Kanwar Yatra 2025: કાવડ યાત્રા શરુ, જાણો શિવભક્તો કેમ ઉપાડે છે કાવડ અને શું છે તેનું મહત્વ

Kanwar Yatra 2025: હિંદુ ધર્મમાં કાવડ યાત્રાને ખૂબ જ પવિત્ર અને પૂર્ણ્યકારી માનવામાં આવે છે. આ યાત્રાના માધ્યમથી શિવભક્તો પોતાની શ્રદ્ધા અને સમર્પણ ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરે છે

Written by Ashish Goyal
July 11, 2025 16:58 IST
Kanwar Yatra 2025: કાવડ યાત્રા શરુ, જાણો શિવભક્તો કેમ ઉપાડે છે કાવડ અને શું છે તેનું મહત્વ
હિંદુ ધર્મમાં કાવડ યાત્રાને ખૂબ જ પવિત્ર અને પૂર્ણ્યકારી માનવામાં આવે છે (Express photo by Amit Mehra)

Kanwar Yatra 2025 : શ્રાવણ મહિનાની (ઉત્તર ભારતમાં) શરૂઆત સાથે જ શ્રદ્ધા અને ભક્તિથી ભરપૂર કાવડ યાત્રા પણ શરૂ થઈ જાય છે. શ્રાવણ માસને ભગવાન શિવને સમર્પિત માનવામાં આવે છે અને આ પવિત્ર મહિનામાં શિવભક્તો ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે વ્રત, પૂજા અને વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો કરે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવભક્તોના શ્રદ્ઘાથી ભરેલી કાવડ યાત્રા 11 જુલાઈ 2025 શુક્રવારથી શરૂ થઈ ગઇ છે.

કાવડ યાત્રા દરમિયાન હરિદ્વાર, ગંગોત્રી, ગૌમુખ અને અન્ય તીર્થસ્થાનોથી ગંગાજળ ભરીને લાખો શ્રદ્ધાળુઓ વિભિન્ન રાજ્યોમાંથી પગપાળા યાત્રા કરીને પોતાના સ્થાનિક શિવ મંદિરો સુધી પહોંચાડે છે. શ્રાવણ શિવરાત્રીના દિવસે આ જળથી શિવલિંગનો જળાભિષેક કરવામાં આવે છે. આ પરંપરા માત્ર આસ્થાનું પ્રતિક નથી પરંતુ આધ્યાત્મિક શુદ્ધિ અને ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત કરવાનું માધ્યમ પણ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ચાલો આપણે જાણીએ કે તેનું ધાર્મિક મહત્વ શું છે.

કાવડ યાત્રા ક્યાં સુધી ચાલશે?

શ્રાવણ માસની શરૂઆત સાથે જ કાવડ યાત્રાનો પણ પ્રારંભ થાય છે. હિન્દુ પંચાંગ અનુસાર આ યાત્રા શ્રાવણ મહિનાથી શરૂ થાય છે અને શ્રાવણ શિવરાત્રી સુધી ચાલે છે.

કાવડ યાત્રાનું મહત્વ

હિંદુ ધર્મમાં કાવડ યાત્રાને ખૂબ જ પવિત્ર અને પૂર્ણ્યકારી માનવામાં આવે છે. આ યાત્રાના માધ્યમથી શિવભક્તો પોતાની શ્રદ્ધા અને સમર્પણ ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરે છે. એવું માનવામાં આવે છે કે કાવડ યાત્રા કરવાથી મહાદેવ ખૂબ જ જલ્દી પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે. કાવડ યાત્રાનો મૂળ હેતુ ભગવાન શિવ પ્રત્યેની નિષ્ઠા અને સમર્પણને પ્રગટ કરવાનો છે.

આ પણ વાંચો – ભૂલથી પણ રસોડામાં આ 5 વસ્તુઓ ના રાખો, આર્થિક નુકસાન થઈ શકે છે

આ સમય દરમિયાન ભક્તો ગંગાજળ લાવીને શિવલિંગનો અભિષેક કરે છે, જે ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. કહેવાય છે કે કાવડ યાત્રા કરવાથી વ્યક્તિને રોગ, ભય, શોક અને પાપથી મુક્તિ મળે છે અને જીવનમાં સુખ-શાંતિ આવે છે.

ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