Kailash Mansarovar Yatra: કૈલાસ માનસરોવર યાત્રા માટે રજિસ્ટ્રેશન શરૂ, ખર્ચ થી લઇ રૂટ સુધી તમામ વિગત

Kailash Mansarovar Yatra 2025: કૈલાસ માનસરોવર યાત્રા 5 વર્ષ બાદ ફરી શરૂ થઇ રહી છે. યાત્રા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ 13 મે, 2025 છે. અહીં કૈલાસ માનસરોવર યાત્રાના રૂટ, ખર્ચ સહિત તમામ વિગતની જાણકારી આપી છે.

Kailash Mansarovar Yatra 2025: કૈલાસ માનસરોવર યાત્રા 5 વર્ષ બાદ ફરી શરૂ થઇ રહી છે. યાત્રા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ 13 મે, 2025 છે. અહીં કૈલાસ માનસરોવર યાત્રાના રૂટ, ખર્ચ સહિત તમામ વિગતની જાણકારી આપી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
kailash mansarovar yatra | kailash mansarovar yatra 2025 | kailash mansarovar yatra cost

Kailash Mansarovar Yatra: કૈલાસ માનસરોવર યાત્રા. (Photo: Social Media)

Kailash Mansarovar Yatra 2025: કૈલાસ માનસરોવર યાત્રા સૌથી કઠીન માનવામાં આવે છે. ભારત અને ચીન સરકારના પ્રયાસોથી 5 વર્ષ બાદ કૈલાસ માનસરોવર યાત્રા ફરી શરૂ થઇ રહી છે. કૈલાસ માનસરોવર હિમાલયની પર્વતમાળા આવેલું ખાસ ધાર્મિક સ્થળ છે. કૈલાસ માનસરોવર યાત્રા ઉત્તરાખંડ, સિક્કિમ અને ચીન, નેપાળ માર્ગથી થાય છે. અહીં કૈલાસ માનસરોવર યાત્રાના રજિસ્ટ્રેશન થઇ લઇ રૂટ સુધી દરેક વિગત આપી છે.

Advertisment

કૈલાસ માનસરોવર 3 ધર્મ માટે આસ્થાનું કેન્દ્ર

કૈલાસ માનસરોવર ને કૈલાસ પર્વત પણ કહેવાય છે, જેનું હિન્દુ ધર્મમાં વિશે મહત્વ છે. કૈલાસ પર્વત પર ભગવાન શંકર નિવાસ કરતા હોવાની માન્યતા છે. કૈલાસ પર્વતર હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મ માટે પણ પવિત્ર સ્થળ છે. બૌદ્ધ ધર્મના લોકો માટે તે કૈલાસ બોધિસત્વનું સ્થાન છે. તો જૈનના સંસ્થાપક ઋષભ દેવ એ આ સ્થાન પર તપ કર્યું હતું.

કૈલાસ પર્વતની ઉંચાઇ

કૈલાસ પર્વની ઉંચાઇ 6638 મીટર એટલે કે 21778 ફુટ છે. તો 4600 મીટરની ઉંચાઇ પર પવિત્ર કૈલાસ માનસરોવર તળાવ આવેલું છે. કૈલાસ માનસરોવર તળાવ, જે સ્થાનિક રીતે માપમ યુમ્ત્સો તરીકે ઓળખાય છે, તે તિબેટ સ્વાયત્ત પ્રદેશ (ટીએઆર) ના નાગરી પ્રાંતમાં કૈલાશ પર્વત નજીક એક ઉંચાઇ પર આવેલું તાજા પાણીનું તળાવ છે. યાત્રીઓ સામાન્ય રીતે કૈલાસ માનસરોવર તળાવ સુધી ચાલીને આવે છે અને પછી કૈલાસ પર્વતની પરિક્રમા કરે છે.

Kailash Mansarovar Yatra 2025 Date : કૈલાસ માનસરોવર યાત્રા ક્યારે યોજાય છે?

Advertisment

કૈલાસ માનસરોવર યાત્રા 2025ની ચોક્કસ તારીખો હજી સુધી જાહેર કરવામાં આવી નથી. જો કે સામાન્ય રીતે જૂન થી સપ્ટેમ્બર દરમિયાન કૈલાસ માનસરોવરની યાત્રા યોજાય છે. ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, 6 વર્ષ બાદ જૂન અને ઓગસ્ટ 2025 વચ્ચે લગભગ 750 યાત્રાળુઓ કૈલાસ માનસરોવર યાત્રા સાથે ફરી શરૂ થશે.

