Kartik Month 2023: કારતક માસમાં તુલસીના ચમત્કારી ઉપાયો કરો; ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની કૃપા થશે, ઘરમાં ધન-સંપત્તિનો થશે વરસાદ

Kartik Month 2023 Tulsi Puja Upay : કારતક માસમાં તુલસીની પૂજા કરવાથી મોક્ષ મળે છે અને ઘરમાં પૈસાની કમી નથી રહેતી. કારતક માસમાં તુલસીના ચમત્કારી ઉપાયો અને ફાયદાઓ વિશ જાણો

Kartik Month 2023 Tulsi Puja Upay : કારતક માસમાં તુલસીની પૂજા કરવાથી મોક્ષ મળે છે અને ઘરમાં પૈસાની કમી નથી રહેતી. કારતક માસમાં તુલસીના ચમત્કારી ઉપાયો અને ફાયદાઓ વિશ જાણો

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Kartik Month 2023 Date | Kartik Month 2023 Tulsi Puja Upay | Kartik Month 2023 | Tulsi Puja Upay | Tulsi Puja In Kartik Month

કારતક માસમાં તુલસીના પૂજા કરવાથી ઘણા ફાયદા થાય છે. (Photo - ieGujarati)

Tulsi Puja In Kartik Month : કારતક માસ 2023 તુલસી પૂજન: સનાતન ધર્મમાં કારતક માસનું વિશેષ મહત્વ છે. આ મહિનો ભગવાન વિષ્ણુના સૌથી પ્રિય માસ પૈકીનો એક માનવામાં આવે છે. તેમજ ચાતુર્માસનો છેલ્લો મહિનો છે. કારતક માસમાં ભગવાન વિષ્ણુની પૂજાની સાથે સાથે દેવી લક્ષ્મી અને તુલસીના છોડની પૂજા કરવી પણ ફાયદાકારક માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે ચાલુ વર્ષ 2023માં કારતક માસ 15 ઓક્ટોબર 2023થી શરૂ થઈ રહ્યો છે. એક મહિના સુધી સવારે તુલસીના છોડને જળ ચઢાવવાથી અને સાંજે ઘીનો દીવો પ્રગટાવવાથી સુખ, સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કારતક માસમાં તુલસી સંબંધિત કેટલાક ઉપાય કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. ચાલો જાણીયે, કારતક મહિનામાં કયા શુભ ઉપાય કરવા જોઈએ.

Advertisment

તુલસીને જળ ચઢાવો

કારતક માસમાં સૂર્યોદય પહેલા જાગી જવું અને તમામ દૈનિક કામકાજ પતાવ્યા બાદ સ્નાન કરીને સ્વચ્છ થઇ જવું. હવે એક લોટા કે કળશમાં સ્વચ્છ પાણી લઈને તુલસીના છોડને અર્પણ કરો. તુલસીના છોડને જળ ચઢાવતી વખતે આ મંત્રનો જાપ કરવો જોઈએ.

મહાપ્રસાદ જનની, સર્વ સૌભાગ્યવર્ધિની
આધિ વ્યાધિ હરા નિત્યં, તુલસી ત્વં નમોસ્તુતે

તુલસીના છોડને કાચું દૂધ ચઢાવો

પાણી ઉપરાંતતુલસીના છોડને કાચું દૂધ ચઢાવવાથી પણ ફાયદો થાય છે. તેથી, તુલસીના છોડને જળ અર્પણ કરતી વખતે, તમારે જળપાત્રમાં થોડુંક દૂધ મિક્સ કરવું જોઈએ.

Advertisment

દરરોજ તુલસીની માટીનું તિલક લગાવો

દરરોજ તુલસીના છોડને જળ ચઢાવ્યા બાદ છોડમાંથી થોડીક માટી લઈને કપાળ પર તિલક કરો અને નાભિમાં લગાવો. આમ કરવાથી વ્યક્તિને દરેક ક્ષેત્રમાં પ્રગતિની સાથે આર્થિક લાભ પણ મળશે અને માનસિક તણાવથી પણ રાહત મળશે.

ભગવાન વિષ્ણુને તુલસીના પાન અર્પણ કરો

કારતક માસમાં દરરોજ તુલસીના છોડની પૂજા કરવાની સાથે, તુલસીના પાન તોડીને ભગવાન વિષ્ણુની સાથે સાથે તેમના અવતારોને પણ અર્પણ કરો. આવું કરવાથી ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મી પણ ખૂબ જ પ્રસન્ન થાય છે.

તુલસીના છોડની પરિક્રમા કરો

કારતક માસમાં તુલસીની પૂજાની સાથે પરિક્રમા કરવી લાભકારી માનવામાં આવે છે. તેથી દરરોજ તુલસીના છોડની 3 થી 5 પરિક્રમા કરો.

આ પણ વાંચો |  4 દિવસ પછી ગજકેસરી રાજયોગ બનશે; આ 3 રાશિનો ગોલ્ડન ટાઇમ શરૂ થશે, નોકરી-ધંધામાં પ્રગતિ અને ધનલાભ થશે

તુલસીનો છોડ લગાવો

કારતક માસમાં તુલસીનો છોડ લગાવવો ફાયદાકારક માનવામાં આવે છે. તેથી, જો તમારા ઘરમાં તુલસી નથી, તો કારતક માસમાં તુલસીનો છોડ અવશ્ય લગાવવો જોઇએ.

(Disclaimer- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે, તેના સાચી સાબિત કરવાનો નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી.)

તહેવાર astrology ધર્મ ભક્તિ