Karwa Chauth 2023 : કરવા ચોથની રાત્રે ચંદ્ર ક્યારે દેખાશે? વ્રતમાં પરિણીત મહિલાઓએ આ 10 બાબતો ધ્યાનમાં રાખવી

Karwa Chauth 2023 Puja Vidhi Rules : કરવા ચોથના વ્રતમાં પરિણીત મહિલાઓ રાત્રે ચંદ્રની પૂજા કર્યા બાદ પતિનું મુખ જોઇ ઉપવાસ ખોલે છે. કરવા ચોથની રાત્રે ચંદ્ર ક્યારે દેખાશે અને વ્રત દરમિયાન મહિલાઓએ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જાણો અહીં

Karwa Chauth 2023 Puja Vidhi Rules : કરવા ચોથના વ્રતમાં પરિણીત મહિલાઓ રાત્રે ચંદ્રની પૂજા કર્યા બાદ પતિનું મુખ જોઇ ઉપવાસ ખોલે છે. કરવા ચોથની રાત્રે ચંદ્ર ક્યારે દેખાશે અને વ્રત દરમિયાન મહિલાઓએ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જાણો અહીં

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Karwa Chauth 2023 | Karwa Chauth Story | Karwa Chauth 2023 Puja Vidhi | Karwa Chauth Rules | Karwa Chauth 2023 Moon Time | Karwa Chauth vrat upvas

કરવા ચોથનું વ્રત પરિણીત મહિલાઓ પતિના લાંબા આયુષ્ય માટે કરે છે. (Photo - Jansatta)

Karwa Chauth 2023 Puja Vidhi Rules : કરવા ચોથનો વ્રત પરિણીત સ્ત્રીઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે કરે છે. કરવા ચોથના ઉપવાસમાં સ્ત્રીઓ રાત્રે ચંદ્રની પૂજા કર્યા બાદ પતિનું મુખ જોઇ ઉપવાસ તોડે છે. કરવા ચોથના ઉપવાસની દરેક પરિણીત મહિલા આતુરતાથી રાહ જોતી હોય છે. કરવા ચોથનું વ્રત અખંડ પ્રેમ, સમ્માન અને ત્યાગની ચેતનાના પ્રતિક માનવામાં આવે છે. કરવા ચોથના દિવસે આખો દિવસ પાણી પીધા વગર ભૂખ્યા રહીને ઉપવાસ કરવાનો હોય છે. રાત્રે ચંદ્રને અર્ધ્ય આપીને ઉપવાસ તોડવાનો હોય છે. શિવ પાર્વતી અને ચંદ્ર દેવની કૃપાથી સુખી લગ્ન જીવનના આર્શીવાદ પ્રાપ્ત થાય છે.

Advertisment

કરવા ચોથનું વ્રત ક્યારે છે? (Karwa Chauth 2023 Date Time)

કરવા ચોથનો ઉપવાસ આસો વદ મહિનાની ચોથાના દિવસ રાખવામાં આવે છે. આ વખતે કરવા ચોથનો ઉપવાસ 1 નવેમ્બર, 2023ના રોજ છે.

કરવ ચોથની પૂજાનો સમય, ચંદ્ર ક્યારે દેખાશે? (Karwa Chauth 2023 Moon Time)

કરવા ચોથના ઉપવાસમાં ચંદ્રની પૂજાનું વિશેષ મહત્વ છે. ચંદ્રની પૂજા કરીને પરિણીત મહિલાઓ કરવા ચોથનો ઉપવાસ તોડે છે. કરવા ચોથાની રાત્રે પત્ની ચંદ્રની પૂજા કરીને ચારણીમાંથી પતિનું મુખ જોઇને પારણાં કરે છે. સામાન્ય રીતે ચોથાના દિવસ ચંદ્રોદય મોડું થાય છે. હિન્દુ પંચાગ અનુસાર ચાલુ વર્ષે કરવા ચોથાની પૂજાનો સમય 1 નવેમ્બર, 2023ના રોજ સાંજે 05 વાગે 35 મિનિટથી સાંજે 06 વાગે 54 મિનિટ સુધી છે. કરવા ચોથનો ચંદ્ર રાતે 08 વાગીને 15 મિનિટે નીકળશે. શહેર અનુસાર ચંદ્રોદયમાં થોડોક ફેરફાર થઇ શકે છે.

