/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Kaliyuga-Kalki-Avatar.jpg)
Kalki Avatar In Kaliyuga Ends| પુરાણો અનુસાર કળિયુગનો અંત કરવા ભગવાન વિષ્ણ કલ્કી અવતાર લેશે. (Photo: Freepik)
When and How will Kaliyuga End in Gujarati: કળયુગ વિશે ઘણી વખત વાતો થતી હોય છે. આપણને બધાને ક્યારેક ને ક્યારેક આ પ્રશ્ન થયો હશે કે દુનિયામાં આટલાં બધાં દુઃખો અને તકલીફો છે, તો શું આ બધું કળિયુગને કારણે છે? અને જો હા, તો પછી કળિયુગનો અંત ક્યારે આવશે?
આજકાલ દુનિયામાં પાપો વધી રહ્યા છે, આ દિવસોમાં ઘણી એવી ઘટનાઓ પણ સાંભળવા મળે છે જે માનવતાને શરમાવે છે. કેટલાક લોકો એવા હોય છે જે ઘણી સમસ્યાઓથી ઘેરાયેલા હોય છે. આવી સ્થિતિમાં, લોકો દરેક પળની રાહ જોતા હોય છે કે ભગવાન તેમના દુ:ખને દૂર કરવા માટે પૃથ્વી પર ફરીથી અવતાર લેશે, ત્યારબાદ કળિયુગનો અંત આવશે. કળિયુગના અંતની વાત કરીએ તો વિષ્ણુ પુરાણમાં તેનાથી સંબંધિત અનેક રહસ્યો જણાવવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં, ચાલો આપણે જાણીએ કે કળિયુગ ક્યારે અને કેવી રીતે સમાપ્ત થશે.
કળિયુગ એટલે શું?
વિષ્ણુ પુરાણ, શ્રીમદ્ ભાગવત પુરાણ, ભવિષ્ય પુરાણ વગેરે જેવા પુરાણોમાં કળિયુગનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. જો તમે કળિયુગનો અર્થ જાણતા હોવ તો તેનો અર્થ થાય છે કાળો યુગ એટલે કે પડછાયો. આ તે સમય છે જ્યારે અસત્ય, પાપ અને કલેશ સૌથી વધુ હશે. સત્ય પણ ઝુઠું જ લાગશે. લોકો કારણ વગર એકબીજાને નફરત કરશે. તમને જણાવી દઇયે કે, કળિયુગની શરૂઆત દ્વાપર યુગ પછી થઈ હતી. પુરાણોમાં તેને અધર્મ અને પાપના યુગ તરીકે વર્ણવવામાં આવ્યો છે.
કળિયુગ ક્યાર શરૂ થયો?
મહાભારત બાદ આવી અનેક ઘટનાઓ બની, જે બાદ કળિયુગનું આગમન વધી ગયું. શ્રીકૃષ્ણ માનવ દેહ છોડી વૈકુંઠ જતા રહ્યા, પાંડવો સ્વર્ગમાં જતા રહ્યા અને યદુવંશ કુળનો નાશ થયો. આ ઘટનાઓ પછી ઈ.સ. પૂર્વ 3102માં કળિયુગની શરૂઆત થઈ. આમ કળયુગ શરૂ થયાને 5126 વર્ષ વીતી ગયા છે.
કળિયુગ ક્યારે સમાપ્ત થશે?
પુરાણો અનુસાર કળિયુગ 432000 વર્ષ સુધી ચાલશે. કળિયુગના 5126 વર્ષ વીતી ગયા છે અને હજી 426882 વર્ષ થયા છે. આનો અર્થ એ થયો કે તેની શરૂઆત જ થઈ છે. આવી સ્થિતિમાં કળિયુગના અંતને હજુ પણ હજારો વર્ષ બાકી છે.
કળિયુગના અંતે શું થશે?
પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે કળિયુગ તેની ચરમસીમા પર હશે, ત્યારે પૃથ્વી પર જીવન ખૂબ જ મુશ્કેલ બની જશે. મનુષ્યની સરેરાશ ઉંમર માત્ર 20 વર્ષ હશે. નાના નાના રોગોથી લોકો મરવા લાગશે. 5 વર્ષની બાળકીઓ માતા બનશે. પૃથ્વી પર અન્નની અછત સર્જાશે. નદીઓ સુકાઈ જશે અને હવામાન ખૂબ જ ખરાબ થઈ જશે. ક્યારેક ખૂબ જ ગરમી પડશે તો ક્યારેક ખૂબ જ ઠંડી પડશે. ગાય દૂધ આપવાનું બંધ કરી દેશે. લોકો બકરીઓ અને ઘેટાંના માંસ અને દૂધ પર નિર્ભર થઈ જશે.
ભગવાન કલ્કી અવતાર લેશે
પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે પાપ જ્યારે ચરમ પર હશે ત્યારે ભગવાન વિષ્ણુ કલ્કિ અવતાર લઈને આવશે. તે પાપીઓનો નાશ કરશે અને સત્ય અને ધર્મની ફરી સ્થાપના કરશે. આ પછી ફરી સતયુગની શરૂઆત થશે.
ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી આ માહિતી એકત્ર કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેના સાચા અને સાબિત થવાની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ રીતે ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us