/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Kalawa-Benefits-And-Rules.jpg)
Kalawa Benefits And Rules: નાડાછડી અને રક્ષા સૂત્ર હાથના કાંડા પર બાંધવાથી ખરાબ દ્રષ્ટિથી રક્ષણ થાય છે.(Photo: Social Media)
Kalawa Raksha Sutra Benefits And Rules: હિંદુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય પહેલા કાંડા પર નાડાછડી બાંધવાની પરંપરા છે, જેને રક્ષા સૂત્ર કે મૌલી પણ કહેવામાં આવે છે. હાથ પર નાડાછડી બાંધવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. તે માત્ર એક ધાર્મિક વિધિ જ નથી, પરંતુ પવિત્રતા અને સુરક્ષાનું પ્રતીક પણ છે. કહેવાય છે કે ભગવાન વામનએ અસુર રાજા બાલીના કાંડા પર નાડાછડી બાંધી હતી, ત્યારથી તેને રક્ષા સુત્ર તરીકે પહેરવાની પરંપરા ચાલી રહી છે.
શાસ્ત્રો અનુસાર તમારે હાથમાં રક્ષા સૂત્ર ધારણ કરતા પહેલા કેટલાક નિયમોનું ધ્યાન રાખવું જ જોઇએ. આવી સ્થિતિમાં, ચાલો આપણે જાણીએ કે ક્યારે અને કેવી રીતે નાડાછડી બાંધવી, તેનાથી શું ફાયદા થાય છે અને તેના ખાસ નિયમો શું છે.
નાડાછડી ક્યારે બાંધવી જોઈએ?
નાડાછડી કોઈપણ દિવસે બાંધી શકાય છે, પરંતુ તેને બાંધતી વખતે શુભ સમય જોવો જરૂરી છે. જો નાડાછડી 21 દિવસથી વધુ જુની થઇ જાય તો તેને મંગળવાર કે શનિવારે ઉતારવો સૌથી શુભ માનવામાં આવે છે.
નાડાછડી બાંધવાનાફાયદા
નાડાછડી નેત્રિમૂર્તિ (બ્રહ્મા, વિષ્ણુ, મહેશ)નું પ્રતીક માનવામાં આવે છે. તેને નિયમાનુસાર બાંધવાથી ભગવાનની કૃપા રહે છે અને સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે. રક્ષા સૂત્ર આપણને દુષ્ટ શક્તિઓથી બચાવે છે. એવું માનવામાં આવે છે કે નાડાછડી બાંધવાથી બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને કાર્ડિયોવાસ્ક્યુલર રોગોમાં ફાયદો થાય છે. એ જ રીતે જો નાડાછડી યોગ્ય રીતે બાંધવામાં આવે તો તેનાથી મંગળ અને ગુરુની સકારાત્મકતા વધે છે અને જીવનમાં શુભ ફળ મળે છે.
નાડાછડી કેટલા દિવસમાં બદલવી જોઇએ?
ઘણા લોકો મહિનાઓ સુધી એક જ નાડાછડી કે રક્ષા સૂત્ર પહેરી રાખે છે, પરંતુ આ યોગ્ય નથી. શાસ્ત્રો મુજબ જ્યારે રક્ષા સૂત્રનો રંગ ઝાંખો પડવા લાગે છે તો તેની ઉર્જા ઓછી થવા લાગે છે. તેથી, 21 દિવસથી વધુ સમય સુધી નાડાછડી બાંધી રાખવી નહીં. નાડાછડી બાંધ્યાના 21 દિવસ બાદ તે નદીમાં વહાવી દેવી જોઇએ અથવા ઝાડના મૂળમાં દાટી દેવી જોઈએ.
ક્યા રંગની નાડાછડી કે રક્ષા સૂત્ર શુભ હોય છે?
નાડાછડી અને રક્ષા સૂત્ર હંમેશા લાલા, પીળા અને કેસરી રંગના હોય છે. નાડાછડીનો રંગ ઝાંખો થાય એટલે તરત જ તે ઉતારી દેવી જોઇએ. ઝાંખો રંગ હોય તેવી નાડાછડી ક્યારે ધારણ કરવી નહીં. જુની અને તુટેલી નાડાછડી ઉતારી તરત જ શુભ સમયમાં નવી નાડાછડી બાંધવી જોઈએ. જુની નાડાછડી કે રક્ષા સૂત્રને કચરાપેટીમાં ફેંકવા નહીં, તેને કોઈ પવિત્ર સ્થાન પર વિસર્જિત કરો.
પુરુષ અને સ્ત્રીએ ક્યા હાથમાં નાડાછડી બાંધવી જોઇએ?
પુરુષ અને મહિલા માટે હાથના કાંડા પર નાડાછડી વિશે અલગ અલગ નિયમ છે. પુરુષ અને અપરણિત સ્ત્રી એ જમણા હાથમાં નાડાછડી બાંધવી જોઇએ. પરિણીત મહિલાએ ડાબા હાથમાં નાડાછડી બાંધવી જોઈએ.
નાડાછડી બાંધવાની સાચી રીત
નાડાછડી બાંધવાની પણ ચોક્કસ રીત છે. નાડાછડી બાંધતી વખતે હથેળીમાં ચોખા રાખી મુઠ્ઠી બંધ રાખવી જોઈએ. તમને જે વ્યક્તિએ નાડાછડી બાંધી હોય તેને દક્ષિણા આપવી જોઈએ. નાડાછડી બાંધતી વખતે બીજો હાથ માથા પર રાખવો જોઈએ. હાથના કાંડ પર 3, 5, 7 અથવા 9 વખત નાડાછડીની ગોળ આંટી મારવી જોઇએ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us