Kailash Mansarovar Yatra Registration : કૈલાસ માનસરોવર યાત્રા 2025 માટે રજિસ્ટ્રેશન શરૂ

કૈલાસ માનસરોવર યાત્રા 2025 માટે રજિસ્ટ્રેશન શરૂ થઇ ગયું છે. ઇચ્છુક યાત્રીઓ એ http://kmy.gov.in વેબસાઇટ પર ઓનલાઇન રજિસ્ટ્રેન કરવાનું રહેશે. 18 થી 70 વર્ષની ઉંમર સુધીના કોઇ પણ ભારતીય નાગરિક કૈલાસ માનસરોવર યાત્રા કરી શકે છે. વર્ષ 2025માં યોજાનાર કૈલાસ માનસરોવર યાત્રા માટે ઓનલાઇન રજિસ્ટ્રેન કરવાની છેલ્લી તારીખ 13 મે, 2025 છે.

Kailash Mansarovar Yatra 2025 Date : કૈલાસ માનસરોવર યાત્રા 2025 તારીખ

કૈલાસ માનસરોવર યાત્રા 2025 5 તબક્કામાં થશે. આ વખતે કૈલાસ માનસરોવર યાત્રાની 5 ટુકડીમાં થશે. પ્રત્યેક ટુકડીમાં 50 યાત્રીઓ હશે. કૈલાસ માનસરોવર યાત્રા ઉત્તરાખંડ અને સિક્કિમ રાજ્યના રસ્તેથી કરવામાં આવે છે. આ વખતે કૈલાસ માનસરોવર યાત્રા 30 જૂન 2025થી શરૂ થશે. પ્રથમ ટુકડી 10 જુલાઇએ લિપુલેખ પાસ થઇ ચીનમાં પ્રવેશ કરશે. તો અંતિમ ટુકડી 22 ઓગસ્ટે ચીન માંથી ભારત પરત ફરશે. સામાન્ય રીતે સંપૂર્ણ કૈલાસ માનસરોવર યાત્રા 22 થી 23 દિવસન હોય છે.

Kailash Mansarovar Yatra Cost : કૈલાસ માનસરોવર યાત્રાનો ખર્ચ

કૈલાસ માનસરોવર યાત્રા કઠીન હોવાની સાથે સાથે ખર્ચાળ પણ હોય છે. કૈલાસ માનસરોવરનો ખર્ચ રૂટ, પરિવહનના પ્રકાર અને યાત્રાના સમયગાળા પર આધાર રાખે છે. સામાન્ય રીતે પ્રતિ વ્યક્તિ 2,00,000 થી 4,50,000 રૂપિયા સુધીનો ખર્ચ થાય છે. હોલિકોપ્ટર દ્વારા યાત્રા માટે 2,65,000 થી 2,85,000 રૂપિયા સુધીનો ખર્ચ થાય છે. ઓછી પરમિટ ફી અને વધારે ચઢાણ કરવું પડતું હોવાથી નેપાળ રૂટ સામાન્ય રીતે ચીન રૂટ કરતા સસ્તો પડે છે.

કૈલાસ માનસરોવર યાત્રા માટે જરૂરી દસ્તાવેજ

કૈલાસ માનસરોવર યાત્રા માટે સૌથી પહેલા ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે. આ યાત્રા દિલ્હીથી શરૂ થાય છે. યાત્રી પાસે માન્ય ભારતીય પાસપોર્ટ, ઓળખ પત્ર, 3 પાસપોર્ટ સાઇઝ ફોટા હોવા જોઇએ. કૈલાસ માનસરોવર યાત્રા જવાની પહેલા દિલ્હીમાં યાત્રીનો સંપૂર્ણ મેડિકલ ટેસ્ટ થાય છે. તમામ ટેસ્ટ નોર્મલ આવનાર વ્યક્તિને જ કૈલાસ માનસરોવર યાત્રા પર જવાની મંજૂરી આપવામાં આવે છે.

પ્રવાસ ધર્મ ભક્તિ