Kartik Purnima 2024 Date: હિંદુ ધર્મમાં અમાસ અને પૂનમ તિથિ દર મહિને આવે છે અને દરેકનું પોતાનું આગવું મહત્વ હોય છે. તેવી જ રીતે કારતક મહિનામાં આવતી કારતક પૂર્ણિમા કે પૂનમને ખાસ માનવામાં આવે છે. આ દિવસે સ્નાન કરવાથી, દીપદાન કરવાથી અનેક ગણું વધારે ફળ પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં આ દિવસે દેવ દિવાળી પણ મનાવવામાં આવે છે.
માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. આ કારણથી તેને ત્રિપુરી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ દિવસે સ્નાનની સાથે સાથે ભગવાન શિવ અને માતા લક્ષ્મીની વિધિવત પૂજા કરવાથી શુભ ફળ મળે છે. ચાલો જાણીએ કારતક પૂનમની તારીખ, શુભ મુહૂર્ત અને મહત્વ.
કારતક પૂનમ 2024 ક્યારે છે?
પંચાગ અનુસાર કારતત સુદ પૂનમ 15 નવેમ્બર 2024 ના રોજ સવારે 06:19 વાગ્યે શરૂ થશે, જે 16 નવેમ્બર 2024 ના રોજ સવારે 02:58 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં કારતક પૂનમ 15 નવેમ્બર 2024ના રોજ ઉજવવામાં આવશે.
કારતક પૂનમ 2024 સ્નાન અને દાન મુહૂર્ત
- સ્નાન-દાન મુહૂર્ત – સવારે 04.58 – સવારે 5.51
- સત્યનારાયણ પૂજા – સવારે 06.44 – સવારે 10.45
- ચંદ્રોદયનો સમય – સાંજે 04.51
દેવ દિવાળી 2024 શુભ મુહૂર્ત
પ્રદોષ કાળ દેવ દિવાળી મુહૂર્ત સાંજે 05:10 થી રાત્રે 07:47 સુધી
આ પણ વાંચો – નહાય ખાયથી લઇને સૂર્યોદય અર્ધ્ય સુધી, જાણો છઠ મહાપર્વની તારીખ અને મહત્વ
કારતક પૂનમ 2024 લક્ષ્મી પૂજન
15 નવેમ્બરના રોજ રાત્રે 11.39 વાગ્યાથી 16 નવેમ્બરના રોજ 12.33 વાગ્યા સુધી
કારતક પૂનમ મહત્વ
કારતક પૂનમનું હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ છે. આ દિવસે સ્નાન દાનની સાથે દીપદાન કરવાથી શુભ ફળ મળે છે. આ દિવસ ઘણા કારણોસર ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
કારતક પૂનમના દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. આ કારણે તેને ત્રિપુરારી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. કારતક પૂનમના દિવસે ભગવાન વિષ્ણુએ રાક્ષસોથી ઋષિમુનિઓ અને વેદોની રક્ષા માટે મત્સ્યનો અવતાર લીધો હતો.
શીખ ધર્મ માટે કારતક પૂનમ ખૂબ જ ખાસ છે, કારણ કે આ દિવસે ગુરુ નાનક દેવજીનો જન્મ થયો હતો. આ કારણે આ દિવસને ગુરુ નાનક જયંતિ પણ મનાવવામાં આવે છે.
ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી આ માહિતી એકત્ર કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેના સાચા અને સાબિત થવાની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ રીતે ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.