિક કાલ સર્પ દોષ, કુલિક કાલ સર્પ દોષ, વાસુકી કાલસર્પ દોષ, શંખપાલ કાલ સર્પ દોષ, પદ્મ કાલસર્પ દોષ, પદ્મ કાલસર્પ દોષ, મહાપદમા કાલસર્પ દોષ, તક્ષક કાલસર્પ દોષ, કરકોટક કાલ સર્પ દોશા, શંખચુડ કાલસર્પ દોશા, જીવલેણ કાલસર્પ દોશા, વિશાધાર કાલસર્પ દોશા, વિશાધાર કાલસર્પ દોશા, શેષનાગ કાલસર્પ દોશા, શેષનાગ કાલસર્પ દોશા, શેષનાગ કાલસર્પ દોશા, જેવા અનેક પ્રકારો છે. રાહુને કાલ નામથી ઓળખવામં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં રાહુને સાપનું મુખ અને કેતુને સાપની પૂંછડી માનવામાં આવે છે.
કાલ સર્પ દોષની લગ્ન પર અસર
કુંડળીના ૭માં ઘરમાં કેતુ અને પહેલા ઘરમાં રાહુ કાલ સર્પ દોષ હોય તો વ્યક્તિના લગ્નને અસર કરે છે. કાલ સર્પ દોષ લગ્ન જીવન પર ખૂબ ખરાબ અસર કરે છે અને વૈવાહિક જીવનને નબળું પાડે છે. કાલસર્પ દોષ લગ્ન સંબંધમાં ઘણી સમસ્યાઓ અને તણાવ ઉભો કરે છે અને લગ્ન જીવનને મુશ્કેલ બનાવે છે.
શિવની પૂજા કરવાથી કાલ સર્પ દોષ દૂર થશે
જો તમારી કુંડળીમાં કાલસર્પ દોષ તમારી બધી મુશ્કેલીઓનું કારણ બની રહ્યા છે, તો આ મહાશિવરાત્રિએ તેનાથી બચવા માટે તમારે ભગવાન શિવની એક સરળ પૂજા કરવી જોઈએ.
જો કોઈ વ્યક્તિ ઉજ્જૈનના મહાકાલેશ્વર અથવા નાસિકના ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ અથવા મહાશિવરાત્રિ પર પ્રયાગરાજના તક્ષકેશ્વર મહાદેવ મંદિરમાં પૂજા અને રુદ્રાભિષેક કરે છે, તો તેને જન્મ કુંડળી સાથે સંબંધિત આ દોષથી મુક્તિ મળે છે. કાલ સર્પ દોષથી બચવા માટે મહાશિવરાત્રી પર ભગવાન શિવને ચાંદીના સર્પની એક જોડી અર્પિત કરો. મહાશિવરાત્રિના દિવસથી મહા મૃત્યુંજય મંત્રનો જાપ દિવસમાં બે વખત કરવો જોઈએ.
આ પણ વાંચો : મહાશિવરાત્રિ પર કરો ચમત્કારી ઉપાય, ધન સંપત્તિ પ્રાપ્ત થશે, શંકર ભગવાનની કૃપા રહેશે
મહાશિવરાત્રીના દિવસે ઓમ નાગકુલાય વિદ્મહે વિષાદંતય ધિમહી તન્નો સર્પ પ્રાચોદાયત – મંત્રનો જાપ કરો. મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર દૂધ અને જળ વડે રુદ્ર અભિષેક કરવો જોઈએ. કાલ સર્પ દોષથી પીડિત વ્યક્તિએ કાલ સર્પ દોષની નકારાત્મક અસરોથી બચવા માટે મહાશિવરાત્રીની સાથે નાગ પંચમીનું વ્રત પણ કરવું જોઈએ.





