Karwa Chauth 2024 : કરવા ચોથ ક્યારે છે, જાણો તારીખ, શુભ મુહૂર્ત અને ચંદ્રોદય સમય

Karwa Chauth 2024: કરવા ચોથનું હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ છે. વિવાહિત મહિલાઓ અખંડ સૌભાગ્ય માટે કરવા ચોથનું વ્રત રાખે છે. આ દિવસે પરિણીત મહિલાઓ નિર્જળા ઉપવાસ રાખે છે અને રાત્રે ચંદ્રને અર્ઘ્ય અર્પિત કરીને પોતાનો ઉપવાસ ખોલે છે

Karwa Chauth 2024: કરવા ચોથનું હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ છે. વિવાહિત મહિલાઓ અખંડ સૌભાગ્ય માટે કરવા ચોથનું વ્રત રાખે છે. આ દિવસે પરિણીત મહિલાઓ નિર્જળા ઉપવાસ રાખે છે અને રાત્રે ચંદ્રને અર્ઘ્ય અર્પિત કરીને પોતાનો ઉપવાસ ખોલે છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Karwa Chauth 2024 Date, Karwa Chauth 2024, કરવા ચોથ

Karwa Chauth 2024 : કરવા ચોથનું હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ છે. વિવાહિત મહિલાઓ અખંડ સૌભાગ્ય માટે કરવા ચોથનું વ્રત રાખે છે (Photo: Freepik)

Karwa Chauth 2024 Date, કરવા ચોથ 2024 તારીખ : કરવા ચોથનું હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ છે. વિવાહિત મહિલાઓ અખંડ સૌભાગ્ય માટે કરવા ચોથનું વ્રત રાખે છે. આ સાથે જ કુંવારી છોકરીઓ પણ સારો પતિ મેળવવા માટે આ વ્રત રાખે છે. હિંદુ પંચાંગ અનુસાર આસો સુદ ચોથના દિવસે આ વ્રત કરવામાં આવે છે. આ વખતે કરવા ચોથ 20 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. આ દિવસે પરિણીત મહિલાઓ નિર્જળા ઉપવાસ રાખે છે અને રાત્રે ચંદ્રને અર્ઘ્ય અર્પિત કરીને પોતાનો ઉપવાસ ખોલે છે.

Advertisment

માન્યતાઓ અનુસાર કરવા ચોથનું વ્રત સૂર્યોદયથી શરૂ થાય છે. આવી સ્થિતિમાં મહિલાઓ પોતાના વ્રતની શરૂઆત સરગી ખાઈને કરે છે, જેને સૂર્યોદયના લગભગ બે કલાક પહેલા ખાવામાં આવે છે. આવો જાણીએ કરવા ચોથની તારીખ શુભ મુહૂર્ત અને વિધિ.

કરવા ચોથ 2024 પૂજાનો સમય

હિન્દુ પંચાગ અનુસાર આસો સુદ ચોથની તિથિ 20 ઓક્ટોબર 2024 ના રોજ સવારે 6:46 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 21 ઓક્ટોબર 2024 ના રોજ સવારે 4:16 વાગ્યે સમાપ્ત થશે.

કરવા ચોથ 2024નો સમય

કરવા ચોથ 20 ઓક્ટોબરે સવારે 6.22 થી સાંજે 7.55 વાગ્યા સુધી છે. ઉપવાસનો કુલ સમયગાળો 13 કલાક અને 33 મિનિટનો છે.

Advertisment

કરવા ચોથ શુભ મુહૂર્ત

કરવા ચોથની પૂજા માટે શુભ સમય 20 ઓક્ટોબરના રોજ સાંજે 5.45 થી સાંજે 7.01 વાગ્યા સુધીનો રહેશે.

આ પણ વાંચો - 29 કે 30 ઓક્ટોબર ક્યારે છે ધનતેરસ? જાણો ખરીદીનું શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ

કરવા ચોથ 2024 ચંદ્રોદય સમય

દ્રિક પંચાગ મુજબ 20 ઓક્ટોબરે કરવા ચોથના દિવસે સાંજે 7.55 વાગ્યે ચંદ્રનો ઉદય થશે. શહેર મુજબ સમયમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે.

કરવા ચોથ 2024 સરગી સમય

આ વખતે કરવા ચોથનું વ્રત 20 ઓક્ટોબર 2024ને રવિવારના રોજ રાખવામાં આવશે. આ દિવસે સૂર્યોદય સવારે 06.30 વાગ્યે થશે. સૂર્યોદયના લગભગ 2 કલાક પહેલા સરગી ખાવામાં આવે છે. તેથી કરવા ચોથના દિવસે સવારે 04.30 સુધી સરગી ખાઈ શકો છો.

ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી આ માહિતી એકત્ર કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેના સાચા અને સાબિત થવાની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

તહેવાર ધર્મ ભક્તિ