Kamurta 2023, date time, kharmas puja vidhi : હિન્દુ શાસ્ત્રમાં કમુરતાનું આગવું મહત્વ છે. કમુરતાને ખરમાસ કે મલમાસ પણ કહેવાય છે. હિન્દુ ધર્માં સંક્રાંતિ તિથિનું ખાસ મહત્વ છે. ધાર્મિક મત છે કે સંક્રાંતિ તિથિ પર ગંગા નદીમાં સ્નાન કરવાથી અજાણ્યામાં કરેલા પાપમાંથી મુક્તિ મળે છે. હિન્દુ શાસ્ત્રો પ્રમાણે કમુરતામાં શુભ કાર્યો કરવા પર મનાઇ ફરમાવવામાં આવે છે. કમુરતાનો સમય 30 દિવસનો હોય છે. કમુરતા બેસતાની સાથે જ એક મહિના માટે શુભ કાર્યો નહીં થાય. જ્યોતિષની માનીએ તો સૂર્યદેવના ધન રાશિમાં ગોચરથી કમુરતા શરુ થાય છે.જ્યારે સૂર્ય ધન રાશિમાંથી નીકળીને મકરમાં પ્રવેશ કરે છે ત્યારે કમુરતા પુરા થાય છે. કમુરતા ઉતરતાની સાથે શુભ કાર્યોની શરુઆત થાય છે.
કમુરતા/ ખરમાસ/ મલમાસ શું છે?
કમુરતાને ખરમાસ કે મલમાસ પણ કહેવામાં આવે છે. વૈદિક શાસ્ત્રો પ્રમાણે સૂર્યદેવ એક રાશિમાં 30 દિવસ સુધી રહે છે. ત્યાં જ જયારે ધન અને મીન રાશિમાં ગોચર કરે છે તો સૂર્યદેવના તેજ પ્રભાવથી ધન અને મીન રાશિના સ્વામી બૃહસ્પતિનો પ્રભાવ ક્ષીણ થઈ જાય છે. એને લઇ એક મહિના સુધી ખરમાસ લાગે છે, જેને કમુરતા પણ કહેવાય છે. આ દરમિયાન શુભ કાર્ય કરવાની મનાઈ હોય છે. સરળ શબ્દમાં કહીએ તો લગ્ન, વિદાઈ, ઉપનયન, મુંડન વગેરે જેવા શુભ કાર્ય આ દમયગાળા દરમિયાન નહિ કરી શકાય.
કમુરતાનો સાચો સમય કયો છે, ક્યારેથી બેશસે કમુરતા?
પંચાંગ અનુસાર, 16 ડિસેમ્બરના રોજ સૂર્યદેવ સાંજે 3 વાગ્યાને 58 મિનિટ પર વૃશ્ચિક રાશિમાંથી નીકળી ધન રાશિમાં પ્રવેશ કરશે. આ દિવસથી ખરમાસ લાગી જશે. આ રાશિમાં સૂર્યદેવ 30 દિવસ સુધી રહેશે. ત્યાર બાદ સૂર્ય ધનમાંથી નીકળી મકર રાશિમાં પ્રવેશ કરશે. આ દિવસથી ફરી શુભ કાર્ય શરુ થઇ જશે.
કમુરાતમાં આ કામ ચોક્કસ કરવા
જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે કુંડળીમાં સૂર્યનો પ્રભાવ પ્રબળ રહે છે. તેથી આ દરમિયાન સૂર્ય ભગવાનની વિશેષ પૂજા કરવી જોઈએ. તેના માટે પાણીમાં કુમકુમ ભેળવીને દરરોજ સૂર્યદેવને અર્ઘ્ય ચઢાવો. આ સમયે સૂર્ય મંત્રનો જાપ કરો.
કમુરતામાં શું ન કરવું જોઈએ?
- ખરમાસમાં કોઈપણ પ્રકારે માંગલિક એટલે કે શુભ કામ જેવા કે લગ્ન વગેરે ન કરવા જોઈએ કારણ કે આ દરમિયાન કોઈ થયેલા લગ્નથી દામ્પત્ય જીવનમાં શુભ ફળ પ્રાપ્ત થતાં નથી
- સૂર્યના ધન રાશિમાં જવાથી અગ્નિ તત્વની વૃદ્ધિ થાય છે એટલા માટે આ દરમિયાન લગ્ન ઉપરાંત સગાઈ, ગૃહ પ્રવેશ, મુંડન જેવા કાર્યો પણ ન કરવા જોઈએ
- કમુરતા દરમિયાન ભવનનું નિર્માણ શરુ ન કરવું જોઇએ. જો પહેલાથી બની રહ્યું છે તો બનાવી શકાય છે.
- ખરમાસ દરમિયાન નવું ઘર, સંપત્તિ, વાહન વગેરે ખરીદી કરવાથી બચવું જોઇએ, કારણ કે આનાથી અશુભ ફળ પ્રાપ્ત થાય છે
- ખરમાસ દરમિયાન તામસિક ભોજપ કરવાથી દૂર રહેવું
કમુરતામાં શું કરવું જોઈએ?
- કમુરતા દરમિયાન સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવી જોઈએ અથવા વાંચવો જોઈએ. આનાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે.
- ખરમાસ દરમિયાન માતા લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવી જોઈએ આનાથી શભુ ફળ પ્રાપ્ત થાય છે
- જે લોકોની કુંડળીમાં ગુરુ બૃહસ્પતિની સ્થિતિખરાબ છે. એ લોકો ખરમાસ દરમિયાન પૂજા પાઠ કરો. આવું કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આ સાથે જ ગુરુવારે પીળી વસ્તુનું નામ કરો.
- રોજ સૂર્યને અર્દ્ય આપવું લાભકારી છે. એક તાંબાના લોટામાં જળ, ચોખા, લાલ ફૂલ અને સિન્દુર નાંખીને અર્દ્ય આપો. આવું કરવાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત થાય છે.
- ખરમાસ દરમિયાન દાન આપવાનું વિશેષ મહત્વ ચે. એટલા માટે આ દરમિયાન વસ્ત્ર, અનાજ, ગરમ કપડાં વગેરેનું દાન ચોક્કસથી કરો
- ખરમાસ દરમિયાન ભગવાન વિષ્ણુને કેળા, મોસંબી, સોપારી, પંચામૃત, તુલસ વગેરે અર્પણ કરો
ડિસ્ક્લેમર – આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેના સાચા અને સાબિત હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.