Advertisment

કરવા ચોથના ઉપવાસની સામગ્રી

કરવા ચોથના ઉપવાસની પૂજા સામગ્રીમાં કરવા, ચારણી, ફૂલ, ફળ, મિઠાઇ, વ્રત કથાની પૂસ્તક, એક કળશ, ગણેશજીની મૂર્તિ, કંકુ, પાન, ચોખા, કાચુ દૂધ, નાડાછડી, બાજોઠ વગેરે જોઇએ.

કરવા ચોથના ઉપવાસમાં આ 10 બાબતો ધ્યાનમાં રાખવી

(1) કરવા ચોથનું વ્રત પરિણીત મહિલાઓ રાખે છે. કરવા ચોથનું વ્રત સૂર્યોદયથી ચંદ્રોદય સુધી રાખવામાં આવે છે. મહિલાઓ કરવા ચોથના વ્રતમાં દિવસભર કંઇ પણ ચીજ ખાધા વગર નિર્જળા ઉપવાસ કરે છે. રાત્રે ચંદ્રની પૂજા કર્યા વગર વ્રતના પારણા કરવામાં આવે છે.

(2) કરવા ચોથ વ્રતના દિવસે મહિલાએ 16 શણગાર સજીને પૂજા કરવાની હોય છે.કરવા ચોથનું વ્રત કરનાર મહિલાએ તે દિવસ કાળા, વાદળી કે સફેદ રંગના કપડા પહેરવા નહીં, કારણ કે આ રંગને અશુભ માનવામાં આવે છે.

(3) કરવા ચોથના દિવસે મહિલાઓએ સામાન્ય રીતે લાલ, કેસરી, પીળો, ગુલાબી જેવા શુભ ગણાતા કલરના વસ્ત્રો પહેરવા જોઇએ.

(4) કરવા ચોથની પૂજા સાંજના લગભગ એક કલાક પહેલા ઈશાન કોણ ગણાતી ઉત્તર-પૂર્વ દિશા તરફ મુખ રાખીને કરવી જોઈએ. રાત્રે ચંદ્રોદય થાય ત્યારે ચંદ્રની પૂજા કરીને અર્ઘ્ય આપવું જોઈએ.

(5) કરવા ચોથની પૂજા કરતી વખતે કરવા ચોથની વાર્તા સાંભળવામાં આવે છે. કરવા ચોથના વ્રતમાં શંકર- પાર્વતીની સાથે ગણેશજીની પૂજા કરવામાં આવે છે.

(6) કરવા ચોથ વ્રતની કથા સાંભળ્યા પછી પરિણીત સ્ત્રીએ તેની સાસુ અને ઘરની વડીલ મહિલાઓના ચરણ સ્પર્શ કરવા જોઈએ.

(7) કરવા ચોથનો ઉપવાસ મોટાભાગે પરિણીતી મહિલાઓ જ રાખતી હોય છે. અલબત્ત , જો કોઇ યુવતીની સગાઈ થઇ ગઇ હોય તો તે તેના ભાવિ પતિના નામે ઉપવાસ રાખી શકે છે. જો કે આવી યુવતીઓએ ચંદ્રના બદલે તારા જોઇને કરવા ચોથનું વ્રત ખોલવું જોઇએ.

(8) કરવા ચોથનું વ્રત હંમેશા પાણી કે લીબું શરબતથી ખોલવું જોઇએ. વ્રત ખોલ્યા બાદ મહિલાએ બને ત્યાં સુધી ડુંગળી- લસણ વગરનું સાત્વિક ભોજન જમવું જોઇએ. મહિલાએ પોતને ભોજન કરવાની પહેલા પતિને ભોજન કરાવવું જોઈએ.

આ પણ વાંચો | કારતક માસમાં તુલસીના ચમત્કારી ઉપાયો કરો; ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની કૃપા થશે, ઘરમાં ધન-સંપત્તિનો થશે વરસાદ

(9) કરવા ચોથની પૂજા કર્યા પછી મહિલાએ પતિ, તેમના માતા-પિતા અને પતિના આશીર્વાદ લેવા જોઈએ. મહિલાએ કરવા ચોથના વ્રતના દિવસે ગુસ્સો કરવો જોઇએ નહીં.

(10) કરવા ચોથના દિવસે કોઇને પણ દૂધ, દહીં, ચોખા કે સફેદ વસ્ત્રોનું દાન કરવું જોઇએ નહીં.

તહેવાર ધર્મ ભક્તિ